ડૉક્ટરોની ચેતવણી- 'ભારતમાં કોરોનાની આ તો શરૂઆત છે, આકરા સમય માટે તૈયાર રહો'

News18 Gujarati
Updated: June 13, 2020, 9:15 AM IST
ડૉક્ટરોની ચેતવણી- 'ભારતમાં કોરોનાની આ તો શરૂઆત છે, આકરા સમય માટે તૈયાર રહો'
ફાઇલ તસવીર

Covid-19 Crisis : દિલ્હીની મેક્સ હૉસ્પિટલમાં એમ્બ્યુલન્સ મારફતે સતત દર્દીઓને લાવવામાં આવી રહ્યા છે. અહીં 20 ટકા બેડ કોરોના દર્દીઓ માટે અનામત રાખવામાં આવી છે.

  • Share this:
નવી દિલ્હી : કોરોના વાયરસ (Coronavirus)થી સંક્રમિત લોકોની સંખ્યા ત્રણ લાખને પાર કરી ગઈ છે. અત્યાર સુધી સાડ છ હજાર લોકોનાં મોત થયા છે. કોરોના વાયરસનો ચેપ (Corona Infection) દેશમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. દરરોજ સરેરાશ 10 હજાર કેસ સામે આવી રહ્યા છે. જોકે, ડૉક્ટરો (Doctors)નું કહેવું છે કે આ તો ફક્ત શરૂઆત છે, આગામી દિવસો વધારે મુશ્કેલીભર્યાં હોઈ શકે છે. અનેક સંશોધન (Research) અને અભ્યાસ (Corona Study)માં દાવો કરવામાં આવ્યો છે કે જુલાઇ અને ઓગસ્ટમાં દર્દીઓ (Corona Patients)ની સંખ્યામાં રેકોર્ડ વધારો થશે.

'કોરોના સામે લડવા માટે તૈયાર રહો'

આ દરમિયાન સમાચાર એજન્સી એએફપી સાથે વાતચીત કરતા દિલ્હીની મેક્સ હૉસ્પિટલના ડૉક્ટર દેવેન જુનેજાએ કહ્યુ કે કોરોનાના ખરાબ તબક્કા માટે દરેક લોકોએ તૈયાર રહેવું જોઇએ. તેમણે કહ્યુ, "કોરોના ક્યારે ઝડપ પકડશે તે કહેવું મુશ્કેલ છે. આપણે બધા સારી આશા રાખી રહ્યા છીએ પરંતુ તેની સાથે આપણે માનસિક અને શારીરિક રીતે કોરોના સામે લડવા માટે તૈયાર રહેવું જોઈએ." ડૉક્ટર જુનેજાના જણાવ્યા પ્રમાણે તાજેતરમાં દર્દીઓની સંખ્યામાં ખૂબ વધારો થયો છે. આ સાથે જ હૉસ્પિટલમાં બેડની માંગ ખૂબ વધી છે. આ કાળમાં તેમના પર દબાણ વધી રહ્યું છે. તેઓ એકબીજાની હિંમત વધારી રહ્યા છે.

આ પણ વાંચો : EXCLUSIVE : પૂર્વ IAS વિરુદ્ધ ફરિયાદ દાખલ, અયોધ્યા રામ મંદિર સાથે ગાઢ સંબંધ

'અમને પણ ડર લાગે છે'

દિલ્હીની મેક્સ હૉસ્પિટલમાં એમ્બ્યુલન્સ મારફતે સતત દર્દીઓને લાવવામાં આવી રહ્યા છે. અહીં 20 ટકા બેડ કોરોના દર્દીઓ માટે અનામત રાખવામાં આવી છે. અહીંની એક નર્સ જ્યોતિ ઈસ્ટરનું કહેવું છે કે તેમને પણ ડર લાગે છે, કારણ કે કોરોના ક્યારે અને કેવી રીતે તેમના પર હુમલો કરશે તેની ખબર નથી. ડૉક્ટર અને નર્સ માટે પીપીઈ કીટ પહેરીને કામ કરવું ખૂબ જ પડકારભર્યું છે. અહીંની એક નર્સ વિનીતા ઠાકુરનું કહેવું છે કે ગરમીના સમયમાં આ કિટને વધારે સમય સુધી પહેરવા માટે માનસિક અને શારીરિક તાકાતની જરૂર પડે છે.

'ડૉક્ટર મારા માટે ભગવાન'

એએફપી સાથે વાતચીત કરતા એક દર્દી ભુપિન્દર શર્માએ જણાવ્યું કે કોરોનાના મુશ્કેલ સમયમાં ડૉક્ટર અને નર્સ ભગવાનથી ઓછા નથી. તેમણે કહ્યુ, 'દર્દીઓની સારવાર માટે ડૉક્ટર અને નર્સ પોતાનો જીવ જોખમમાં મૂકે છે. આનાથી મોટું કામ શું હોઈ શકે?' નોંધનીય છે કે દિલ્હી અને મુંબઈમાં કોરોના દર્દીઓને બેડ ન મળી રહી હોવાની અનેક ફરિયાદ સામે આવી રહી છે.

આ પણ વાંચો :  ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 187 તાલુકામાં વરસાદ, વિજાપુરમાં સાડા પાંચ ઇંચ વરસાદ નોંધાયો
First published: June 13, 2020, 9:15 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading