ગેંગરેપ બાદ બ્યૂટી ક્વીનની હત્યા, હોટલના બાથરૂમમાં મળી લાશ

ગેંગરેપ બાદ બ્યૂટી ક્વીનની હત્યા, હોટલના બાથરૂમમાં મળી લાશ
ફિલિપાઇન્સમાં બ્યૂટી ક્વીન હતી ક્રિસ્ટીન (Photo: Social Media)

ક્રિસ્ટીનની લાશ પર ઈજાના અનેક ઘા જોવા મળ્યા, ન્યાય અપાવવા લોકોએ સોશિયલ મીડિયા પર ચલાવ્યું અભિયાન

 • Share this:
  મનીલાઃ ફિલિપાઇન્સ (Philippines)માં એક બ્યૂટી ક્વીનની સાથે ગેંગરેપ (Gangrape) અને હત્યા (Murder)ની ઘટના સામે આવી છે. આ ઘટનાએ સમગ્ર દેશવાસીઓને આંચકો આપ્યો છે. લોકોએ પીડિતાને ન્યાય અપાવવા માટે સોશિયલ મીડિયા (Social Media) ઉપર પણ અભિયાન શરૂ કરી દીધું છે. બ્યૂટી ક્વીનની લાશ હોટલના બાથરૂમમાંથી મળી આવી છે. પોલીસની પ્રારંભિક તપાસમાં ક્રિસ્ટીનની સાથે ગેંગરેપ બાદ હત્યાની વાત સામે આવી રહી છે.

  23 વર્ષીય ક્રિસ્ટીન (Christine Dacera) બ્યૂટી ક્વીન રહી ચૂકી છે. સાથોસાથ હાલના દિવસોમાં ફિલિપાઇન્સ એરલાઇન્સમાં ફ્લાઇટ અટેન્ડન્ટનું કામ કરી રહી હતી. તેની લાશ મકાતી શહેરની એક ફોર સ્ટાર હોટલની બાથરૂમના બાથટબમાંથી મળી. પોલીસે જાણકારી આપી છે કે તપાસ દરમિયાન ક્રિસ્ટીનના શરીર પર અનેક ઊંડા ઈજાના ઘા મળ્યા છે.  આ પણ વાંચો, અમિતાભ બચ્ચને શૅર કરી ભવિષ્યની મહિલા ક્રિકેટ ટીમ, શું જીવા બનશે કેપ્ટન?

  પોલીસે ક્રિસ્ટીન પર કોઈ અણીદાર વસ્તુથી અનેકવાર કરવાની આશંકા વ્યક્ત કરી છે. પોલીસે શબને તપાસ માટે મોકલી આપી છે. હવે માનવામાં આવી રહ્યું છે કે અટોપ્સી રિપોર્ટ આવ્યા બાદ મામલાને લઈ વધુ ખુલાસા થઈ શકે છે. નોંધનીય છે કે ક્રિસ્ટીન દવાઓ શહેરમાં જન્મી છે. તે 2017ની મિસ સિલ્વા દવાઓની રનર અપ રહી ચૂકી છે. તે મટિયા એનજી દાવો 2019ની ફાઇનલિસ્ટ પણ રહી ચૂકી છે.

  આ પણ વાંચો, WhatsApp પોલિસી વિવાદથી Telegram થયો ફાયદો, એશિયામાં સબ્સક્રાઇબર 50 કરોડને પાર

  પોલીસે આ ગેંગરેપ અને હત્યાકાંડ પર જાણકારી આપતા કહ્યું કે પોલીસના નિશાન પર 11 લોકો છે જેમાંથી 3 લોકોને પોલીસે કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી રહી છે. બીજી તરફ અન્ય લોકોની શોધખોળ માટે પોલીસની ટીમ લાગી ગઈ છે. ફિલિપાઇન્સમાં બ્યૂટી ક્વીનની સાથે આવી ઘટના સામે આવ્યા બાદ સામાન્ય લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. લોકો સોશિયલ મીડિયા પર ક્રિસ્ટીનનો ફોટો શૅર કરી રહ્યા છે અને ઘટના પર નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. ટ્વીટર પર #justiceforchristinedacera ટ્રેન્ડ કરવા લાગ્યું હતું.
  Published by:Mrunal Bhojak
  First published:January 14, 2021, 10:47 am

  ટૉપ ન્યૂઝ