કોરોના : બીજા દેશવ્યાપી ડ્રાઇ રન પહેલા દિલ્હી પહોંચી કોવિશીલ્ડની પ્રથમ ખેપ

કોરોના : બીજા દેશવ્યાપી ડ્રાઇ રન પહેલા દિલ્હી પહોંચી કોવિશીલ્ડની પ્રથમ ખેપ
કોરોના : બીજા દેશવ્યાપી ડ્રાઇ રન પહેલા દિલ્હી પહોંચી કોવિશીલ્ડની પ્રથમ ખેપ

દેશભરમાં કોરોના વેક્સિનેશનની તૈયારીઓ વચ્ચે શુક્રવારે દેશભરમાં બીજો ડ્રાઇ રન થશે

 • Share this:
  નવી દિલ્હી : દેશભરમાં કોરોના વેક્સિનેશનની (Covid-19 Vaccination)તૈયારીઓ વચ્ચે શુક્રવારે દેશભરમાં બીજો ડ્રાઇ રન (Dry run)થવાનો છે. આ વચ્ચે ખબર છે કે સીરમ ઇન્સ્ટિટ્યૂટની (Serum Institute)વેક્સીન કોવિશીલ્ડનો (Covishield)પ્રથમ ખેપ દિલ્હી પહોંચી ગયો છે. ઉલ્લેખનીય છે કે કોવિશીલ્ડને ભારતમાં સશર્ત ઇમરજન્સી યૂઝની મંજૂરી આપી દેવામાં આવી છે. આ સિવાય ભારત બાયોટેકની વેક્સીન કોવેક્સીનને પણ ઇમરજન્સી મંજૂરી મળી છે. આ વેક્સીન ભારત બાયોટેકે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ સાથે મળીને તૈયાર કરી છે.

  અધિકારીઓના મતે ફ્લાઇટ નંબર AI-850માં પૂણેથી દિલ્હી કોવિશીલ્ડનો પ્રથમ ખેપ પહોંચ્યો છે. ઓક્સફોર્ડ-એસ્ટ્રેજેનેકા દ્વારા તૈયાર કરવામાં આવેલી આ વેક્સીન ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બનાવવામાં આવી છે. તેને 2 થી 8 ડિગ્રી સેલ્સિયસના તાપમાનમાં સ્ટોર કરીને રાખવાની છે. તેને સામાન્ય ફ્રીઝરમાં પણ રાખવામાં આવી શકે છે. ભારત જેવા દેશ માટે આ મોટી ખાસિયત અને રાહત માનવામાં આવે છે.  આ પણ વાંચો - રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો, નવા 667 કેસ, મૃત્યુઆંક પણ ઘટ્યો

  પ્રથમ ચરણમાં ફ્રન્ટલાઇન વર્કસ પર હશે સરકારની પ્રાથમિકતા

  નેશનલ કોવિડ ટાસ્ક ફોર્સના હેડ ડૉ. વિનોદ પોલે કેટલાક દિવસો પહેલા ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં કહ્યું હતું કે કોવિડ ટિકાકરણ માટે સરકાર, ઇન્ડસ્ટ્રી અને અન્ય સ્ટેહોલ્ડર્સ એક સાથે મળીને ટીમની જેમ કામ કરી રહ્યા છે. પહેલા ફેઝમાં દેશમા 30 કરોડ લોકોને ટિકાકરણ કરવામાં આવશે. તેમની પ્રાથમિકતાના આધારે પસંદગી કરી છે.

  વેક્સીનની અવરજવરનું કેન્દ્ર પૂણે હશે

  સરકારી સૂત્રોએ જણાવ્યું કે આખા દેશમાં વેક્સીન ટ્રાન્સપોર્ટ માટે એક કોમન ડ્રાફ્ટ તૈયાર કરી લેવામાં આવ્યો છે. આ ડ્રાફ્ટ જલ્દી સ્ટોકહોલ્ડર્સ સાથે શેર કરવામાં આવશે. સૂત્રોએ જાણકારી આપી છે કે ટ્રાસપોર્ટેશન આજે કે કાલે શરૂ થઈ જશે. વેક્સીનનું અવરજવરનું કેન્દ્ર પૂણે હશે. પેસેન્જર વિમાનોનો ઉપયોગ પણ વેક્સીનની અવરજવર માટે કરવામાં આવશે.
  Published by:Ashish Goyal
  First published:January 07, 2021, 22:58 IST

  ટૉપ ન્યૂઝ