ક્રિમિનલ વકીલ શ્યામ કેસવાનીએ મંગળવારે કહ્યું કે, અંડરવર્લ્ડ ડોન અને 1993 મુંબઈ બોમ્બ બ્લાસ્ટનો માસ્ટર માઇન્ડ દાઉદ ઇબ્રાહિમ ભારત પરત ફરવા માંગે છે. તેણે પરત ફરવા માટે અમુક શરત મૂકી છે. મુંબઈની થાણે કોર્ટ બહાર મીડિયા સાથે વાતચીત કરતા કેસવાનીએ જણાવ્યું હતું કે, દાઉદની માંગણી છે કે તેને મુંબઈની આર્થર રોડ જેલમાં રાખવામાં આવે, કારણ કે આ જેલ ખૂબ જ સુરક્ષિત છે.
નોંધનીય છે કે કેસવાની દાઉદના ભાઈ ઇકબાલ ઇબ્રાહિમ કાસકરના વકીલ છે. કેસવાનીએ કહ્યું કે, 'દાઉદે પૂર્વ મંત્રી અને વરિષ્ઠ વકીલ રામ જેઠમલાણીના માધ્યમથી અમુક વર્ષ પહેલા પરત ફરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ ભારત સરકારે દાઉદની શરતો માની ન હતી.' તમને જણાવી દઈએ કે આર્થર રોડ જેલ એ જ જેલ છે જેમાં 26/11ના હુમલામાં સામેલ આતંકી અજમલ કસાબને ફાંસી પહેલા ચાર વર્ષ સુધી રાખવામાં આવ્યો હતો.
છ મહિના પહેલા એમએનએસના અધ્યક્ષ રાજ ઠાકરેએ પણ કહ્યું હતું કે દાઉદ ભારત પરત ફરવા માંગે છે. ઠાકરેએ દાવો કર્યો હતો કે દાઉદ ફક્ત ભારત આવવા ઉત્સુક છે એટલું જ નહીં તેની મોદી સરકાર સાથે વાતચીત પણ ચાલી રહી છે. ઠાકરેએ એવું પણ કહ્યું હતું કે દાઉદ ખૂબ જ બીમાર છે, તે પોતાના અંતિમ શ્વાસ ભારતમાં લેવા માંગે છે.
આ અંગે પ્રતિક્રિયા આપતા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણે કહ્યું હતું કે, 'ક્રિમિનલની શરતનો કોઈ સવાલ જ ઉભો નથી થતો. તે ભારત આવીને સરન્ડર કરે. તેની સામે કાયદા પ્રમાણે કાર્યવાહી થવી જોઈએ. દાઉદના જે પણ ગુનાઓ છે તે લોકો સારી રીતે જાણે છે. તે સરન્ડર કરવા માંગે છે તો તે સારી વાત છે. પરંતુ કાયદાકીય રીતે તેની સામે કેસ ચાલવો જોઈએ.'
It's Dawood Ibrahim's old style.
Beggars have no choice. Who informed his lawyer that he wants to surrender? If he's in contact with him our
agencies must find about it. It's nonsense: Ujjawal Nikam,Special public prosecutor on Dawood Ibrahim's lawyer
સૂત્રોના જણાવ્યા પ્રમાણે દાઉદ ઈબ્રાહિમે પોતાના વકીલ મારફતે ભારતમાં આત્મસમર્પણ માટે રજૂઆત કરી છે. આવી રજૂઆતને ખોટી ગણાવતા સ્પેશ્યલ પ્રોસિક્યુટર ઉજ્જવલ નિકમે કહ્યું હતું કે, 'આ દાઉદની જૂની રીત છે. હવે દાઉદ પાસે કોઈ રસ્તો નથી. જેવી રીતે ભીખારી પાસે કોઈ વિકલ્પ નથી હોતો તેવી જ રીતે દાઉદ પાસે પણ હવે કોઈ વિકલ્પ નથી બચ્યો. દાઉદના વકીલને કોણે કહ્યું કે તે સરન્ડર કરવા માંગે છે? જો દાઉદે તેનો સંપર્ક કરીને તેને આ વાત કહી હોય તો આપણી તપાસ એજન્સીઓએ આ અંગે તપાસ કરવી જોઈએ. આ સમાચાર અફવા છે.'
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર