ન્યૂઝ18 ગુજરાતી : હાલમાં જ સંપન્ન થયેલી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યો. વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં 44 સીટ જીતનારી કોંગ્રેસ આ ચૂંટણીમાં 8 સીટ વધારીને 52 સીટ જ હાસલ કરી શકી. હાર બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રાજીનામું આપવા પર અડગ છે. બીજી તરફ, પાર્ટીનો દાવો છે કે રાહુલ અધ્યક્ષ હતા, છે અને રહેશે... તો બીજી તરફ અહેવાલ છે કે તેઓ કોંગ્રેસની કોઈ બેઠકમાં સામેલ નથી થઈ રહ્યા.
આ દરમિયાન એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે રાહુલના એક નજીકના વ્યક્તિએ વિશ્વાસ અપાવ્યો હતો કે કોંગ્રેસ 184 સીટો મેળવશે. દાવો કરવામાં આવ્યો હતો કે, બહુ ઉલટફેર થાય તો પણ 164 સીટ ક્યાંય નહીં જાય. રિપોર્ટ મુજબ, રાહુલને આ દાવો કોંગ્રેસના ડેટા એનાલિસ્ટ પ્રવણી ચક્રવર્તીએ કર્યો હતો.
સંડે ગાર્જિયન લાઇવના એક રિપોર્ટના મુજબ, જાણકાર સૂત્રોએ જણાવ્યું કે 21 મેના રોજ રાજીવ ગાંધીની પુણ્યતિથિના દિવસે ચક્રવર્તીએ રાહુલ સાથે મુલાકાત કરી હતી અને તેમને સંબંધિત મત વિસ્તાર અને અંદાજિત માર્જિનની સાથે કોંગ્રેસના 184 સંભવિત વિજેતાઓની યાદી આપી હતી. કોંગ્રેસ અધ્યક્ષ ના કાર્યાલય દ્વારા ડેટાની ફરી તપાસ કરવામાં આવી અને રાહુલે પોતાના કાર્યાલયથી કહ્યું કે, પહેલીવાર ચૂંટાનારા લગભગ 100 સાંસદોની યાદી બનાવો, જેનાથી તેઓ પરિચિત નથી.
સ્ટાલિનને ગૃહ મંત્રાલય
રિપોર્ટ મુજબ, રાહુલે હારનારા સંભવિત નેતાઓની અલગ યાદી તૈયાર કરવાના નિર્દેશ આપ્યા. બીજી યાદીમાં મલ્લિકાર્જુન ખડગે, પવન બંસલ, હરીશ રાવત, અજય માકન જેવા મુખ્ય નેતા સામેલ હતા, જેમને તેઓ આગામી સરકારનો હિસ્સો બનાવવા માંગતા હતા.
રિપોર્ટ અનુસાર, મતગણતરીથી એક દિવસ પહેલા, ચક્રવર્તી તરફથી આપવામાં આવેલા રિપોર્ટના આધારે રાહુલ અને પ્રિયંકાએ સંભવિત સહયોગીઓ અને પોતાની પાર્ટીના મુખ્ય નેતાઓ સાથે સંપર્ક કરવાનું શરૂ કરી દીધું. રાહુલે ફોન પર એમ.કે. સ્ટાલિન સાથે વાત કરી અને તેમને ગૃહ મંત્રી તરીકે પોતાના ભાવિ મંત્રીમંડળમાં સામેલ કરવાની પોતાની ઈચ્છા વ્યક્ત કરી. બીજી તરફ, શરદ પવારને અનુરોધ કર્યો હતો કે તેઓ ડિસ્પેંસેશનનો હિસ્સો બને, કારણ કે તેમની ઉપસ્થિતિ મહત્વની રહેશે.
રિપોર્ટ અનુસાર, ઉત્તર પ્રદેશમાં મહાગઠબંધન કેટલી સીટો જીતી રહી હતી, તે પૂછ્યા બાદ અખિલેશ યાદવને મહત્વપૂર્ણ કેબિનેટ સીટ ઓફર કરવામાં આવી હતી. અખિલેશ યાદવે આ આંકડો 40 પ્લસ પર રાખ્યો અને રાજ્યમાં કોંગ્રેસની સંખ્યા માટે કહ્યું કે પાર્ટી નવ સીટ જીતી રહી છે, જેમાં રાયબરેલી અને અમેઠી ઉપરાંત કાનપુર, ઉન્નાવ, ફતેહપુર સીકરી પણ સામેલ હતી.
તેજસ્વીનો દાવો હતો કે બિહારમાં કોંગ્રેસ જીતશે પાંચથી છ સીટ
તેજસ્વી યાદવનું આકલન હતું કે, બિહારમાં કોંગ્રેસ પાંચથી છના આંકે પહોંચી શકે છે, જોકે તેમની પાર્ટીને લગભગ 20થી વધુ સીટ મળશે. ઉમર અબ્દુલ્લાને વિશ્વાસ હતો કે નેશનલ કોન્ફરન્સ ત્રણ સીટ જીતી શકે છે, જ્યારે કોંગ્રેસ ઉધમપુર જીતી શકે વે જ્યાંથી ડો. કર્ણસિંહના દીકરા વિક્રમાદિત્ય ચૂંટણી લડી રહ્યા હતા.
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે પ્રિયંકાએ કોંગ્રેસના મુખ્યમંત્રીઓને ફોન કરી તેમનમે પોત-પોતાના રાજ્યોથી સંભવિત મંત્રીઓની યાદી મોકલવા માટે કહ્યું. એ જાણી નથી શકાયું કે શું સીએમ તરફથી હકિકતમાં નામ મોકલવામં આવ્યા હતા કે નહીં.
રાહુલના નજીકના સલાહકાર, જેમાં એક પૂર્વ કેન્દ્રીય મંત્રી અને તેમના અંગત સચિવ કે. રાજૂ પણ સામેલ છે, દક્ષિણ દિલ્હીમાં એક પ્રસિદ્ધ સિનિયર વકીલના ઘરે ગયા અને ભારતના રાષ્ટ્રપતિ માટે બે ડ્રાફ્ટ તૈયાર કરાવ્યા. એક ડ્રાફ્ટ સીધો કોંગ્રેસના દાવા માટે વિશિષ્ટ હતો અને બીજો યૂણીએના કોઈ પણ સહયોગીના સમર્થન કરવા માટે તૈયાર કરવામાં આવ્યો હતો. બે પત્ર કોંગ્રેસ અધ્યક્ષના કાર્યાલયમાં આપવામાં આવ્યા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર