નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ કોરોના વાયરસ (Coronavirus) ની વિરુદ્ધ લડાઈને સફળ બનાવવા માટે લોકોને રવિવારે જનતા કર્ફ્યૂ (Janata Curfew) નો હિસ્સો બનવાનો અનુરોધ કર્યો છે. પીએમ મોદીએ કોરોના વાયરસને સંક્રમિત થતો રોકવા માટે સામાજિક અંતર રાખવા માટે રવિવાર સવારના સાત વાગ્યાથી રાતના ૯ વાગ્યા સુધી જનતા કર્ફ્યૂ નો પ્રસ્તાવ મૂક્યો હતો.
વડાપ્રધાને ટ્વિટર પર લખ્યું કે, જનતા કર્ફ્યૂ શરૂ થઈ રહ્યો છે. મારી વિનંતી છે કે તમામ નાગરિક આ દેશવ્યાપી અભિયાનનો હિસ્સો બનો અને કોરોના વાયરસની વિરુદ્ધ લડાઈને સફળ બનાવો. આપણો સંયમ અને સંકલ્પ આ મહામારીને પરાસ્ત કરીને રહીશું. તેઓએ કહ્યું કે અત્યારે લેવામાં આવેલા પગલાને આવનારા સમયમાં મદદ કરશે. ઘરમાં રહો અને સ્વસ્થ રહો.
जनता कर्फ्यू शुरू हो रहा है...
मेरी विनती है कि सभी नागरिक इस देशव्यापी अभियान का हिस्सा बनें और कोरोना के खिलाफ लड़ाई को सफल बनाएं।
મોદીએ ગુરુવારે દેશના નામે સંબોધનમાં કોરોના વાયરસની વિરુદ્ધ લડાઈમાં સંયમ અને સંકલ્પનું આહ્વાન કરતાં દેશવાસીઓને રવિવારે જનતા કર્ફ્યૂનું પાલન કરવા માટે કહ્યું હતું. તેઓએ ટીવી પર પ્રસારિત લગભગ 30 મિનિટના સંબોધનમાં કોરોના વાયરસના ખતરા પર ભાર મૂકતાં લોકોને ઘરની અંદર રહેવા અને જેટલું શક્ય હોય તો ઘરેથી જ કામ કરવા માટે કહ્યું હતું. તેઓએ કહ્યું હતું કે દુનિયાએ આટલું ગંભીર સંકટ પહેલા ક્યારેય જોયું નથી.