ઓડિશા સામે રસગુલ્લાની લડાઈમાં પ.બંગાળની જીત, અહીં થયો હતો જન્મ!

Network18 | News18 Gujarati
Updated: November 14, 2017, 5:27 PM IST
ઓડિશા સામે રસગુલ્લાની લડાઈમાં પ.બંગાળની જીત, અહીં થયો હતો જન્મ!
પશ્ચિમ બંગાળ અને ઓડિશા વચ્ચે રસગુલ્લાને લઈને વર્ષોથી ચાલી રહેલી લડાઈનો આખરે અંત આવ્યો છે. રસગુલ્લાનું જન્મસ્થાન કયું? આ વાતને લઈને બંને રાજ્ય વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. બંને રસગુલ્લાનો જન્મ તેમના રાજ્યમાં થયો હોવાનો દાવો કરી રહ્યા હતા.
Network18 | News18 Gujarati
Updated: November 14, 2017, 5:27 PM IST
કોલકાતાઃ પશ્ચિમ બંગાળ અને ઓડિશા વચ્ચે રસગુલ્લાને લઈને વર્ષોથી ચાલી રહેલી લડાઈનો આખરે અંત આવ્યો છે. રસગુલ્લાનું જન્મસ્થાન કયું? આ વાતને લઈને બંને રાજ્ય વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. બંને રસગુલ્લાનો જન્મ તેમના રાજ્યમાં થયો હોવાનો દાવો કરી રહ્યા હતા. આખરે આ વિવાદનો અંત આવતા પશ્ચિમ બંગાળ સરકારને રસગુલ્લા માટે ભૌગોલિક ઓળખ એટલે કે GI ટેગ મળ્યુ છે.

પશ્ચિમ બંગાળ સરકારનું કહેવું હતું કે રસગુલ્લાનો ઉદભવ તેમના રાજ્યમાં થયો હતો. ઓડિશાએ પણ આવો જ દાવો કર્યો હતો. બંગાળના ફૂડ પ્રોક્યુરમેન્ટ એન્ડ હોર્ટિકલ્ચર મંત્રી અબ્દુર રઝ્ઝાક મોલ્લાનું કહેવું હતું કે બંગાળમાં રસગુલ્લાનો આવિષ્કાર થયો હતો.

બંગાળના વિખ્યાત મીઠાઈ બનાવનાર નવીનચંદ્ર દાસે વર્ષ 1868 પૂર્વે રસગુલ્લાનો આવિષ્કાર કર્યો હતો. આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે ઓડિશા સરકારે રસગુલ્લા માટે ભૌગોલિક ઓળખ GI (જીઓગ્રાફિકલ આઈડેન્ટિફિકેશન) ટેગ લેવાની વાત કરી હતી. ઓડિશાના વિજ્ઞાન અને ટેક્નિકલ મંત્રી પ્રદીપ કુમાર પાણીગ્રહીએ 2015માં મીડિયા સમક્ષ દાવો કર્યો હતો કે 600 વર્ષ પહેલાથી ઓડિશામાં રસગુલ્લાનું અસ્તિત્વ છે. તેનો આધાર બતાવતા તેઓએ જણાવ્યું હતું કે ભગવાન જગ્ગનાથને પણ રસગુલ્લા પ્રસાદ તરીકે પીરસાતા હતા. ઓડિશાના આ દાવા બાદ પશ્ચિમ બંગાળ સરકારે કોર્ટનો દરવાજો ખખડાવવાની વાત કરી હતી.

મમતાએ પાઠવી શુભેચ્છા

રસગુલ્લાને GI ટેગ મળવા પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ટ્વિટ કરીને શુભેચ્છા પાઠવી હતી. તેમણે ટ્વિટમાં લખ્યું કે, બધા માટે એક સારા સમાચાર છે. પશ્ચિમ બંગાળને રસગુલ્લા માટે જીઆઈ ટેગ મળવા પર અમે ખૂબ જ આનંદ અને ગૌરવની લાગણી અનુભવી રહ્યા છીએ.
First published: November 14, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर