Home /News /national-international /કોણ છે રાવતના હેલિકોપ્ટરના એકમાત્ર જીવિત પાયલટ વરૂણ સિંહ, બે વખત પહેલા પણ મોતને આપી છે મ્હાત

કોણ છે રાવતના હેલિકોપ્ટરના એકમાત્ર જીવિત પાયલટ વરૂણ સિંહ, બે વખત પહેલા પણ મોતને આપી છે મ્હાત

ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહની ફાઇલ તસવીર

Helicopter Crash: એરબેઝથી દૂર અને ઊંચાઇ પર કાકપિટનું પ્રેશર આવવાથી સતત વણસી રહેલી સ્થિતિમાં તેઓએ ટેક્નિકલ ખામી શોધી કાઢી અને વિમાન પર કાબૂ મેળવ્યો હતો.

કૂન્નૂર હેલિકોપ્ટર દુર્ઘટના (Kunnur Helicopter Crash)માં સીડીએસ જનરલ બિપીન રાવત (CDS General Bipin Rawat) સહિત 13 લોકોના આકસ્મિક અવસાન પર દેશભરમાં શોકનો માહોલ છે. આ દુર્ઘટનામાં એકમાત્ર ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહ (Group Captain Varun Singh) જીવિત બચ્યા છે અને તેમની સારવાર ચાલુ છે. ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહ અનુભવી પાયલટ (Pilot) હોવાની સાથે શૌર્ય ચક્ર (Shaurya Chakra)થી સન્માનિત કરાઇ ચૂક્યા છે. આપને જણાવી દઇએ કે, જનરલ રાવત સેનાના બીજા સર્વોચ્ચ અધિકારી હતા, જેમનું અવસાન પદ પર રહેતા થયું હતું. આ પહેલા જનરલ બિપીનચંદ જોશી (Bipin Chand Joshi)નું નિધન તેઓ સેનાધ્યક્ષ હતા ત્યારે થયું હતું.

વરૂણ સિંહને આ ચક્ર એલસીએ તેજસ (Tejas)ની ઉડાન દરમિયાન સામે આવેલ ઇમરજન્સી સ્થિતિમાં પોતાને સાવધાની પૂર્વક અને સકુશળ બચાવવા માટે આપવામાં આવ્યું હતું. 12 ઓક્ટોબર, 2020માં તેઓ તેજસ પર એકલા જ ઉડાન ભરી રહ્યા હતા. આ દરમિયાન વિમાનમાં ફ્લાઇટ કંટ્રોલ સિસ્ટમમાં ટેક્નિકલ ખામી સર્જાતા લાઇફ સપોર્ટ સિસ્ટમ ખરાબ થઇ ગઇ હતી. એરબેઝથી દૂર અને ઊંચાઇ પર કાકપિટનું પ્રેશર આવવાથી સતત વણસી રહેલી સ્થિતિમાં તેઓએ ટેક્નિકલ ખામી શોધી કાઢી અને વિમાન પર કાબૂ મેળવ્યો હતો.

આ પણ વાંચો - Exclusive: CDS Rawatના હેલિકોપ્ટરના અકસ્માત પહેલાનો પ્રથમ વીડિયો આવ્યો સામે

કેપ્ટને આ રીતે મોતને આપી હાથતાળી

પરંતુ 10 હજાર ફૂટની ઊંચાઇએ વિમાનમાં ફરી ખામ સર્જાઇ અને વિમાન સતત નીચ જઇ રહ્યું હતું. ત્યારે તેમની પાસે એક જ વિકલ્પ હતો વિમાનમાંથી નીચે કૂદી જાય કાં તો ખામીને ઠીક કરે. તેમણે ફરી વિમાન પર નિયંત્રણ મેળવવા પ્રયાસ કર્યો અને તેમાં તેઓ સફળ રહ્યા. તે બાદ તેમણે વિમાનને સુરક્ષિત જમીન પર લેન્ડ કરાવ્યું હતું.

આ પણ વાંચો - Black Box of MI17 Helicopter: બ્લેક બોક્સ શું હોય છે? તે જણાવે છે હેલિકોપ્ટર કે પ્લેન ક્રેશનું રહસ્ય

જીવના જોખમે હજારો કરોડના વિમાનને બચાવ્યું

આ રીતે કેપ્ટન વરૂણ સિંહે પોતાના જીવની બાજી લગાવીને હજારો કરોડના વિમાનને તેઓએ બચાવી લીધું હતું. તેના માટે તેમને વિંગ કમાન્ડમાંથી ગ્રુપ કેપ્ટન બનાવવામાં આવ્યા હતા. અને તેમને શૌર્ય ચક્રથી સન્માનિત પણ કરાયા હતા. વિમાનને બચાવવાના પ્રયાસો દરમિયાન તેમને ટ્રેનિંગની તે ક્ષણો કામ આવી, જે તેમને આવા સમય માટે જણાવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે તેજસને વર્ષ 2016માં સુલૂર એરબેઝ પર તહેનાત કરાયા હતા. જોકે બાદમાં તેજસ એમકે જે એક ઇમ્પ્રૂવ જેટ છે, તેના ઓર્ડર પણ આપી દેવાયા હતા.
First published:

Tags: CDS બિપિન રાવત, Helicopter-crash, ભારત, ભારતીય સેના