નવી ચિંતા! હવે 10 વર્ષથી નાના બાળકો ઝડપથી બની રહ્યા છે કોરોનાનો શિકાર, માસૂમ દર્દીઓની સંખ્યામાં વધારો

બાળકોને યોગ્ય રીતે માસ્ક પહેરાવવા અને ફિઝિકલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવવું મુશ્કેલ છે. (પ્રતીકાત્મક તસવીર- Shutterstock)

જ્યારે બાળકો વડીલો સાથે લગ્ન જેવા કાર્યક્રમોમાં જાય છે તો ભીડનો હિસ્સો બની જાય છે, આવા માહોલમાં બાળકો સૌથી વધુ જોખમમાં હોય છે

 • Share this:
  બેંગલુરુ. દેશ ફરી એક વાર કોરોના વાયરસ (Coronavirus 2nd Wave)ની ઝપટમાં આવ્યો હોય એવું લાગી રહ્યું છે. અનેક રાજ્યોમાં નવા કેસ અને એક્ટિવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. આ દરમિયાન કર્ણાટક (Karnataka)ના પાટનગર બેંગલુરુ (Bengaluru)એ ચિંતા વધારી દીધી છે. અહીં 10 વર્ષથી નાની ઉંમરના બાળકો સંક્રમણનો વધુ શિકાર થઈ રહ્યા છે. આ આયુ વર્ગના દર્દીઓની સંખ્યામાં સતત વધારી થઈ રહ્યો છે. આ મહિને 10 વર્ષથી ઓછી ઉંમરના 472 બાળકો કોવિડ પોઝિટિવ મળી ચૂક્યા છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે વીકેન્સ્આ પર આ સંખ્યા 500ને પાર થઈ શકે છે.

  જાણકારોનું કહેવું છે કે, બીજી લહેરે ગત વર્ષની તુલનામાં આ વખતે બાળકોને વધુ પ્રભાવિત કર્યા છે. અનેક બાળકો બહાર વધુ સમય પસાર કરી રહ્યા છે, પરિવારો બહાર જઈ રહ્યા છે. એવામાં વાયરસ ફેલાવાની શક્યતા વધી જાય છે. આ મહિને મળેલા 472 કેસોમાં 244 છોકરાઓ છે, જ્યારે છોકરીઓની સંખ્યા 228 છે. મીડિયા રિપોર્ટ મુજબ, કર્ણાટકના કોવિડ-19ને લઈને ગઠિત ટેક્નીકલ એડવાઇઝરી કમિટીના સભ્યએ કહ્યું છે કે આ વધતા કેસ ચિંતાજનક છે.

  આ પણ વાંચો, Amarnath Yatra: અમરનાથ યાત્રા માટે 1 એપ્રિલથી શરૂ થશે રજિસ્ટ્રેશન, જાણી લો જરૂરી નિયમો

  તેઓએ જણાવ્યું કે, એક વર્ષ પહેલા બાળકોમાં કેસ આટલા વધુ નહોતા કારણ કે આ વાયરસના સંપર્કમાં નહોતા આવતા. લૉકડાઉન દરમિયાન તેઓ ઘરમાં કેદ હતા. હવે તેઓ પાર્ક જઈ રહ્યા છે કે સોસાયટી કે અપાર્ટમેન્ટ કોમ્પલેક્સમાં એક સ્થળે ભેગા થઈ રમી રહ્યા છે. તેઓએ વધુમાં કહ્યું કે બાળકો પણ કોરોના ફેલાવાનું કારણ બની શકે છે. જાણકારોનું કહેવું છે કે બાળકોને યોગ્ય રીતે માસ્ક પહેરાવવા અને ફિઝિકલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવવું મુશ્કેલ છે.

  આ પણ વાંચો, ફિલ્મી સ્ટાઇલમાં હૉસ્પિટલથી ભાગેલો ગેંગસ્ટર કુલદીપ ઉર્ફે ફજ્જા એન્કાઉન્ટરમાં ઠાર, જાણો પોલીસને કેવી રીતે મળી સફળતા

  કમિટીના એક સભ્યનું કહેવું છે કે, જ્યારે બાળકો માતા-પિતાની સાથે લગ્ન જેવા કાર્યક્રમોમાં જાય છે તો ભીડનો હિસ્સો બની જાય છે. આવા માહોલમાં બાળકો સૌથી વધુ જોખમમાં હોય છે. માર્ચના પહેલા સપ્તાહમાં બેંગલુરુ મહાનગરપાલિકામાં 10 વર્ષથી નીચેની ઉંમરના 8-11 બાળકોમા; કોરોના વાયરસ મળ્યો છે. ગત સપ્તાહમાં આ રેન્જ પ્રતિદિન 32થી 46 કેસ સુધી પહોંચી ગઈ છે.
  Published by:Mrunal Bhojak
  First published: