પૃથ્વી પર સૌથી વધુ વિચારવા અને સમજવાની તાકાત મનુષ્યમાં છે. મનુષ્યના મગજના સેલ તેને આ કાબેલિયત આપે છે. જોકે એક અભ્યાસમાં બહાર આવ્યું છે કે, મનુષ્યના મગજમાં રહેલા સેલ કરતા મધમાખીના મગજમાં વધુ બ્રેન શેલ હોય છે. પક્ષીઓ, મધમાખી અને કીડીઓ વચ્ચે કરવામાં આવેલા તુલનાત્મક અધ્યયનમાં વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું કે, મધમાખીઓના મગજમાં સૌથી વધુ બ્રેન સેલ હોય છે.
આશ્ચર્યજનક રીતે કીડીમાં ન્યુરોન્સની ઘનતા ખૂબ ઓછી હોવાનું જોવા મળ્યું હતું. ન્યુરોન્સના આ તફાવતો તેમની ખૂબ જ અલગ જીવનશૈલીને કારણે છે. મધમાખીઓ ઉડે ત્યારે વિઝ્યુઅલ ઇન્ફોર્મેશનની તુરંત જરૂર રહે છે. આ ઉપરાંત અવાજ, સુગંધ અને યાદોના સહારે તે અલગ અલગ સ્થળોએ તાલમેલ બનાવે છે. જોકે,મગજના કદ સાથે સમજ કે વિચારવાની શક્તિ સાથે કોઈ લેવાદેવા નથી. ઘણા પ્રાણીઓમાં મગજનું કદ નાનું હોય છે. છતાં તેઓ મોટા કદના પ્રાણી કરતા વધુ બુદ્ધિશાળી હોય છે.
ન્યૂઝ સાયન્ટીસ્ટના મત મુજબ એરિઝોના યુનિવર્સિટીમાં રિબેકા કેટિંગ ગોડફ્રેની આગેવાની હેઠળના પ્રયોગોમાં મધમાખી, ભમરી, કીડી અને ફ્લાયની પ્રજાતિઓ સહિત 32 વિવિધ પ્રજાતિઓનાં 450 જંતુઓનાં મગજનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં મગજના કોષોની ગણતરી માટે તાજેતરમાં વિકસિત કરાયેલી તકનીકનો ઉપયોગ કર્યો હતો.
અભ્યાસથી કેટલીક મધમાખીમાં અન્ય જાતિઓ કરતાં કોષની ઘનતા વધારે હોવાનું જાણવા મળ્યું છે. મેટાલિક ગ્રીન સ્વીટ બીમાં સૌથી વધુ ઘનતા હતી. જેનું પ્રમાણ પ્રતિ મિલિગ્રામે 2 મિલિયન હતું. જ્યારે કીડીની નોવોમેસર કોકરેલી પ્રજાતિમાં મિલિગ્રામ દીઠ માત્ર 400,000 કોષો હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર