કોલકાતા : પશ્ચિમ બંગાળના (West Bengal)ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ દિલીપ ઘોષના (Dilip Ghosh)કાફલા પર હુમલો થયો છે. દિલીપ ઘોષની આ કાર પર ત્યારે હુમલો થયો જ્યારે તે અલીપુરદ્વારથી પસાર થઈ રહ્યા હતા. જાણકારી પ્રમાણે દિલીપ ઘોષ અલીપુરદ્વારથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમના કાફલા પર કેટલાક ઉપદ્વવીઓએ પત્થર ફેંક્યા હતા. આ દરમિયાન ઘોષની કાર ક્ષતિગ્રસ્ત થઈ હતી.
બીજેપીએ આ મામલે ગોરખા જનમુક્તિ મોરચાના (જેજીએમએમ) વિમલ ગુરુંગ જૂથ પર શંકા વ્યક્ત કરી છે. એમ કહેવામાં આવી રહ્યું છે કે જે રસ્તેથી દિલીપ ઘોષ પાછા ફરી રહ્યા હતા તે સ્થળ પર જ વિમલ ગુરુંગ જૂથના કાર્યકર્તા પ્રદર્શન કરી રહ્યા હતા. જીજેએમએમના કાર્યકર્તાઓએ બંગાળ બીજેપી પ્રદેશ અધ્યક્ષને કાળા ઝંડા પણ બતાવ્યા હતા. જીજેએમએમના પ્રદર્શનની કોઈ અસર ન થતા કાર્યકર્તા ગુસ્સે ભરાયા હતા અને ઘોષના કાફલા પર હુમલો કર્યો હતો.
આ પણ વાંચો - પીએમ મોદીએ કહ્યું - કોણ છે બીજેપીના સાઇલેન્ટ વોટર, વાંચો પીએમના ભાષણની ખાસ વાતો
પશ્ચિમ બંગાળ બીજેપી અધ્યક્ષના કાફલા પર થયેલા હુમલાથી પાર્ટીના નેતાઓમાં રોષ છે. દિલ્હી બીજેપીના પૂર્વ અધ્યક્ષ મનોજ તિવારીએ આ હુમલાની ટિકા કરતા મમતા બેનર્જી પર પ્રહાર કર્યો છે. મનોજ તિવારીએ ટ્વિટ કર્યું કે દિલીપ ધોષના કાફલા પર હુમલાથી સ્પષ્ટ છે કે હવે મમતા દીદીને ડર લાગી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળમાં હિંસા પર ચિંતા વ્યક્ત કરી હતી.
Published by:Ashish Goyal
First published:November 12, 2020, 15:43 pm