Home /News /national-international /ભગતસિંહની સાથે એસેમ્બલીમાં બોમ્બ ફેંકીને જેલમાં ગયા, આઝાદી બાદ ભૂલી ગયો દેશ

ભગતસિંહની સાથે એસેમ્બલીમાં બોમ્બ ફેંકીને જેલમાં ગયા, આઝાદી બાદ ભૂલી ગયો દેશ

batukeshwar dutt

Batukeshwar Dutt Life Story: ભારતની આઝાદીમાં ઘણા બહાદુર લડવૈયાઓનો મોટો ફાળો રહ્યો છે. આવા જ એક બટુકેશ્વર દત્ત કે જેમને દુનિયા ભૂલી ગઈ હતી. જાણો તેઓની કહાની

    Batukeshwar Dutt Birthday: દેશની આઝાદીમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર ક્રાંતિકારી બટુકેશ્વર દત્તની 112મી જયંતિ તાજેતરમાં ગઈ. શહીદે આઝમ ભગતસિંહના સાથી બટુકેશ્વર દત્તે જીવનમાં ખૂબ જ સંઘર્ષ કર્યો છે. તેમનો જન્મ 18 નવેમ્બર, 1910ના રોજ બંગાળના પૂર્વ વર્ધમાનના ખંડાગોશ ગામમાં થયો હતો. ક્રાંતિકારી બટુકેશ્વર દત્ત બંગાળી કાયસ્થ પરિવારમાંથી આવતા હતા. તેઓ એક એવા ક્રાંતિકારી છે, જેમણે આઝાદી બાદનો સૂરજ જોયો છે.

    બટુકેશ્વર દત્ત જ્યારે કાનપુરમાં શહેરમાં હતા, ત્યારે તેમણે જોયું હતું કે, એક અંગ્રેજ વ્યક્તિ બાળકને માર મારી રહ્યો હતો. જે રસ્તા પર ભારતીયોના ચાલવા પર પ્રતિબંધ હતો, બાળક તે રસ્તા પર ચાલી રહ્યો હતો. આ કારણોસર તે બાળકને માર મારવામાં આવ્યો હતો. આ ઘટના જોઈને બટુકેશ્વરના મન પર ખૂબ જ ઊંડી અસર થઈ હતી. ત્યારબાદ તેમણે અંગ્રેજો સામે લડવાનું શરૂ કર્યું. આ દરમિયાન હિંદુસ્તાન રિપબ્લિકન એસોસિએશન નામના ક્રાંતિકારી સંગઠનના લોકો સાથે જોડાયા હતા. તેઓ ભગતસિંહ સાથે મળીને આ સંગઠન સાથે જોડાયા હતા.

    આ પણ વાંચો: Exclusive: ભારતના પ્રથમ ‘મેલ ફેમિનીસ્ટ’ હતા ડૉ. આંબેડકર, કોંગ્રેસ નેતા શશી થરુરે લખી નાખ્યું પુસ્તક

    એસેમ્બલીમાં બોમ્બ ફેંક્યો

    આ સંગઠન સાથે જોડાયા બાદ બટુકેશ્વર ખૂબ જ ઓછા સમયમાં ચંદ્રશેખર આઝાદના પ્રિય સાથી બની ગયા હતા. તેઓ ભગતસિંહના એક ખાસ મિત્ર હતા. ક્રાંતિકારી બન્યા બાદ બટુકેશ્વરે બોમ્બ બનાવવાની તાલીમ લીધી હતી અને એસેમ્બલીમાં બોમ્બ ફેંકવાના કાર્યમાં જોડાયા હતા. પહેલાના અવિભાજિત બર્દવાન જિલ્લાના ખંડાઘોષમાં ઘોષ પરિવારના નિવાસસ્થાનમાં આવેલા ભૂગર્ભ ભોંયરાની દેશના સ્વાતંત્ર્ય સંગ્રામ પર ઊંડી છાપ પડી હતી. તેમાં ભગતસિંહ અને તેમના સાથીઓ 15 દિવસ સુધી બ્રિટિશરોથી સંતાયા હતા. તે સમયે તેમણે નવી દિલ્હીમાં કેન્દ્રીય વિધાનસભા પર હુમલાની યોજના ઘડી હતી. બટુકેશ્વર દત્ત સહાયક ભોંયરા વિશે જાણતા હતા, કારણ કે તેમના પૂર્વજોનું ઘર એ ઘરની બાજુમાં હતું. 8 એપ્રિલ, 1929ના રોજ એસેમ્બલીમાં બોમ્બ ફેંકવાની ઘટના બાદ બટુકેશ્વરની પણ ધરપકડ કરવામાં આવી હતી.



    સમ્માન ન મળ્યું

    બટુકેશ્વર દત્ત એક લાગણીશીલ વ્યક્તિ હતા. દાવો કરવામાં આવી રહ્યો છે કે, આઝાદી બાદ તેમણે આજીવિકા માટે ખૂબ જ સંઘર્ષ કરવો પડ્યો હતો. આ બાબતે ખૂબ જ ચર્ચા કરવામાં આવે છે કે, જે સમ્માનના તેઓ હકદાર હતા, તેમને તે સમ્માન શા માટે ન મળ્યું? કેન્દ્ર સરકાર તરફથી તેમને માન-સમ્માન મળવા લાગ્યું તે સમયે તેમનું નિધન થઈ ગયું હતું.
    Published by:Mayur Solanki
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन