Home /News /national-international /કોરોનાની દહેશત વચ્ચે આ જગ્યાએ ટપોટપ મરી રહ્યા છે ચામાચીડિયાં, લોકોમાં ભયનો માહોલ

કોરોનાની દહેશત વચ્ચે આ જગ્યાએ ટપોટપ મરી રહ્યા છે ચામાચીડિયાં, લોકોમાં ભયનો માહોલ

કોવિડ-19 મહામારીની દહેશત વચ્ચે ઉત્તર પ્રદેશના ગોરખપુર પછી હવે બલિયા જિલ્લામાં પણ ચામાચીડિયાં મરીને ઝાડ ઉપરથી નીચે પડી રહ્યા છે જેના પગલે સનસની ફેલાઈ ગઈ છે.

કોવિડ-19 મહામારીની દહેશત વચ્ચે ઉત્તર પ્રદેશના ગોરખપુર પછી હવે બલિયા જિલ્લામાં પણ ચામાચીડિયાં મરીને ઝાડ ઉપરથી નીચે પડી રહ્યા છે જેના પગલે સનસની ફેલાઈ ગઈ છે.

    બલિયાઃ કોવિડ-19 (COVID-19) મહામારીની દહેશત વચ્ચે ઉત્તર પ્રદેશના ગોરખપુર (Gorakhpur) પછી હવે બલિયા (Ballia) જિલ્લામાં પણ ચામાચીડિયાં (Bats) મરીને ઝાડ ઉપરથી નીચે પડી રહ્યા છે જેના પગલે સનસની ફેલાઈ ગઈ છે. મનિયર વિસ્તારના વિશુનપુરાગામમાં ખડેચા મૌજેમાં બગીચામાં વર્ષોથી ઊભા ઝાડ ઉપર ચામાચીડિયાં રહે છે. ગામલોકોના પ્રમાણે છેલ્લા કેટલાક દિવસથી ચામાચીડિયાં મૃત હાલતમાં ઝાડ ઉપરથી નીચે પડી રહ્યા છે. જિલ્લા વન અધિકારી શ્રદ્ધા યાદવે ગુરુવારે જણાવ્યું હતું કે, વન વિભાગના ધ્યાનમાં આ ઘટના આવી છે અને સ્થાનિક વન અધિકારીએ ચાર મૃત ચામાચીડિયાંને કબજામાં લઈને નમૂના તપાસ માટે મોકલ્યા છે.

    સ્વાસ્થ્ય વિભાગની ટીમે મૃત ચામાચીડિયાના નમૂના લીધા
    તેમણે જણાવ્યું હતું કે, મૃત ચામાચીડિયાના નમૂના તપાસ માટે મોકલ્યા છે. રિપોર્ટ મળ્યા પછી જ મોતનું કારણ જાણી શકાશે. સ્વાસ્થ્ય વિભાગ અને વન વિભાગ સાથે પશુ ચિકિત્સકની ટીમ પણ બુધવારે ઘટના સ્થળે પહોંચી હતી.

    આ પણ વાંચોઃ-ચેતવણી! ચીન નહીં સુધરે તો ભારત સહિત દુનિયાના બધા મોટા દેશો શિખવાડી શકે છે સબક

    સ્વાસ્થ્ય વિભાગની ટીમે મૃત ચામાચીડિયાંના નમૂના લીધા છે. આ સાથે ખડેચા મૌજે ગામના પ્રધાન પ્રતિનિધી રામ તિવારી બબલૂએ જણાવ્યું કે મૃત ચામાચીડિયાંને શ્વાન ખાઈ રહ્યા છે કેટલાક લોકો ચામાચીડિયાનું માંસ ખાઈ રહ્યા છે. બબલૂએ આરોપ લગાવ્યો છે કે આ મહામારી ફેલાવાની આશંકા જોર પકડવા છતાં પણ તંત્ર આ ઘટનાને ગંભીરતાથી નથી લઈ રહી.

    આ પણ વાંચોઃ-Covid19: બીજેપીના પ્રવક્તા સંબિત પાત્રામાં દેખાયા કોરોનાના લક્ષણ, હોસ્પિટલમાં દાખલ - રિપોર્ટ

    ગ્રામીણ આને કોરોના વાયરસ સાથે જોડી રહ્યા છે
    ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોમાં ગોરખપુરના બેલઘાટ વિસ્તારમાં મોટી સંખ્યામાં ચામાચીડિયા શંકાસ્પદ રીતે મરી રહ્યા છે. ગામના લોકો આને કોરોના વાયર સાથે જોડી રહ્યા છે.

    જોકે, જિલ્લા પ્રશાસને આશંકા વ્યક્ત કરી છે કે ચામાચીડિયાના મોત વધારે ગરમી પડવા અને પાણી ન મળવાના કારણે થયાં હશે. મૃત ચામાચીડિયાના નમૂના બરેલી સ્થિત ભારતીય પશુ અનુસંધાન સંસ્થાનને મોકલવામાં આવ્યા છે.
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन