Home /News /national-international /બ્યુટી કોન્ટેસ્ટ જીતનારને કેનેડીયન NRI સાથે લગ્ન કરવાની સુવર્ણ તક! પંજાબમાં લાગ્યા પોસ્ટર, વિવાદ વકર્યો
બ્યુટી કોન્ટેસ્ટ જીતનારને કેનેડીયન NRI સાથે લગ્ન કરવાની સુવર્ણ તક! પંજાબમાં લાગ્યા પોસ્ટર, વિવાદ વકર્યો
પંજાબમાં લાગ્યા પોસ્ટર્સ
Bathinda Posters Controversy: પંજાબના ભટિંડામાં પોસ્ટર્સ ચર્ચાનો વિષય બન્યા છે. આ પોસ્ટર્સ પરની જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે 23 ઓક્ટોબરે બ્યૂટી કોન્ટેસ્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વિજેતા યુવતીને કેનેડિયન NRI સાથે લગ્ન કરવાની તક આપવામાં આવશે.
ભટિંડા: પંજાબના ભટિંડામાં પોસ્ટર્સ ચર્ચાનો વિષય બન્યા છે. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી છે અને બે શખ્સો સામે કાર્યવાહી કરી છે. આ પોસ્ટર્સ પરની જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે 23 ઓક્ટોબરે બ્યૂટી કોન્ટેસ્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વિજેતા યુવતીને કેનેડિયન NRI સાથે લગ્ન કરવાની તક આપવામાં આવશે. આ પોસ્ટરોને લઈને વિવાદ થયા બાદ પોલીસે આ કેસમાં FRI નોંધી છે.
ફક્ત જનરલ કાસ્ટની મહિલાઓ માટે જ
આ બનાવ અંગે વધુ વિગતો મુજબ આયોજકોએ 23 ઓક્ટોબરના રોજ હોટલમાં યોજાનારી હરીફાઈની જાહેરાત કરતા પોસ્ટરો શહેરના જાહેર સ્થળોએ લગાવ્યા હતા. જાહેરાતમાં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે બ્યુટી કોન્ટેસ્ટ ફક્ત જનરલ કાસ્ટની મહિલાઓ માટે જ છે. આ પોસ્ટરો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. લોકોએ આ કોન્ટેસ્ટનો વિરોધ કરવા પોસ્ટરો પર આપેલા ફોન નંબરો પર ફોન કરવાનું શરૂ કર્યું હતું, પરંતુ આ નંબરો બંધ હોવાનું જણાયું હતું. કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો અને કેટલાકે આયોજકો સામે પોલીસ કાર્યવાહી કરવા સુધીની તૈયારી કરી હતી.
આરોપીઓની ઓળખ કરવામાં આવી
આ કેસમાં આરોપીઓની ઓળખ સુરિંદર સિંહ અને રામ દયાલ સિંહ જૌરા તરીકે થઈ છે. પોલીસે તેમની સામે આઈપીસીની કલમ 420 (છેતરપિંડી અને અપ્રમાણિકતાથી સંપત્તિની ડિલિવરી માટે પ્રેરિત કરવા), 419 (છેતરપિંડી), 501 (બદનામી કરનારી બાબતનું છાપકામ અથવા કોતરણી), 509 (મહિલાના અપમાનનો ઇરાદો ધરાવતો શબ્દ, હાવભાવ અથવા કૃત્ય) અને 109 ઉશ્કેરણીજનક કૃત્ય) સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.
આ દરમિયાન, જાહેરાતમાં ઉલ્લેખિત હોટલના માલિકે દાવો કર્યો હતો કે સ્પર્ધા માટે કોઈ બુકિંગ થયું નથી. જોકે પોલીસે આ કેસની વધુ તપાસ કરશે તેમ જણાવ્યું હતું. પોલીસનું માનવું છે કે, કેનેડા જવાનો પ્રયાસ કરી રહેલી ભોળી યુવતીઓને ફસાવવા માટે આ બ્યુટી કોન્ટેસ્ટ એક ચાલ હતી.\
અહીં ઉલ્લેખનિય છે કે, પંજાબના લોકોમાં કેનેડા જવાનો ક્રેઝ છે. કેનેડા જવાના વચન સાથે નકલી લગ્ન બાદ લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હોય તેવા અનેક કિસ્સાઓ વર્ષોથી સામે આવતા હોય છે. પંજાબમાં એનઆરઆઈ સાથે લગ્ન કરવાના નામે થતી છેતરપિંડીને ધ્યાનમાં રાખીને સરકારે થોડા વર્ષો પહેલા જાગૃતિ કાર્યક્રમ પણ શરૂ કર્યો હતો. આ અંતર્ગત લોકોને સૂચન કરવામાં આવ્યું હતું કે, દીકરીઓના લગ્ન પહેલા માતાપિતાએ વિદેશમાં રહેતા યુવકની યોગ્ય તપાસ કરાવવી જોઈએ.
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર