દલિત નેતા અને બહરાઇચની સાંસદ સાવિત્રીબાઈ ફુલે ભાજપથી અલગ, પાર્ટી પર લગાવ્યો મોટો આરોપ

વિવાદિત નિવેદનોથી હંમેશા ચર્ચામાં રહેનારી ભાજપની સાંસદ સાવિત્રી બાઈ ફુલેએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે, તેઓ બહરાઈચના સાંસદ છે

News18 Gujarati
Updated: December 6, 2018, 5:00 PM IST
દલિત નેતા અને બહરાઇચની સાંસદ સાવિત્રીબાઈ ફુલે ભાજપથી અલગ, પાર્ટી પર લગાવ્યો મોટો આરોપ
સાવિત્રી બાઈ ફુલે (ફાઇલ ફોટો)
News18 Gujarati
Updated: December 6, 2018, 5:00 PM IST
ન્યૂઝ18 ગુજરાતી: બહરાઈચથી ભાજપ સાંસદ સાવિત્રી બાઈ ફુલેએ ગુરુવારે પાર્ટીના પ્રાથમિક સભ્યેપદેથી રાજીનામું આપ્યું. તેઓએ ભાજપ પર સમાજને વહેંચવાનો આરોપ લગાવતાં રાજીનામાનું એલાન કર્યું. સાંસદે આરોપ લગાવ્યો કે પાર્ટીમાં તેમનું સાંભળવામાં નથી આવતું. સાથોસાથ દલિત હોવાના કારણે તેમને અવગણના થતી હતી.

સાવિત્રી બાઈ ફુલેએ કહ્યું કે અનામત ખતમ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બંધારણને ખતમ કરવાની યોજના બનાવવામાં આવી રહી છે. રાજીનામાથી સાથોસાથ તેમણે 23 ડિસેમ્બરે લખનઉના રમાબાઈ મેદાનમાં મહારેલીનું એલાન પણ કરી દીધું. તેઓએ કહ્યું કે બાબા સાહેબ ભીમરાવ આંબેડકર દ્વારા બનાવવામાં આવેલા બંધારણતી રક્ષા માટે લખનઉની રેલીમાં મોટો ધડાકો કરશે. બંધારણ અને આરક્ષણના આંદોલનને હવે તેઓ આગળ વધારશે. તેઓએ સ્પષ્ટ કર્યું કે તેઓ સાંસદપદેથી રાજીનામું નહીં આપે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા થોડાક મહિનાઓમાં સાવિત્રી બાઈ ફુલે સતત પાર્ટી અને પોતાની સરકાર પર હુમલાઓ કરી રહ્યા હતા. તેઓએ અનામત અને એસસી/એસટીમાં સંશોધનને લઈને પણ મોર્ચો ખોલ્યો હોત. તેઓ સતત પોતાના નિવેદનોને લઈને ન્યૂઝમાં રહેતા હતા.

આ પણ વાંચો, ‘હનુમાનને દલિત કહેવા બદલ યોગી આદિત્યનાથ માંફી માંગે’: લખનઉમાં લાગ્યા પોસ્ટરો

થોડાક દિવસો પહેલા હનુમાનને દલિત કહેવાના નિવેદન ઉપર પણ તેમણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત સરકાર પર જોરદાર હુમલો કર્યો હતો. તેઓએ કહ્યું કે દલિતોને મંદિર નહીં બંધારણ જોઈએ. સાવિત્રી બાઈએ ભગવાન રામને મનુવાદી ગણાવતા કહ્યું કે બજરંગબળલી જો દલિત નહોતા તો તેમને માણસ કેમ ન બનાવવામાં આવ્યા, તેમને વાનર કેમ બનાવવામાં આવ્યા? તેમને મોં પર કાળી મેશ કેમ લગાવવામાં આવી અને તેમને પૂંછડી કેમ લગાવવામાં આવી? બીજેપી સાંસદે દાવો કરતાં કહ્યું કે તેઓ દલિત હતા. એટલું જ નહીં તેઓએ ભગવાન રામને શક્તિહીન ગણાવતા ત્યાં સુધી કહી દીધું કે જો તેમનામાં શક્તિ હોતી તો મંદિર બની જતું.
First published: December 6, 2018
વધુ વાંચો अगली ख़बर