BJP સાંસદના દીકરાએ ઑનલાઇન મંગાવ્યો મોબાઇલ, બૉક્સમાં હતા પથ્થર!

News18 Gujarati
Updated: October 30, 2019, 7:55 AM IST
BJP સાંસદના દીકરાએ ઑનલાઇન મંગાવ્યો મોબાઇલ, બૉક્સમાં હતા પથ્થર!
સેમસંગને બદલે રેડમીનું બોક્સ ડિલીવરી થયું, બૉક્સમાં પેક હતા બે માર્બલ પથ્થર

સેમસંગને બદલે રેડમીનું બોક્સ ડિલીવરી થયું, બૉક્સમાં પેક હતા બે માર્બલ પથ્થર

  • Share this:
કોલકાતા : ઑનલાઇન શૉપિંગ (Online Shopping) ભારતમાં ખૂબ જ ઝડપથી લોકપ્રિય થઈ રહ્યું છે. પરંતુ અનેકવાર ગ્રાહકો (Customers)ને તેમાં નિરાના પણ હાથ લાગે છે. બંગાળમાં માલદા નૉર્થના ભારતીય જનતા પાર્ટી (BJP) સાંસદ ખગેન મુર્મૂ (Khagen Murmu)ની સાથે કંઈક એવું જ થયું. તેઓએ અમેઝોનથી મોબાઇલ ઑર્ડર કર્યો હતો. પરંતુ પેકેટમાં તેમને મોબાઇલ નહીં પરંતુ બે પથ્થર મળ્યા.

મુર્મૂ મુજબ, તેમના દીકરાએ એક સેમસંગનો મોબાઇલ ઑર્ડર કર્યો હતો. પરંતુ પાર્સલ ખોલ્યા બાદ તેઓ હેરાન રહી ગયા. પેકેટની અંદર રેડમી ફોનનું બોક્સ હતું જેમાં પથ્થ્ર પેક કરેલા હતા.

મુર્મૂએ કહ્યુ કે, જ્યારે મોબાઇલનું પેકેટ ઘરે આવ્યું તો તે સમયે હું ઘરે નહોતો અને મારી પત્નીએ આ પેકેટ રિસીવ કર્યું. પત્નીએ પેકેટ લઈને ડિલીવરી બૉયને 11,999 રૂપિયા આપ્યા. જ્યારે મેં પેકેટ ખોલ્યું અને બોક્સમાં પથ્થર જોયા તો હેરાન રહી ગયો.


Loading...

મુર્મૂએ વધુમાં જણાવ્યું કે, મને એ વાતનું આશ્ચર્ય થયું કે ઑનલાઇન સેમસંગ M-30 મોબાઇલ મંગાવ્યો હતો, પરંતુ Redmi 5Aનું પેકેટ મળ્યું. જેમાં સ્લીક એન્ડ સ્મૂથ ટચ ફીચર્સના બદલે બે માર્બલ પથ્થર મૂકવામાં આવ્યા હતા.

બીજેપી સાંસદે કહ્યુ કે, તેમની સાથે ઑનલાઇન શોપિંગમાં આવો અનુભવ પહેલીવાર થયો છે. તેઓ આવું કેવી રીતે કરી શકે? મુર્મૂએ વધુમાં કહ્યુ કે, હું આ મુદ્દાને લોકસભામાં પણ ઉઠાવીશ. આ પ્રકારની હરકતોને રોકવી જોઈએ.

બીજેપી સાંસદે આ અંગેની ફરિયાદ માલદા પોલીસને કરી છે. હાલ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો,

1 નવેમ્બર પહેલા કરો આ કામ નહીં તો, આ 7 કરોડ લોકોના મોબાઇલ નંબર બંધ થશે
હવે આવું દેખાશે Facebook, આવ્યું Dark Mode ફીચર
First published: October 30, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...