બ્યુટી પાર્લર જતી યુવતીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો, ફેશિયલ કરાવવા ગયેલી યુવતીનો ચહેરો બળી ગયો

બ્યુટી પાર્લર જતી યુવતીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો, ફેશિયલ કરાવવા ગયેલી યુવતીનો ચહેરો બળી ગયો
બિનિતા નાથની તસવીર

બિનિતા નાથ અત્યારે ઈટાલીમાં પોસ્ટ ડોક્ટરેટનો અભ્યાસ કરતી હતી. બિનિતા એનઆઈટીમાં અભ્યાસ કરી ચૂકી છે. બિનિતા ફ્રેન્ડના લગ્નમાં હાજરી આપવા પોતાના વતન સિલચાર આવી હતી.

 • Share this:
  આસાનઃ સામાન્ય રીતે લગ્નમાં યુવતીઓને વધારે તૈયાર થવા અને સજવાનો શોખ હોય છે. અને પોતાને વધારે સુંદર દેખાવા માટે યુવતીઓ બ્યુટી પાર્લર (beauti pourlar) જતી હોય છે. જોકે, બ્યુટી પાર્લર જવી યુવતીઓ માટે એક ચેતવણી રૂપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ ભયાનક ઘટના આસામમાં (assam) બની હતી. અહીં વિદેશમાં અભ્યાસ કરતી યુવતી પોતાની ફ્રેન્ડના લગ્નમાં હાજરી આપવા માટે આવી હતી. જોકે, લગ્નમાં હાજરી આપવા માટે આવી હતી. જોકે, લગ્ન પહેલા તે બ્યુટી પાર્લર ગઈ હતી. આ દરમિયાન તેનો ચહેરો બળી ગયો હતો. ત્યારબાદ યુવતીએ ફેસબુક લાઈવ કરીને પાર્લર માલિક ઉપર આક્ષેપો કર્યા હતા.

  મળતી માહિતી પ્રમાણે આસામના સિલચાર વિસ્તારમાં બિનિતા નાથ નામની યુવતી ફ્રેન્ડના લગ્નમાં હાજરી આપવા માટે આવી હતી. બિનિતા નાથ અત્યારે ઈટાલીમાં પોસ્ટ ડોક્ટરેટનો અભ્યાસ કરતી હતી. બિનિતા એનઆઈટીમાં અભ્યાસ કરી ચૂકી છે. બિનિતા ફ્રેન્ડના લગ્નમાં હાજરી આપવા પોતાના વતન સિલચાર આવી હતી.  આ પણ વાંચોઃ-

  લગ્નમાં હાજરી આપવા જાય એ પહેલા બિનિતા ચહેરા ઉપર ફેશિયલ કરાવવા માટે બ્યુટી પાર્લર ગઈ હતી. જ્યાં ફેશિયલ કરાવતી વખતે બ્યુટી પાર્લરની માલિકથી કોઈ ભૂલ થવાના કારણે તેનો ચહેરો દાઝી ગયો હતો. આમ બ્યુટીપાર્લરમાં દુર્ભાગ્યપૂર્ણ તેનો ચહેરો દાઝી ગયો હતો.  આમ ઈજાગ્રસ્ત બિનિતા હોસ્પિટલ પહોંચી હતી. અને જ્યાં તેની સારવાર કરવામાં આવી હતી. ત્યારબાદ બિનિતાએ ફેસબુક લાઈવ કરીને સમગ્ર ઘટનાનું વિવિરણ આપ્યું હતું અને આ અંગે બ્યુટીપાર્લરની માલિક ઉપર ગંભર આક્ષેપ કર્યો હતો.

  ઉલ્લેખનીય છે કે બિનિતા સુંદર દેખાવવા જતા પોતાના ચહેરો કદરૂપો કરી બેઠી હતી. આસામની આ ઘટના બ્યુટી પાર્લર જતી યુવતીઓ અને મહિલાઓ માટે ચેતવણી રૂપ ગણી શકાય.
  Published by:ankit patel
  First published:February 01, 2021, 22:33 pm

  ટૉપ ન્યૂઝ