આર્મીના યૂનિફોર્મનો ઉપયોગ કરો છો તો થઈ જાઓ સાવધાન!

News18 Gujarati
Updated: November 7, 2019, 1:29 PM IST
આર્મીના યૂનિફોર્મનો ઉપયોગ કરો છો તો થઈ જાઓ સાવધાન!
ભારતીય સેનાએ વાંધો ઉઠાવતાં ASCIએ જાહેર કરી નવી એડવાઇઝરી (પ્રતીકાત્મક તસવીર)

વિજ્ઞાપનોમાં ભારતીય સેનાના યૂનિફોર્મનો ઉપયોગ મંજૂરી વગર નહીં કરી શકાય

  • Share this:
નવી દિલ્હી : વિજ્ઞાપનો (Advertisement)માં જો તમે સેનાના યૂનિફોર્મ (Army Uniform)નો ઉપયોગ કરી રહ્યા છો તો થઈ જાઓ સાવધાન. હવે સેનાની મંજૂરી વગર વિજ્ઞાપનોમાં સેનાના યૂનિફોર્મનો ઉપયોગ તમે નહીં કરી શકો. એડવર્ટાઇઝમેન્ટ સ્ટાન્ડર્ડ કાઉન્સિલ ઑફ ઈન્ડિયા (Advertising Standards Council of India) દ્વારા જાહેર કરવામાં આવેલી નવી ગાઇડલાઇનમાં હવે સેનાનો યૂનિફોર્મ પર કોઈ પણ વિજ્ઞાપન જાહેર કરતાં પહેલા સેનાની મંજૂરી લેવી પડશે.

સેનાએ વાંધો ઉઠાવતાં ASCIએ આ નવી એડવાઇઝરી જાહેર કરી છે. આ વર્ષે જૂન-જુલાઈમાં સેનાને અનેક વિશિષ્ઠ લોકોએ પાન મસાલા અને સૌંદર્ય ક્રીમના વિજ્ઞાપનોમાં એક્ટરો દ્વારા સેનાના યૂનિફોર્મના ઉપયોગને લઈ વાંધો વ્યક્ત કર્યો હતો.

પ્રતીકાત્મક તસવીર


સેનાનું કહેવું છે કે આ પ્રકારની વિજ્ઞાપનોને કારણે સેનાની છબ‍િ પર નકારાત્મક અસર પડે છે. તેનાથી નેગેટિવ પ્રચાર તો થાય જ છે ઉપરાંત યુવાઓ પર પણ ખરાબ અસર પડી શકે છે. સેનાએ આ મુદ્દાઓને ASCI સમક્ષ રજૂ કર્યા હતા. ત્યારબાદ ASCIએ નવી એડવાઇઝરી જાહેર કરી છે.

આ પણ વાંચો, કઈ કારમાં સફર કરે છે ટ્રમ્પ, પુતિન, જિનપિંગ સહિતના દુનિયાના મોટા નેતા
First published: November 7, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading