Home /News /national-international /ભયંકર લવ સ્ટોરી: પ્રેમી સાથે લગ્ન કરવાની ઉતાવળમાં પતિનો પ્રાઈવેટ પાર્ટ કાપી હત્યા કરી નાખી

ભયંકર લવ સ્ટોરી: પ્રેમી સાથે લગ્ન કરવાની ઉતાવળમાં પતિનો પ્રાઈવેટ પાર્ટ કાપી હત્યા કરી નાખી

પ્રેમ પ્રસંગના કારણે પત્નીએ પતિની હત્યા કરી નાખી

કર્ણાટકના બેંગલુરુમાં પતિ-પત્ની અને વોનો એક ખતરનાક કિસ્સો સામે આવ્યો છે. પોતાના પ્રેમી સાથે લગ્ન કરવાની જીદે ચડેલી એક મહિલાએ પોતાના પતિને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

બેંગલુરુ: કર્ણાટકના બેંગલુરુમાં પતિ-પત્ની અને વોનો એક ખતરનાક કિસ્સો સામે આવ્યો છે. પોતાના પ્રેમી સાથે લગ્ન કરવાની જીદે ચડેલી એક મહિલાએ પોતાના પતિને મોતને ઘાટ ઉતારી દીધો હતો. હૈવાનિયતની હદ તો ત્યારે પાર થઈ જ્યારે તેણે પોતાના પતિના પ્રાઈવેટ પાર્ટ્સને કાપી નાખ્યો, જેના કારણે સારવાર દરમિયાન તેનું મોત થયું, અને તેનો આરોપ એ શખ્સ પર લગાવ્યો, જે ક્યારેય તેનો પીછો કરતો હતો. હકીકતમાં જોઈએ તો, બેંગલુરુના યેલહંકા વિસ્તારમાં 21 વર્ષિય મહિલા અને તેનો પ્રેમી કથિત રીતે પતિને નપુંસક બનાવવા અને તેની હત્યા કરીને સ્ટોકર પર દોષારોપણ કરવાના આરોપમાં ધરપકડ થયા છે.

આ પણ વાંચો: અમદાવાદ: જ્યોતિષ નહીં પતિએ જ પત્ની માટે કરી વિચિત્ર આગાહી, ચોંકાવનારો કિસ્સો

હિન્દુસ્તાન ટાઈમ્સમાં છપાયેલ એક સમાચાર અનુસાર, પોલીસે આરોપી પત્નીન ઓળખાણ શ્વેતા તરીકે કરી છે અને તેના પ્રેમીનું નામ સુરેશ ઉર્ફ મૂલી સૂરી છે. પોલીસના જણાવ્યા અનુસાર 21 ઓક્ટોબરે યેલહંકાના કોંડપ્પ લેઆઉટમાં એક ઈમારતની છત પર વ્યવસાયે વણકર ચંદ્રશેખર મળેલી હાલતમાં મળી આવ્યો હતો. જેનો પ્રાઈવેટ પાર્ટ કપાયેલો હતો. શરુઆતમાં મૃતકની પત્ની શ્વેતાએ આ હત્યાનો આરોપ લોકેશ પર લગાવ્યો હતો. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે, લોકેશ તેનો પીછો કરતો રહેતો હતો. ડિસેમ્બરમાં શ્વેતાએ લોકેશ વિરુદ્ધ સ્ટોકિંગને લઈને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

એક સીનિયર પોલીસ અધિકારીએ કહ્યુ કે, ભલે મૃતકની પત્ની શ્વેતાએ ભાર આપીને કહ્યું હોય કે, તેના પતિની હત્યા પાછળ લોકેશનો હાથ છે. પણ અમને તેના નિવેદનમાં ઘણી ખામી જોવા મળી અને શંકા છે કે, તે તપાસ દરમિયાન અમને અવળા રસ્તે લઈ જવાની કોશિશ કરી રહી છે. શંકા જતાં પોલીસે તેના મોબાઈલ ફોન ચકાસ્યો, તેમાંથી જાણવા મળ્યું કે, તેના પતિની હત્યામાં ખુદ તેનો જ હાથ હતો.


પોલીસના જણાવ્યા અનુસાર, તપાસમાં એ વાતનો ખુલાસો થયો કે, શ્વેતા સુરેશ સાથે રિલેશનશિપમાં હતી, પણ તેના ચંદ્રશેખર સાથે છ મહિના પહેલા બળજબરીપૂર્વક લગ્ન કરાવી નાખ્યા. લગ્નના તુરંત બાદ ચંદ્રશેખર અને શ્વેતા બેંગલુરુ જતાં રહ્યા હતા. પણ શ્વેતાએ સુરેશ સાથે સંબંધ જાળવી રાખ્યો હતો.ચંદ્રશેખરની ગેરહાજરીમાં સુરેશ શ્વેતાને મળવા આવી જતો. ઓગસ્ટમાં ચંદ્રશેખરને શ્વેતાના આડા સંબંધો વિશે જાણ થઈ ગઈ, તથા તેમણે શ્વેતાને સુરેશને નહીં મળવાની ચેતવણી આપી દીધી હતી.
First published:

Tags: Bengaluru, Love affair

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો