Home /News /national-international /

લદાખ : પોઇન્ટ 14થી ચીની સૈનિકોએ ટેન્ટ હટાવવાની ના પાડતા ગલવાન ઘાટીમાં શરૂ થઈ હિંસક ઝડપ

લદાખ : પોઇન્ટ 14થી ચીની સૈનિકોએ ટેન્ટ હટાવવાની ના પાડતા ગલવાન ઘાટીમાં શરૂ થઈ હિંસક ઝડપ

પ્રતિકાત્મક તસવીર

ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું - બંને દેશોને નુકસાન થયું છે

    પ્રવીણ સ્વામી

    નવી દિલ્હી : એલએસી પર ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવે હિંસક સ્વરૂપ લઈ લીધું છે. આ હિંસક ઝડપમાં બંને દેશની સેનાઓને નુકસાન થયું છે. ઉચ્ચ પદસ્થ સરકારી સૂત્રોએ News18ને બતાવ્યું કે ગલવાન નદી (Galwan River)પર જીવલેણ ઝડપ થઈ હતી. જેમાં 16 બિહાર રેજિમેન્ટના કમાન્ડિંગ ઓફિસર કર્નલ સંતોષ બાબુ (Colonel Santosh Babu) અને અન્ય બે જવાનો શહીદ થયા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે ભારતીય સેનાએ પીપુલ્સ લિબરેશન આર્મી (People’s Liberation Army)ના ટેન્ટ હટાવવા માટે મોરચો ખોલી દીધો હતો. આ ટેન્ટનો પોઝિશન કોડ કંટ્રોલ પોઇન્ટ 14 પાસે લગાવવામાં આવ્યો હતો. જે એલએસીના (Line of Actual Control)ભારતીય પક્ષની અંદર આવે છે.

    ઝડપ કેવી રીતે શરૂ થઈ તેને લઈને પણ કેટલીક જાણકારી સામે આવે છે. ઘટનાઓથી પરિચિત સરકારી સૂત્રોએ જણાવ્યું કે PLAના સૈનિકોએ પોઇન્ટ 14ની ઉપર ઉંચી જમીનથી પત્થર ફેંકીને ભારતીય કાર્યવાહીનો જવાબ આપ્યો અને પછી લોખંડની વસ્તુઓ અને ક્લબોનો ઉપયોગ હુમલા માટે કર્યો હતો. સૂત્રોએ જણાવ્યું કે બંને તરફથી સૈનિકો વચ્ચેની લડાઇમાં બંનેના સૈનિકોને ઇજા પહોંચી છે. સૂત્રોએ જણાવ્યું કે વધારે સારવાર માટે સૈનિકોને મિલટ્રી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

    આ પણ વાંચો - રક્ષા મંત્રી રાજનાથ સિંહની વિદેશ મંત્રી, CDS અને સેના પ્રમુખ નરવણે સાથે બેઠક ખતમ

    પોઇન્ટ 14 ગલવાન અને શ્યોક નદીના સંગમ પાસે છે. ગત સપ્તાહે એક ડિવીઝન કમાન્ડર સ્તરની વાતચીત આ સ્થાન પર થઈ હતી. જ્યાં ભારતીય સેના અને PLAએ સૈનિકોને ઓછા કરવા માટે સહમતિ બતાવી હતી.

    બંને દેશોને નુકસાન થયું છે - વિદેશ મંત્રાલય

    ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા (Foreign Ministry) અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે ભારત અને ચીન (India and China)વચ્ચે સૈન્ય અને ફૂટનીતિક સ્તરની વાતચીત યથાવત્ છે. તણાવને ઓછો કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ગલવાન ઘાટીમાં ચીની સેના એલએલીનું સન્માન કરતા પાછળ હટવા લાગી હતી પણ 15 જૂને ચીન દ્વારા સ્થિતિ બદલવા લાગી હતી. આ પછી હિંસક ઝડપ થઈ હતી. ઝડપમાં બંને પક્ષોને નુકસાન થયું છે. જોકે આનાથી બચી શકાયું હોત.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Galwan valley, Ladakh, ચીન, ભારત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन