ટ્રાફિક નિયમ તોડવાની કિંમત આંખો ખોઈ ચૂકવી રહ્યો છે આ ડ્રાઈવર

ટ્રાફિક નિયમ તોડવાની કિંમત આંખો ખોઈ ચૂકવી રહ્યો છે આ ડ્રાઈવર
ભુલથી વાગી ગયું હોવાનું પોલીસ કહી રહી છે

પોલીસ આને ટ્રાફિક નિયંત્રણ દરમિયાન ભૂલથી ઈજા પહોંચી હોવાની વાત કરી રહી છે

 • Share this:
  બેગુસરાય: બિહારના બેગૂસરાયમાં ટ્રાફિક ડીસીપીએ ટ્રાફિક નિયંત્રણ દરમ્યાન એવો ડંડો ગુમાવ્યો કે, એક ડ્રાઈવરએ જિંદગીભર અંધાપો સહન કરવાનો વારો આવ્યો છે. જોકે, પોલીસ આને ટ્રાફિક નિયંત્રણ દરમિયાન ભૂલથી ઈજા પહોંચી હોવાની વાત કરી રહી છે. હાલમાં પોલીસે પીડિત ડ્રાઈવરને એક પ્રાઈવેટ નર્સિંગ હોમમાં દાખલ કરાવ્યો છે, જ્યાં તેની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે.

  ભીડે કર્યો જામ  ઉલ્લેખનીય છે કે, શુક્રવારે બેગૂસરાયના બલિયા પોલીસ સ્ટેશન વિસ્તારના મલ્હીપુર નિવાસી મોહમ્મદ મકબૂલ જે એક બસ ડ્રાઈવર છે, બસ સ્ટેશનમાંથી પોતાની ગાડી કાઢી કગડીયા તરફ જવા માટે રોડ પર હતા. આ દરમિયાન ટ્રાફિક ડીસીપી મહેન્દ્ર કુમાર ત્યાં પહોંચ્યા અને ગેટ બહારથી ડંડા ચલાવવાનું શરૂ કર્યું. ડંડો ઉગામતા સમયે ડંડો મોહમ્મદ મકબૂલની આંખમાં વાગી ગયો. જેને લઈ તેની આંખમાં ઈજા પહોંચી. આ ઘટના બાદ થોડા સમય માટે ડ્રાઈવરોએ રસ્તો ચક્કાજામ કરી દીધો પરંતુ પોલીસે સમજાવી ભીડ ખાલી કરાવી. હાલમાં મોહમ્મદ મકબૂલની સારવાર નર્સિંગ હોમમાં કરવામાં આવી રહી છે.

  ડોક્ટર બોલ્યા - પીડિતની આંખમાં ગંભીર ઈજા

  જ્યારે ડોક્ટર એકે રાયે જણાવ્યું કે, પ્રથમ દ્રષ્ટીએ દર્દીની આંખની સ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે, દર્દીની આંખમાં ગંભીર ઈડા પહોંચી છે અને તેની રોશની પાછી આવે તેવી સંભાવના ઓછી દેખાઈ રહી છે. પરંતુ તો પણ ડોક્ટરોએ વિશ્વાસ બતાવ્યો છે કે, અમે તેની રોશની પાછી આવે તે માટે પૂરી કોશિસ કરીશું.

  પોલીસ બોલી - ટ્રાફિક નિયંત્રણ સમયે ભૂલથી ઈજા પહોંચી

  શહેર પોલીસ અધ્ય7 અમરેન્દ્ર કુમાર ઝાએ જણાવ્યું કે, બેગૂસરાયમાં વારંવાર જામની સમસ્યા વધી રહી છે. તેને જોતા બેગૂસરાયમાં ટ્રાફિક ડીસીપી વ્યવસ્થા કાયમ કરવા માટે ખુદ મોર્ચો સંભાળી રહ્યા હતા. બસ ડ્રાઈવરો દ્વારા રસ્તા પર ગાડી ઉભી કરી દેવામાં આવે છે, જેને કારણે રસ્તાઓ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે. આ કારણે ટ્રાફિક ડીસીપીએ આજે થોડો બળ પ્રયોગ કર્યો પરંતુ ભૂલથી મોહમ્મદ મકબૂલની આંખમાં વાગી ગયું. હાલમાં પોલીસ ખુદ પીડિતની સારવાર કરાવી રહી છે. તે ટુંક સમયમાં સ્વસ્થ્ય થઈ જશે.
  Published by:News18 Gujarati
  First published:March 06, 2020, 22:08 pm

  ટૉપ ન્યૂઝ