Home /News /national-international /PM મોદી પર બનાવવામાં આવેલી BCC Documentryનું JNUમાં સ્ક્રીનિંગ, કેમ્પસમાં પથ્થરમારાનો આરોપ

PM મોદી પર બનાવવામાં આવેલી BCC Documentryનું JNUમાં સ્ક્રીનિંગ, કેમ્પસમાં પથ્થરમારાનો આરોપ

JNUમાં ફરી પથ્થરમારો!

JNU Controversy: રાજધાની દિલ્હીમાં સ્થિત પ્રતિષ્ઠિત અને જાણીતી જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી એટલે કે JNU ફરી એકવાર વિવાદમાં છે. પીએમ મોદી પર બનેલી વિવાદાસ્પદ BCC Documentryના સ્ક્રીનિંગને લઈને કેમ્પસમાં બબાલ અને હંગામાના સમાચાર સામે આવી રહ્યા છે.

વધુ જુઓ ...
  BCC Documentry on PM Modi Row Special Screening JNU Controversy: રાજધાની દિલ્હીમાં સ્થિત પ્રતિષ્ઠિત અને પ્રખ્યાત જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી એટલે કે JNU ફરી એકવાર વિવાદમાં આવી ગઈ છે. જોકે, આ વખતે વિવાદ વિદ્યાર્થીઓના ઘર્ષણ સાથે નહીં, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બનેલી વિવાદાસ્પદ ડોક્યુમેન્ટરીના સ્ક્રીનિંગ સાથે જોડાયેલો છે. પીએમ મોદી પરની વિવાદાસ્પદ BCC Documentryના સ્ક્રીનિંગ પર JNU કેમ્પસમાં બબાલ અને હંગામાના સમાચાર સામે આવી રહ્યા છે. આ દરમિયાન, વિદ્યાર્થીઓના જૂથો દ્વારા પથ્થરમારાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. જોકે, પોલીસ દ્વારા પથ્થરમારાની ઘટનાને સમર્થન મળ્યું નથી.

  આ પણ વાંચો: કેન્દ્ર સરકારની મોટી કાર્યવાહી, BBC ડોક્યુમેન્ટરી શેર કરતી YouTube ચેનલો કરી બ્લોક

  આ પહેલા સોમવારે પ્રશાસન દ્વારા આપવામાં આવેલી ચેતવણી છતાં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના એક જૂથે મંગળવારે સાંજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર બીબીસીની વિવાદાસ્પદ ડોક્યુમેન્ટરી બતાવવાનો પ્રયાસ કર્યો હતો. મળતી માહિતી મુજબ, જેએનયુ સ્ટુડન્ટ્સ યુનિયન દ્વારા ડોક્યુમેન્ટ્રીનું સ્ક્રીનિંગ યોજવામાં આવ્યું હતું. જ્યારે પ્રશાસને મંજૂરી આપી ન હતી. પરવાનગી વગર ડોક્યુમેન્ટ્રી બતાવવાનો મામલો સામે આવતાં જ વહીવટીતંત્રે વિદ્યાર્થી સંઘની ઓફિસની વીજળી અને ઇન્ટરનેટ સેવા બંધ કરી દીધી હતી. તેમ છતાં વિદ્યાર્થીઓ દ્વારા ડોક્યુમેન્ટરી બતાવવાના તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા.

  મોદીની છબીને ખોટી રીતે રજૂ કરવાનો આરોપ

  આ ડોક્યુમેન્ટરી બીબીસી દ્વારા બનાવવામાં આવી છે. આ અંગે ભારત સરકારે નારાજગી વ્યક્ત કરી હતી. તે જ સમયે, સરકારે તેને વિવાદાસ્પદ ગણાવીને બીબીસીના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો હતો. આરોપ છે કે, પીએમ મોદીની છબીને ખોટી રીતે રજૂ કરવાના હેતુથી તેને બનાવવામાં આવ્યું છે. ડોક્યુમેન્ટ્રીમાં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે થયેલા કોમી રમખાણો માટે જવાબદાર ઠેરવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જ્યારે સુપ્રીમ કોર્ટે તેમને આ મામલે ક્લીનચીટ આપી હતી. વિદેશ મંત્રાલયે આ અંગે બ્રિટિશ બ્રોડકાસ્ટર સામે વાંધો ઉઠાવ્યો હતો.

  આ પણ વાંચો: રાજકોટ: ભાજપના કોર્પોરેટર પુત્રનો રોફ, હથિયાર સાથેનો વીડિયો વાયરલ

  હૈદરાબાદ યુનિવર્સિટીમાં પણ સ્ક્રીનિંગ કરાયું

  2002ના ગુજરાત રમખાણોમાં નરેન્દ્ર મોદીની ભૂમિકા પર બીબીસીની આ ડોક્યુમેન્ટરી પણ શનિવારે, 21 જાન્યુઆરીએ હૈદરાબાદ યુનિવર્સિટીમાં પ્રદર્શિત કરવામાં આવી હતી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) એ ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન નામની ડોક્યુમેન્ટરીના સ્ક્રીનિંગ અંગે યુનિવર્સિટી વહીવટીતંત્રને ફરિયાદ કરી હતી. જે બાદ અધિકારીઓએ રિપોર્ટ મંગાવ્યો હતો. દરમિયાન, વિવાદ વચ્ચે, કેરળના ત્રણ રાજકીય જૂથોએ પણ જાહેરાત કરી કે તેઓ રાજ્યમાં ડોક્યુમેન્ટ્રીનું સ્ક્રીનીંગ કરશે.
  Published by:Samrat Bauddh
  First published:

  Tags: PM Modi પીએમ મોદી, જેએનયૂ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन