Home /News /national-international /નાક લાંબું હોવાથી યુવતીએ લગ્ન કરવાનો કર્યો ઇન્કાર, યુવકે કોર્ટના દરવાજા ખખડાવ્યા

નાક લાંબું હોવાથી યુવતીએ લગ્ન કરવાનો કર્યો ઇન્કાર, યુવકે કોર્ટના દરવાજા ખખડાવ્યા

30 જાન્યુઆરીએ લગ્ન લેવાના હતા એ પહેલા યુવતીએ ફોન કરી મંગેતરને આપ્યો જોરદાર આંચકો

30 જાન્યુઆરીએ લગ્ન લેવાના હતા એ પહેલા યુવતીએ ફોન કરી મંગેતરને આપ્યો જોરદાર આંચકો

    બેંગલુરુ : દેશભરમાં અનેકવાર વિભિન્ન કારણસર લગ્ન (Marriage) તૂટવાના મામલા સામે આવે છે, પરંતુ શું ક્યારેય એવું સાંભળ્યું છે કે લાંબું નાક હોવાના કારણે સગાઈ તૂટી ગઈ હોય. મૂળે, બેંગલુરુ (Bengaluru)માં કંઈક આવો જ મામલો સામે આવ્યો છે. અહીં એક યુવતીએ લગ્ન કરવાનો એ કારણે ઇન્કાર કરી દીધો કે યુવકનું નાક લાંબું છે. ત્યારબાદ એન્જિનિયર યુવકે પોતાની મંગેતર સામે કોર્ટ કાર્યવાહીની તૈયારી કરી લીધી છે.

    મૂળે, બેંગલુરુમાં 35 વર્ષીય એક સૉફ્ટવેર એન્જિનિયર રમેશની સગાઈ રશ્મિ નામની યુવતી સાથે થઈ હતી. બંનેની મુલાકાત મેટ્રિમોનિયલ સાઇટના માધ્યમથી થઈ હતી. એન્જિનિયર રમેશ મુજબ, અનેક મહિનાઓ સુધી ઑનલઇાન વાત કર્યા બાદ 13 ઑગસ્ટે રશ્મિ બેંગલુરુ આવી અને હોટલમાં તેમની મુલાકાત થઈ. નોંધનીય છે કે, રશ્મિ અમેરિકામાં નોકરી કરે છે.

    30 જાન્યુઆરીએ લગ્ન લેવાના હતા

    ત્યારબાદ 26 ઑગસ્ટે બંને પરિવારોની મુલાકાત થઈ અને 9 સપ્ટેમ્બર 2019ના રોજ રમેશ અને રશ્મિની સગાઈ થઈ ગઈ. સગાઈ બાદ લગ્નની તૈયારી શરૂ થવા લાગી. રમેશ મુજબ, રશ્મિએ તેના પિતાને લગ્નનું સ્થળ બેંગલુરુથી બદલીને તિરુમાલા મંદિર કરવા માટે કહ્યું, જ્યારે મોટાભાગના સગા-વહાલાં બેંગલુરુમાં હતા. રમેશ મુજબ, તેના માટે પણ તેનો પરિવાર માની ગયો અને 30 જાન્યુઆરી 2020ના રોજ લગ્નની તારીખ નક્કી થઈ ગઈ.

    રમેશે જણાવ્યું કે, લગ્નની તારીખ નક્કી થયા બાદ રશ્મિ પરત અમેરિકા ચાલ્યો ગયો. જ્યારે તે લગ્નની તૈયારીમાં લાગી ગયો. તિરુમાલામાં રૂમથી લઈને કેટરિંગ સુધી તમામ બુકિંગ કરી લેવામાં આવ્યું હતું. તેના માટે 1 લાખ રૂપિયા એડવાન્સ પણ આપવામાં આવ્યું હતું. એટલું જ નહીં કપડા અને ગિફ્ટ ઉપર પણ 4 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો.

    યુવતીની વિરુદ્ધ કેસ દાખલ

    ત્યારબાદ રમેશે જણાવ્યું કે, એક દિવસે અચાનક રશ્મિના પિતાનો ફોન આવ્યો કે તે સંબંધ નથી રાખવા માંગતા. રમેશે જણાવ્યું કે રશ્મિને ફોન કરી જ્યારે તેણે કારણ પૂછ્યું તો તેણે મજાક ઉડાવતા કહ્યું કે તારં નાક લાંબું અને વિકૃત છે. તેના માટે તેણે પ્લાસ્ટિક સર્જરી કરાવવી જોઈએ. રશ્મિએ રમેશનો નંબર પણ બ્લોક કરી દીધો. ત્યારબાદ રમેશે રશ્મિની વિરુદ્ધ છેતરપિંડી કરવાનો આરોપ લગાવી કેસ નોંધાવ્યો છે. કોર્ટના આદેશ પર પોલીસે રશ્મિ અને તેના પરિજનોની વિરુદ્ધ IPCની કલમ 417, 420 હેઠળ કેસ નોંધી તપાસ શરૂ કરી દીધી છે.

    આ પણ વાંચો, ધર્મથી માનેલા કાકાએ બંદૂકની અણીએ સગીર ભત્રીજી સાથે દુષ્કર્મ આચર્યું, આરોપી હજુ સુધી ફરાર
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો