પલ્લવી ઘોષ, નવી દિલ્હીઃ કૉંગ્રેસની અંદર નવી ઉથલ-પાથલ (Latest Turmoil in Congress)ના કેન્દ્રમાં એ જ પીઢ વિરુદ્ધ યુવા (Old Vs New)ની લડાઈ છે. સોનિયા ગાંધી (Sonia Gandhi)ની સાથે રાજ્યસભા સાંસદોની બેઠક બાદ આ કહાણી શરૂ થઈ. યુવા રાજીવ સાતવ (Rajiv Satav) જે રાહુલ ગાંધીના નિકટતમ માનવામાં આવે છે, તેમણે વરિષ્ઠ નેતાઓ પર હુમલો કરતાં કહ્યું કે, યૂપીએ ના મંત્રી પાર્ટીને ખીણમાં ધકેલી દીધી અને ચૂંટણીઓમાં નુકસાન પહોંચ્યું. બેઠકમાં ઉપસ્થિત જૂનિયર ગાંધી અને તેમની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Vadra)ના નજીક ગણાતા અનેક યુવા નેતાઓએ પણ આ પ્રકારની વાતો કહી અને આ વાતોનું સમર્થન કર્યું. આ દરમિયાન એવો ઈશારો કરવામાં આવ્યો કે 2019ની લોકસભા ચૂંટણી (Lok Sabha Elections) દરમિયન વરિષ્ઠ નેતાઓએ રાહુલનું પૂરતું સમર્થન નહોતું કર્યું.
રાજીવ સાતવને સ્પષ્ટીકરણ જાહેર કરવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા, પરંતુ તેની પર ખૂબ જ ખરાબ પ્રતિક્રિયા આવી. કપિલ સિબ્બલ અને અનેક વરિષ્ઠોએ આપત્તિ વ્યક્ત કરી અને સાતવ અને યુવા નેતાઓના સમૂહ પર કટાક્ષ કર્યો. અહીંથી કેટલાક વરિષ્ઠોને વાંધો પડવાનો શરૂ થઈ ગયો અને તેઓએ રણનીતિ બનાવવાની શરૂઆત કરી.
અનેક વરિષ્ઠ આ પ્રકરણને લઈને હતા પરેશાન
કૉંગ્રેસમાં આનંદ શર્મા, ભૂપિન્દર હુડ્ડા અને કપિલ સિબ્બલ સહિત ચાર વરિષ્ઠ નેતા પરેશાન હતા અને પાર્ટીમાં પરિવર્તન ઈચ્છતા હતા. જે વાત તેમને વધુ પરેશાન કરી રહી હતી તે એ હતી કે યુવા તેમને પાછળ છોડી રહ્યા હતા અને તેમને બહાર કાઢવા માટે તૈયાર હતા. તેથી સોનિયા ગાંધીને લખેલા એક પત્રમાં અનેક કૉંગ્રેસ નેતાઓએ લખ્યું કે, એક નિર્ણાયક નેતા અને કોઈ એક વ્યક્તિની આવશ્યક્તા હત જે 24x7 ગ્રાઉન્ડ પર રહે. નેતાઓએ આ તથ્ય પર અફસોસ વ્યક્ત કર્યો કે રાજ્યના એકમો નબળા છે, કોઈ ચૂંટણી નથી યોજવામાં આવતી અને બીજેપી સામે લડવામાં સંગઠન સક્ષમ નથી.
આ પત્રની પાછળના માસ્ટરમાઇન્ડ ત્યારે અનેક અન્ય લોકોના સંપર્કમાં આવ્યા અને સૂત્રોનું કહેવું છે કે તેમણે લગભગ 303 લોકોના હસ્તાક્ષર લઈ લીધા, જેમાં પાર્ટી કાર્યકર્તા અને રાજ્યના નેતા અને કેટલાક પૂર્વ મુખ્યમંત્રી પણ સામેલ છે. જ્યારે News18એ વીરપ્પા મોઇલી સાથે સંપર્ક કર્યો, જે પત્ર પર હસ્તાક્ષર કરનારા પૈકી એક છે તો તેઓએ કહ્યું કે, આ પાર્ટીનો આંતરિક મામલો છે અને હું તેને બહાર ઉઠાવવા નથી માંગતો.
‘પૂર્વ નિયોજીત છે મામલો, વરિષ્ઠ ઈચ્છે છે કે તેમનો જ પ્રભાવ રહે’
એક સૂત્રએ કહ્યું કે, આ બધું પૂર્વ નિયોજીત છે. એક વાર ફરીથી પાર્ટીના સીનિયર નેતાઓને લાગે છે કે તેમને સરળતાથી બહાર કરવામાં આવી શકે છે અને તેથી તેઓએ આ મુદ્દાને સોનિયા ગાંધીના નેતૃત્વ પર સવાલની જેમ રજૂ કરવાનો પ્રયાસ કર્યો. આ રીતે તેઓ સુનિશ્ચિત કરવા માંગે છે કે ચીજો યથાસ્થિતિ રહે અને વરિષ્ઠ પોતાનો પ્રભાવ ચાલુ રાખી શકે. પરંતુ યુવા અને ટીમ રાહુલ હવે પોતાનો સમય આવવાની રાહ જોવા તૈયાર નથી. તેઓ ઈચ્છે છે કે હવે પરિવર્તન આવે. હવે તમામની નજરો સોમવારની સીડબલ્યૂસીની મીટિંગ પર છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર