બ્લેકમેઇલિંગનો અજીબ કિસ્સો: લગ્ન પહેલા 'દુલ્હને' બિઝનેસમેન મુરતિયાને કહ્યું- 'મારે તમને નિર્વસ્ત્ર જોવા છે'!

બ્લેકમેઇલિંગનો અજીબ કિસ્સો: લગ્ન પહેલા 'દુલ્હને' બિઝનેસમેન મુરતિયાને કહ્યું- 'મારે તમને નિર્વસ્ત્ર જોવા છે'!
તસવીર: Shutterstock

મેટ્રોમોનિયલ વેબસાઇટ પર મુલાકાત થયા બાદ યુવતીએ બિઝનેસમેનને વીડિયો કૉલ કરીને કહ્યુ હતુ કે, આપણે લગ્ન કરી જ રહ્યા છીએ ત્યારે મારે તમારા શરીરના વિવિધ ભાગ બરાબર છે કે નહીં તે જોવું છે.

  • Share this:
    બેંગલુરુ: શહેરના એક 33 વર્ષીય યુવા બિઝનેસમેન (Businessman)ને નવી જ યુક્તિથી બ્લેકમેઇલ (Blackmailing) કરવામાં આવ્યો હતો. જે બાદમાં તેની પાસેથી 20 હજાર રૂપિયા પડાવી લીધા હતા. બિઝનેસમેન એક મેટ્રોમોનિયલ વેબસાઇટ (Matromonial website)ના માધ્યમથી એક યુવતીના સંપર્કમાં આવ્યો હતો. યુવતીએ આ બિઝનેસમેનને વીડિયો કૉલ (Video call) કરી તેણી તેના શરીરના ભાગોને જોવા માંગે છે તેવી માંગણી કરી હતી. આ સાથે જ તેણીએ પોતાનો નિર્વસ્ત્ર હાલતમાં ફોટોગ્રાફ પણ મોકલ્યો હતો. યુવતીએ આ વીડિયો કૉલ રેકોર્ડ કરી તેને વાયરલ (Viral video) કરી દેવાની ધમકી આપીને બિઝનેસમેન પાસેથી પૈસા પડાવ્યા હતા.

    બેંગલુરુ મીરરના અહેવાલ પ્રમાણે બિઝનેસમેન તરફથી આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. બિઝનેસમેન એક સામાજિક કાર્યકર પણ છે. તેણે જીવનસાથી વેબસાઇટર પર યોગ્ય યુવતીની શોધ માટે પ્રોફાઇલ બનાવી હતી.



    આ પણ વાંચો:  બહેનનાં લગ્ન માટે ઘરે ગીરવે મૂકી દેવું કર્યું, લૉકડાઉન બાદ કામ ન મળતા ભાઈનો આપઘાત

    મેટ્રોમોનિયલ વેબસાઇટ પર બિઝનેસમેનને શ્રેયા નામની યુવતીની પ્રોફાઇલ પસંદ પડી હતી. જે બાદમાં બંનેએ એકબીજા સાથે વાતચીત શરૂ કરી હતી. શ્રેયાએ દાવો કર્યો હતો કે તેણી બેંગલુરુના ઇલેક્ટ્રોનીક સીટીમાં રહે છે. સાથે જ તેણીએ એવું પણ કહ્યું હતું કે તેની પાસે સારી નોકરી નથી.

    આ દરમિયાન સાતમી ફેબ્રુઆરીના રોજ બિઝનેસમેનને શ્રેયાનો વીડિયો કૉલ આવ્યો હતો. ફોન કૉલ પર શ્રેયાએ જણાવ્યું હતું કે, આપણે લગ્ન કરી જ રહ્યા છીએ ત્યારે હું જોવા માંગુ છું કે તમારા શરીરના બધા ભાગ સામાન્ય છે કે નહીં. બિઝનેસમેનને વિશ્વાસ અપાવવા માટે શ્રેયાએ તેણીની એક નિર્વસ્ત્ર તસવીર પણ મોકલી હતી. જે બાદમાં બિઝનેસમેન આવું કરવા માટે તૈયાર થઈ ગયો હતો અને તેણે વીડિયો કૉલમાં પોતાના વસ્ત્રો ઉતાર્યાં હતા. વીડિયો કૉલ દરમિયાન શ્રેયાએ જણાવ્યું હતું કે તેણી ખૂબ સંતુષ્ઠ છે.

    આ પણ વાંચો: અમદાવાદ: 'તમે નકલી પોલીસ છો,' અસલી પોલીસને નકલી કહી યુવક-યુવતીએ કર્યો ઝઘડો

    જોકે, ફોન મૂકતા જ શ્રેયાનું સાચું સ્વરૂપ સામે આવ્યું હતું. શ્રેયાએ બિઝનેસમેનને ફોન કર્યો હતો કે, તેણીએ આ વીડિયો કૉલનું રેકોર્ડિંગ કરી લીધું છે. જો તેણીને તાત્કાલિક એક લાખ રૂપિયા નહીં મળે તો તેણી આ રેકોર્ડ કરેલો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેશે.

    જોકે, બિઝનેસમેને એક લાખની રકમ ખૂબ વધારે હોવાનું જણાવી ફોન પે મારફતે વીડિયો ડિલિટ કરવા માટે યુવતીને પાંચ હજાર રૂપિયા મોકલ્યા હતા. જે બાદમાં યુવતીએ રૂપિયાની માંગણી ચાલુ રાખતા બિઝનેસમેને વધુ પાંચ હજાર રૂપિયા આપ્યા હતા. જોકે, યુવતીએ પૈસાની માંગણી ચાલુ જ રાખી હતી. આથી બિઝનેસમેન તરફથી તેણીનો મોબાઇલ નંબર બ્લોક કરી દેવામાં આવ્યો હતો. જે બાદમાં યુવતીએ અલગ અલગ નંબર પરથી ફોન કરીને બિઝનેસમેન પાસેથી રૂપિયાની માંગણી ચાલુ જ રાખી હતી. જે બાદમાં બિઝનેસમેને વધુ 10 હજાર રૂપિયા યુવતીને આપ્યા હતા.

    જોકે, 20 હજાર રૂપિયા આપવા છતાં યુવતીએ બ્લેકમેઇલિંગ શરૂ જ રાખતા બિઝનેસમેને હુલીમવુ પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો. પોલીસે બિઝનેસમેનની વાત સાંભળીને યુવતી સામે આઈપીસીની યોગ્ય કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. બિઝનેસમેને પોલીસનો સંપર્ક કર્યો હોવાની વાતથી અજાણ શ્રેયાએ ફોન કરવાનું ચાલુ રાખ્યું હતું. બ્લેકમેઇલિંગ માટેની નવી જ યુક્તિ વિશે સાંભળીને પોલીસ પણ ચોંકી હતી.
    Published by:Vinod Zankhaliya
    First published:February 19, 2021, 12:05 pm

    ટૉપ ન્યૂઝ