ફાંસી પહેલા મોતનો ડર! માતાને મળતાં જ ચોધાર આંસુએ રડી પડ્યો નિર્ભયાનો દોષી

News18 Gujarati
Updated: January 12, 2020, 2:52 PM IST
ફાંસી પહેલા મોતનો ડર! માતાને મળતાં જ ચોધાર આંસુએ રડી પડ્યો નિર્ભયાનો દોષી
જેમ-જેમ ફાંસીની તારીખ નજીક આવી રહી છે તેમ-તેમ નિર્ભયા કેસના દોષિતોનો ડર વધતો જઈ રહ્યો છે

જેમ-જેમ ફાંસીની તારીખ નજીક આવી રહી છે તેમ-તેમ નિર્ભયા કેસના દોષિતોનો ડર વધતો જઈ રહ્યો છે

  • Share this:
નવી દિલ્હી : નિર્ભયા ગેંગરેપ કેસ (Nirbhaya Gangrape case)ના દોષિતોને 22 જાન્યુઆરીએ ફાંસીની સજા (Death Sentence) આપવામાં આવશે. ફાંસી પહેલા દોષિતોના પરિજનો તેમને મળવા માટે તિહાડ જેલ પહોંચી રહ્યા છે. આ કડીમાં શનિવારે જેલ પ્રશાસને દોષી મુકેશ સિંહના પરિજનોને મળવાની મંજૂરી આપી. અંગ્રેજી અખબાર ધ ટાઇમ્સ ઑફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, માતાને મળતાં જ મુકેશ સિંહ ભાવુક થઈ ગયો અને ચોધાર આંસુએ રડવા લાગ્યો.

મુકેશ ચોધાર આંસુએ રડવા લાગ્યો

કહેવામાં આવી રહ્યું છે કે, મુલાકાત દરમિયાન મુકેશ સિંહ અનેકવાર રડ્યો, પરંતુ આ દરમિયાન પરિજનોએ તેને સમજાવ્યો કે સુપ્રીમ કોર્ટમાં ક્યૂરેટિવ પિટિશન કરી છે અને એવામાં થોડા સમયમાં બધું ઠીક થઈ જશે. સાથોસાથ તેઓએ દયા અરજી વિશે પણ જણાવ્યું. જેલ અધિકારીઓ મુજબ, આ મુલાકાત છેલ્લી મુલાકાત જેવી પરિસ્થિતિ નહોતી. નિયમો મુજબ, તેમને સપ્તાહમાં બે વાર પરિજનો સાથે મળવાની મંજૂરી આપવામાં આવે છે.

બદલાઈ ગયો વ્યવહાર

જેમ-જેમ ફાંસીની તારીખ નજીક આવી રહી છે તેમ-તેમ દોષિતોનો ડર વધતો જઈ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે નિર્ભયાના ચારેય દોષિતોએ હાલ જેલમાં કોઈ પણ સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું છે. ગત સપ્તાહે જેલકર્મી સાથે કોઈ વાત પર વિવાદ થતાં મારામારીની પણ સ્થિતિ ઊભી થઈ હતી.

સુપ્રીમ કોર્ટમાં ક્યૂરેટિવ પિટિશનનોંધનીય છે કે, નિર્ભયા કેસમાં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટથી ડૅથ વૉરન્ટ જાહેર થયા બાદ બે દોષિતો તરફથી ક્યૂરેટિવ પિટિશન દાખલ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટમાં તેની પર 14 જાન્યુઆરીએ સુનાવણી થશે. આ દિવસે ખબર પડશે કે નિર્ભયાના દોષિતોને 22 જાન્યુઆરીએ ફાંસી આપવામાં આવશે કે પછી દોષિતોને થોડા દિવસ વધારાની મહોલત મળશે. અરજીમાં ફાંસીની સજાને આજીવન કેદમાં બદલવાની માંગ કરવામાં આવી છે. વિનયે કહ્યું કે, સુપ્રીમ કોર્ટ સહિત તમામ કોર્ટેએ મીડિયા અને નેતાઓના દબાણમાં આવીને તેમને દોષી ઠેરવ્યા છે. ગરીબ હોવાના કારણે તેમને મોતની સજા ફટકારવામાં આવી છે.

આ પણ વાંચો, નિર્ભયાના દોષિતોને લાગી રહ્યો છે મોતનો ડર, ખાવા-પીવાનું પણ છોડ્યું
Published by: Mrunal Bhojak
First published: January 12, 2020, 2:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading