રાજનાથ સિંહે કહ્યું, કોરોના વિરુદ્ધની લડાઈ આપણા જીવનનું સૌથી મોટું અદૃશ્ય યુદ્ધ

રાજનાથ સિંહે કહ્યું, કોરોના વિરુદ્ધની લડાઈ આપણા જીવનનું સૌથી મોટું અદૃશ્ય યુદ્ધ
રાજનાથ સિંહ

ભારત યુદ્ધ સ્તરે કોવિડ-19 સંકટનો સામનો કરી રહ્યું છેઃ રક્ષા મંત્રી રાજનાથ સિંહ

 • Share this:
  નવી દિલ્હીઃ રક્ષા મંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh)એ ભારતમાં કોરોના વાયરસ (Coronavirus)ના ઝડપથી ફેલાઈ રહેલા સંક્રમણ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેઓએ સમાચાર એજન્સી પીટીઆઈ સાથે વાતચીત કરતાં જણાવ્યું કે, કોરોનાની વિરદ્ધ લડાઈ આપણા જીવનનું સૌથી મોટું અદૃશ્ય યુદ્ધ છે. નોંધનીય છે કે, તાજા આંકડા મુજબ, દેશભરમાં કોરોના વાયરસ (COVID 19)થી અત્યાર સુધી 507 લોકોનાં મોત થયા છે, જ્યારે 15,712 લોકો કોરોના સંક્રમિત છે. છેલ્લા 24 કલાકમાં 27 લોકોનાં મોત થયા છે જ્યારે, 1334 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે.

  ભારત યુદ્ધ સ્તરે કોરોના થી કરી રહ્યું છે સામનો  રાજનાથ સિંહે તેની સાથોસાથ જણાવ્યું કે, ભારત યુદ્ધ સ્તરે કોવિડ-19 સંકટનો સામનો કરી રહ્યું છે. તેના માટે તમામ સરકારી એજન્સીઓ સઘન સમન્વયની સાથે કામ કરી રહી છે. તેઓએ જણાવ્યું કે, સંચાર તંત્ર, સપ્લાય ચેન મેનેજમેન્ટ, મેડિકલ સહયોગ અને એન્જિનિયરિંગમાં સશસ્ત્ર દળોની વિશેષજ્ઞતાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.


  આ પણ વાંચો, અમેઝોન, ફ્લિપકાર્ટ લૉકડાઉનમાં નહીં વેચી શકે બિન-જરૂરી સામાન!

  ‘આર્મી પણ સતર્ક ‘

  બીજી તરફ, સૈન્ય દળોમાં કોરોના સંક્રમણના મામલા પર રાજનાથ સિંહે કહ્યું કે, તમામ સૈન્યકર્મીઓને રોજ પોતાની કોન્ટક્ટ ડાયરી મેન્ટેન કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. તમામ પ્રકારના સામૂહિક પ્રશિક્ષણ કાર્યક્રમ રોકી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત યુદ્ધ જહાજ અને સબમરીન, જ્યાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું મુશ્કેલ છે, ત્યાં અન્ય તમામ પ્રકારની તકેદારીઓ રાખવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. નોંધનીય છે કે, પશ્ચિમ નેવી કમાન્ડ તટે હાજર લાજિસ્ટિક અને એડમિનિસ્ટ્રેટિવ સપોર્ટ બેઝ INS આંગ્રે પર 20 જવાન કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. INS આંગ્રે મહારાષ્ટ્રના પાટનગર મુંબઈના કાંઠે છે.

  આ પણ વાંચો, Corona: તાવ અને શરદીની દવા ખરીદનારનો રેકોર્ડ રાખશે મેડિકલ સ્ટોર, રાજ્ય સરકારોને આદેશ
  First published:April 19, 2020, 15:27 pm

  टॉप स्टोरीज