જજે પક્ષમાં નિર્ણય ના સંભળાવ્યો તો વકીલે કહ્યું - જાવ તમને કોરોના વાયરસ થઈ જાય

News18 Gujarati
Updated: April 7, 2020, 10:00 PM IST
જજે પક્ષમાં નિર્ણય ના સંભળાવ્યો તો વકીલે કહ્યું - જાવ તમને કોરોના વાયરસ થઈ જાય
જજે પક્ષમાં નિર્ણય ના સંભળાવ્યો તો વકીલે કહ્યું - જાવ તમને કોરોના વાયરસ થઈ જાય

વકીલના આવા ખરાબ વર્તુણકથી નારાજ ન્યાયધિશે તેની સામે અવમાનનાની કાર્યવાહીની માંગણી કરી

  • Share this:
કોલકાતા : પોતાના પક્ષમાં નિર્ણય ન આવવા પર એક વકીલે કોલકાતા હાઇકોર્ટ (Kolkata Highcourt)ના એક ન્યાયધીશને કહ્યું કે જા તમને કોરોના વાયરસ (Coronavirus)થઈ જાય. વકીલના આવા ખરાબ વર્તુણકથી નારાજ ન્યાયધિશે તેની સામે અવમાનનાની કાર્યવાહીની માંગણી કરી છે.

ન્યાયમૂર્તિ દીપાંકર દત્તાએ કોર્ટની ગરિમાને યથાવત્ રાખવામાં નિષ્ફળ રહેવા તથા આ ગરિમાપૂર્ણ પ્રોફેશનલના સદસ્યના હિસાબે આચરણ ના કરવા પર વકીલ વિજય અધિકારીની નિંદા કરી અને તેમને નોટિસ મોકલવાની તારીખના 15 દિવસોની અંદર અવમાનના નિયમ અંતર્ગત જવાબ આપવા કહ્યું છે.

ન્યાયમૂર્તિ દત્તાએ એ નિર્દેશ આપ્યો છે કે ઉનાળું વેકેશન પછી જ્યારે કોર્ટ ખુલશે ત્યારે આ મામલો ઉચિત ખંડપીઠ દ્વારા સાંભળવામાં આવશે. જેમની પાસે આપરાધિક અવમાનનાના મામલા સાંભળવાનો અધિકાર હશે. કોરોના વાયરસની મહામારીના કારણે કોલકાતા હાઇકોર્ટમાં 15 માર્ચથી ફક્ત અતિ આવશ્યક મામલાની સુનાવણી થઈ રહી છે અને 25 માર્ચથી મામલાની સુનાવણી ફક્ત વીડિયો કોન્ફરન્સ દ્વારા કરી રહ્યા છે.

આ પણ વાંચો - COVID-19: દિલ્હીના વિદ્યાર્થીએ બનાવ્યો રોબોટ, કોરોના પીડિત દર્દીને આપી શકે છે ભોજન અને દવા

એક કેસની સુનાવણી ન્યાયમૂર્તિ દત્તાની કોર્ટમાં ચાલી રહી હતી. જ્યારે ન્યાયધિશે પોતાનો આદેશ આપવાનો શરુ કર્યો તો નારાજ વકીલ વિજય અધિકારી તેમને સતત ટોકી રહ્યા હતા. ન્યાયમૂર્તિ દત્તાએ પોતાના આદેશમાં કહ્યું હતું કે અધિકારીને સતત સંયમિત વ્યવહાર કરવાની ચેતવણી આપવામાં આવી હતી પણ તેમણે તેના પર ધ્યાન આપ્યું ન હતું. તે કહી રહ્યા હતા કે મારું ભવિષ્ય અંધકારમય બનાવી દેશે જેથી તેમણે મને શ્રાપ આપ્યો હતો કે મને કોરોના વાયરસ સંક્રમણ લાગી જાય.

ન્યાયધિશે કહ્યું કે અધિકારીને સ્પષ્ટ રુપથી બતાવી દીધું કે મને પોતાના ભવિષ્યના અંધરકામય થવાનો ડર નથી અને સંક્રમિત થવાથી પણ ડરતો નથી. જોકે કોર્ટની ગરિમા મારા મગજમાં સર્વોચ્ચ છે અને તેને યથાવત્ રાખવા માટે તેમની સામે અવમાનનાની કાર્યવાહીનો નિર્દેશ આપવામાં આવી શકે છે.
First published: April 7, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading