નવી દિલ્હી : જનરલ બિપિન રાવતે ભારત પાકિસ્તાન સરહદે તહેનાત તમામ અધિકારીઓ અને સુરક્ષા જવાનોને તમામ પરિસ્થિતિ માટે તૈયાર રહેવાનું કહ્યું છે. સાથે જ સેના પ્રમુખ બિપિન રાવતે ભારતીય વાયુસેના સાથે કોર્ડિનેશનમાં રહેવાનું પણ કહ્યું છે.
જમ્મુ-કાશ્મીર ખાતે સરહદ નજીક આવેલી ચોકીઓ અને તેમજ રાજસ્થાનમાં આંતરરાષ્ટ્રીય સરહદની મુલાકાત લીધા બાદ જનરલ રાવતે સૈન્ય માટે આ માર્ગદર્શિકા બહાર પાડી હતી.
આ મુલાકાત દરમિયાન આર્મી ચીફને સરહદ પર કોઈ આપતકાલિન સ્થિતિમાં કેવી તૈયારી છે તેની માહિતી આપવામાં આવી હતી. આર્મીએ જણાવ્યું હતું કે, મુલાકાત દરમિયાન આર્મી ચીફે પાકિસ્તાન તરફથી કોઈ પણ અધમ કૃત્યનો જવાબ આપવા માટે આર્મી સંપૂર્ણ રીતે તૈયાર હોવાનો મત રજૂ કર્યો હતો.
આર્મી તરફથી એક નિવેદનમાં કહેવાયું છે કે, "સૈન્ય દળોમાં ખૂબ ઉત્સાહ હોવાની આર્મી ચીફે પ્રશંસા કરી હતી. એટલું જ નહીં તેમણે એરફોર્સના કોર્ડિનેશનમાં રહીને કોઈ પણ પરિસ્થિતિ માટે તૈયાર રહેવા માટે જણાવ્યું હતું."
રાજસ્થાન ખાતે જનરલ બિપિન રાવતે બાડમેર અને સુરતગઢની મુલાકાત લીધી હતી. 26મી ફેબ્રુઆરીના રોજ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના બાલાકોટ ખાતે જૈશના તાલિમ કેન્દ્ર પર બોમ્બ ફેંક્યા બાદ બંને દેશ વચ્ચે તણાવ ખૂબ વધી ગયો છે. જેના જવાબમાં પાકિસ્તાન એરફોર્સે 27મી ફેબ્રુઆરીના રોજ ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરી હતી.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર