Home /News /national-international /સ્વરૂપવાન પત્નીને પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઈ ગયો પતિ, ચેતવણી આપી બંનેને છોડી દીધા, દગાબાજ પત્નીએ પતિની કરી હત્યા
સ્વરૂપવાન પત્નીને પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઈ ગયો પતિ, ચેતવણી આપી બંનેને છોડી દીધા, દગાબાજ પત્નીએ પતિની કરી હત્યા
પતિ પત્નીની તસવીર
પત્ની સ્વરૂપવાન હતી જ્યારે પતિનો રંગ કાળો હતો. જેથી પત્ની તેને ઓછો પસંદ કરતી હતી. પતિની ધમકી બાદ દગાબાજ પત્ની મેરીને લાગ્યું કે જો પતિ જીવતો રહેશે તો તેની રોમાન્સ અટકી જશે.
વિલ્લુપુરમઃ લગ્નેત્તર સંબંધોનો (Extramarital affair) કરુણ અંજામ આવતો હોવાના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. પરંતુ તમિલનાડુમાં (Tamilnadu) બનેલી એક ઘટનામાં લગ્નત્તર સંબંધ રાખનાર પત્નીએ જ પોતાના પ્રેમી સાથે મળીને પતિની હત્યા (wife killed husband) કરીને ઘરના પાછળના ભાગમાં દાટી દીધો હતો. માનવામાં આવી રહ્યું છે કે પત્ની સ્વરૂપવાન હતી જ્યારે પતિનો રંગ કાળો હતો. જેથી પત્ની તેને ઓછો પસંદ કરતી હતી. પતિ ટેક્સી ચલાવીને (taxi driver) પરિવારનું ભરણપોષણ કરતો હતો. બંનેના લગ્નજીવનમાં બે બાળકો પણ છે. લગ્નજીવન સુખેથી (marriage life) પસાર થતું હતું. ત્યારે કોરોના વાયરસના (coronavirus) કારણે લોકડાઉન (lockdown) થયું અને જીવન પસાર કરવું મુશ્કલે બની ગયું હતું. ત્યારે દંપત્તી ચેન્નાઈમાં (Chennai) ભાડાનું મકાન ખાલી કરીને ગામ સોનથુરી જતા રહ્યા હતા.
જોકે, લોકડાઉન ખુલતા પતિ લીઓ પોતાની પત્ની મેરીને બે બાળકો સાથે ગામમાં મૂકીને કામની શોધમાં ચેન્નાઈ પાછો ગયો હતો. લીઓ ચેન્નાઈમાં કમાઈને ગામડે મેરીને પૈસા મોકતો હતો. આમ ચાલતું હતું ત્યારે મેરીને રોકી નામના યુવક સાથે પરિચય થયો અને આ પરિચન પ્રેમમાં બદલાયો હતો. મેરી અને રોકી છાસવારે શરીર સુખ માણતા હતા. બીજી તરફ લીઓ ક્યારેક પત્નીને જાણ કરીને ગામડે આવતો હતો. ત્યારે મેરી જાણે જીવનમાં કંઈ બન્યું જ નથી એમ વર્તન કરતી હતી. અને પતિ જાય ત્યારે રોકી સાથે રંગરલિયા મનાવતી હતી.
જોકે, એક દિવસ લીયો પત્નીને કહ્યા વગર અડધી રાત્રે ઘરે પહોંચી જાય છે. દરવાજો ખોલતા જ જે દ્રશ્ય જુએ છે તેનાથી લીયોના પગ નીચેથી જાણે જમીન સરકી જાય છે. પોતાની પત્ની મેરી રોકી નામના યુવક સાથે કઢંગી હાલતમાં હતી. જ્યારે બીજા રૂમમાં પોતાના બે બાળકો ઉંઘતા હતા.
લીયોને લાગતું કે તેની પત્ની મેરી બે બાળકોનું ધ્યાન રાખે છે પરંતુ મેરી તો તેના પ્રેમી શાતે શારીરિક શુખ માણવામાં મગ્ન રહે છે. જોકે બાળકોના ભવિષ્યનો વિચાર કરીને લીયો પત્ની મેરી અને તેના પ્રેમીને ચેતવણી આપીને છોડી દે છે. લીયોએ બંનેને ચેતવણી આપી હતી કે જો આવું ફરીથી થશે તો જાનથી મારી નાંખીશ.
પતિની ધમકી બાદ દગાબાજ પત્ની મેરીને લાગ્યું કે જો પતિ જીવતો રહેશે તો તેની રોમાન્સ અટકી જશે. એટલે પોતાના પતિને રસ્તામાંથી હટાવવા માટે પ્લાન ઘડ્યો હતો. અને એક દિવસ જ્યારે પતિ નશામાં ચૂર ઊંઘતો હતો ત્યારે પત્નીએ તેના પ્રેમીને બોલાવી તેની હત્યા કરીને ઘરના પાછળના ભાગમાં દાટી દીધો હતો.
" isDesktop="true" id="1077662" >
જોકે લીઓના પિતા એટલે કે મેરીના સસરા લીયો પાસે મદદ માટે આવ્યા ત્યારે સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો. અને પોલીસ ગુનો નોંધી વધુ તપાસ હાથધરી હતી. પોલીસે ખોદીને લાશને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકીલ આગળની કાર્યવાહી હાથધરી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર