માઉન્ટ આબૂ : વરસાદનો આનંદ લેતા રીંછનો વીડિયો વાયરલ

કેમેરામાં કેદ થયેલું રીંછ.

માઉન્ટ આબૂ (Mount Abu)માં છેલ્લા બે-ત્રણ દિવસથી સવાર હોય કે સાંજ, સતત ઝરમર વરસાદ પડી રહ્યો છે, સહેલાણી (Tourist)ઓ પણ આ વરસાદનો આનંદ ઉઠાવી રહ્યા છે.

 • Share this:
  માઉન્ટ આબુ : રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબૂ (Mount Abu)માં આજકાલ સારો એવો વરસાદ પડી રહ્યો છે. છેલ્લા બે-ત્રણ દિવસથી અહીં સવાર હોય કે સાંજ, સતત ઝરમર વરસાદ (Mount Abu Rain) પડી રહ્યો છે. સહેલાણી (Tourist)ઓ પણ આ વરસાદનો આનંદ ઉઠાવી રહ્યા છે. ઝરમર વરસાદમાં એક રીંછ (Bear) વરસાદનો આનંદ લેતું કેમેરામાં કેદ થયું છે. માણસ વરસાદનો આનંદ લે તો રીંછ કેમ નહીં?

  માઉન્ટ આબૂથી આબૂ રોડ જતા માર્ગ પર આ જ પ્રકારે એક રીંછ વરસાદનું આનંદ લેતું હોય તેવો વીડિયો એક પર્યટકે પોતાના મોબાઇલમાં કેદ કરી લીધો હતો. જેમાં જોઈ શકાય છે કે રીંછ વરસાદનો આનંદ લેતા ઉછળી રહ્યું છે. વરસાદને કારણે પ્રકૃતિ સોળેકળાએ ખીલી છે ત્યારે તેનો રોમાંચ ફક્ત મનુષ્યો જ નહીં પરંતુ પ્રાણીઓને પણ ખુશ કરી દે છે. રીંછનો વાયરલ થયેલો વીડિયો તેનું ઉદારણ છે.

  એક અલભ્ય પ્રાણીનો વીડિયો વાયરલ  ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસિસ ઑફિસર સુધા રામેન તરફથી એક અલભ્ય પ્રાણીનો વીડિયો ટ્વીટર પર શેર કરવામાં આવ્યો છે. પ્રથમ નજરે જોતા આ પ્રાણી બ્લેક પેન્થર લાગે છે. પરંતુ હકીકતમાં આ પ્રાણી બ્લેક પેન્થર કેબિલાડી કૂળનું નથી. આ એક નિલગીરી માર્ટિન (Nilgiri marten-નોળિયાને મળતું એક પ્રાણી) છે. આ પ્રાણી ખાસ કરીને દક્ષિણ ભારતમાં જોવા મળે છે. આ ભારતમાં જોવા મળતું એકમાત્ર માર્ટિન છે. તે ખાસ કરીને નિલગીરી હીલ્સ અને વેસ્ટર્ન ઘાટમાં મળી આવે છે.

  આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે. નિલગીરી માર્ટિન ખોરાક તરીકે નાના પક્ષીઓ અને ખૂબ નાના પ્રાણીઓ ખાય છે. અધિકારી તરફથી આ અંગેનો વીડિયો શેર કરવામાં આવ્યા બાદ લોકોએ ટ્વીટર પર અવનવી કૉમેન્ટ્સ કરી હતી. લોકો કહી રહ્યા હતા કે અમને ખબર ન હતી કે આવું પણ કોઈ પ્રાણી હોય છે.
  Published by:Vinod Zankhaliya
  First published: