અંડમાનમાં સબમરીન ફાઇબર કેબલ : 3-4 સેકન્ડમાં ડાઉનલોડ થશે 40 હજાર ગીત, જાણો ખાસ વાતો

અંડમાનમાં સબમરીન ફાઇબર કેબલ : 3-4 સેકન્ડમાં ડાઉનલોડ થશે 40 હજાર ગીત, જાણો ખાસ વાતો
તસવીર : ANI

અંડમાન-નિકોબારમાં સબમરીન ઑપ્ટિકલ ફાઇબર કેબલ (Submarine Optical Fibre Cable) પાથરવાની શરૂઆત 2018માં થઈ હતી. આ કેબલ લિંક ચેન્નઇ અને પોર્ટ બ્લેયર વચ્ચે 2x200 ગીગાબાઇટ પર સેકન્ડ(Gbps)ની બેન્ડવિથ આપશે. પોર્ટ બ્લેયર અને અન્ય ટાપુઓ પર બેન્ડવિથ 2x100 રહેશે. તો જાણીએ અંડમાન-નિકોબારમાં સબમરીન ઑપ્ટિકલ ફાઇબર કેબલ પાથર્યા બાદ શું ફાયદો થશે .

 • Share this:
  નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ સોમવારે અંડમાન-નિકોબારમાં સબમરીન ઑપ્ટિકલ ફાઇબર કેબલ (Submarine Optical Fibre Cable)નું ઉદ્ઘાટન કર્યું હતું. આ ફાઇબર કેબલ ચેન્નઇથી પોર્ટ બ્લેયર સુધી સમુદ્રની અંદર પાથરવામાં આવ્યો છે, જેની મદદથી અંડમાનમાં હવે ઇન્ટરનેટની ઝડપ ખૂબ વધી જશે. ફાઇબર કેબલની લંબાઈ 2,300 કિલોમીટર છે. આ માટે 1,224 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. 2018માં તેની શરૂઆત પીએમ મોદીએ કરી હતી. આ કેબલને કારણે ભારતીય ટાપુ પર ખૂબ સારી ઇન્ટરનેટ ઝડપ મળશે.

  ગત થોડા વર્ષોમાં સામરિક સુરક્ષાની દ્રષ્ટિએ અંડમાન-નિકોબારનું મહત્ત્વ વધ્યું છે. સમુદ્ર માર્ગે ચીનને રોકવા માટે અંડબાર-નિકોબાર એક મહત્ત્વપૂર્ણ કેન્દ્ર બની ગયું છે. તો જાણીએ અંડબાર નિકોબારમાં સબમરીન ઑપ્ટિકલ ફાઇબર કેબલ પાથરવાથી શું ફાયદો થશે.  આ પણ વાંચો : રાજ્યમાં હવે માસ્ક નહીં પહેરવા બદલ 1,000 રૂપિયા દંડ વસૂલવામાં આવશે, 11 ઓગસ્ટથી અમલ
  • આ કેબલથી પોર્ટ બ્લેયરના સ્વરાજ દ્વીપ, લિટલ અંડમાન, કાર નિકોબાર, કમોર્તા, ગ્રેટ નિકોબાર, લૉંગ આઇલેન્ડ અને રંગતને જોડવામાં આવશે. આશરે દોઢ વર્ષમાં આ કામ પૂર્ણ કરવામાં આવ્યું છે.
  • આ કેબલ લિંક ચેન્નાઇ અને પોર્ટ બ્લેયર વચ્ચે 2x200 ગીગાબાઇટ પર લેકન્ડ(Gbps)ની બેન્ડવિથ આપશે. પોર્ટ બ્લેયર અને અન્ય ટાપુઓ પર બેન્ડવિથ 2x100 રહેશે.

  • હાઇસ્પીડ ઇન્ટરનેટ પ્રોજેક્ટના અનેક ફાયદા છે. ઑનલાઇન અભ્યાસ હોય, ટૂરિઝમથી કમાણી હોય, બેન્ડિંગ હોય, શૉપિંગ હોય કે પછી ટેલી-મેડિસિન દવા હોય, હવે અંડમાન નિકોબારમાં હજારો પરિવારને પણ આ ઑનલાઇન સુવિધા મળશે.

  • અંડમાનને જે સુવિધા મળી છે તેનો લાભ અહીં જતા પર્યટકોને પણ મળશે. સારી ઇન્ટરનેટ કનેક્ટિવિટી આજે કોઈ પણ સ્થળ માટે પ્રાથમિકતા બની ગઈ છે.

  • 1,224 કરોડ રૂપિયાના ખર્ચે આશરે 2,300 કિલોમીટર લાંબો સબમરીન ઑપ્ટિકલ ફાઇબર કેબલ પાથરવામાં આવ્યો છે. જેનાથી ભારતના અન્ય હિસ્સાની જેમ અંડબાન-નિકોબારમાં પણ ઝડપી અને વિશ્વાસપાત્ર મોબાઇલ અને લેન્ડલાઇન ટેલીકૉમ સેવા મળશે.

  Published by:Vinod Zankhaliya
  First published:August 10, 2020, 14:57 pm

  ટૉપ ન્યૂઝ