ઓસામા બિન લાદેનનું ઠેકાણું શોધનાર આ વિશેષ શ્વાન દિલ્હીને બચાવશે આતંકવાદીઓથી

ઓસામા બિન લાદેનનું ઠેકાણું શોધનાર આ વિશેષ શ્વાન દિલ્હીને બચાવશે આતંકવાદીઓથી
ફાઇલ તસવીર

ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને દિલ્હી મેટ્રોની સુરક્ષા માટે કેન્દ્રિય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)માટે હંમેશા એક પડકાર રહ્યો છે.

 • Share this:
  ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને દિલ્હી મેટ્રોની સુરક્ષા માટે કેન્દ્રિય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)માટે હંમેશા એક પડકાર રહ્યો છે. ગુપ્ત એજન્સીઓને અહીં આત્મઘાતી હુમાલાની માહિતી હંમેશા મળતી રહે છે. જેને ધ્યાનમાં રાખીને સીઆઈએસએફ હવે પોતાના ડોગ સ્ક્વોર્ડમાં એક ખાસ પ્રજાતિના શ્વાનનો સમાવેશ કરવાની યોજના બનાવી રહી છે. ખાસ વાત તો એ છે કે, આ ખાસ પ્રજાતિના શ્વાને દુનિયાના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી ઓસામા બિન લાદેનને પાકિસ્તાનના એબટાબાદમાંથી તેના ખાનગી ઠેકાણાને શોધી કાઢવામાં અમેરિકી સૈનિકોની મદદ કરી હતી.

  આ ખાસ પ્રજાતિના શ્વાનનું નામ બેલ્ઝિયન માલિંસ છે. આ પ્રજાતિના શ્વાન આત્મઘાતી હુમાલના સામે લડવા માટે સક્ષમ છે. સીઆઇએસએફ આ શ્વાનોને ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને દિલ્હી મેટ્રો ઉપર સંભવિત આત્મઘાતી હુમલાઓને નિષ્ફળ બનાવવા માટે ટ્રેનિંગ અપાશે. સીઆઈએસએફ અત્યારના દિવસોમાં આ બંને જગ્યાઓની સુરક્ષાની જવાબદારી સંભાળી છે.  ઉલ્લેખનીય છેકે, સીઆઈએસએફ બેલ્ઝિયન માલિંસને પોતના ડોગ સ્ક્વોર્ડમાં સામેલ કરનાર દેશનું પહેલું અર્ધસૈનિક દળ બની જશે. આ શ્વાસને પહેલીવાર કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનમાં વિરોધી શિકાર અભિયાનમાં તૈનાત કર્યા હતા. એક ઉચ્છ સીઆઈએસએફ અધિકારીએ જણાવ્યું કે, બેલ્જિયન માલિંગ પ્રજાતિના શ્વાનની પસંદગી ખાસ રીતે આત્મઘાતી હુમલાઓ સામે લડવા માટે કરાઇ છે. અત્યારે સીઆઈએસએફના ડોગ સ્ક્વોર્ડમાં લેબ્રાડોર, જર્મન શેફર્ડ અને કોકર સ્પેનિયલ પ્રજાતિના શ્વાન હાજર છે. દિલ્હી મેટ્રોની સુરક્ષા માટે સીઆઈએસએફ પાસે 63 શ્વાન હાજર છે.

  તાજેતરમાં તેમણે જણાવ્યું કે, આત્મઘાતી હુમાલો સામે લડવા માટેની ડોગ સ્ક્વોર્ડની ક્ષમતાનું પરીક્ષણ કરવા માટે અભ્યાસનું આયોજન કર્યું હતું. પરંતુ તે આ મિશનમાં ફેલ થઇ ગયા હતા. ત્યારબાદ બેલ્ઝિયન માલિંસ પ્રજાતિને લાવવાનો નિર્ણય કરાયો છે.
  Published by:News18 Gujarati
  First published:July 18, 2018, 13:29 IST