UP crime: લગ્નના નામે યુવતીઓને છેતરતો મી.નટવરલાલ ઝડપાયો, 200 યુવતીઓ બની શિકાર
પકડાયેલા આરોપીની તસવીર
Uttar pradesh Crime News: નટવરલાલ પર દેશના અલગ અલગ રાજ્યોની 200થી વધુ યુવતીઓ સાથે લાખોની છેતરપિંડી (200 Girls conned in name of marriage) કરવાનો આરોપ છે.
નવી દિલ્હીઃ મેટ્રોમોનિયલ સાઇટ્સ પર લગ્ન (Marriage Profile on matrimonial sites ) માટે સંબંધો શોધવાનો ક્રેઝ આજે ખૂબ ઝડપથી વધી રહ્યો છે. પરંતુ બીજી તરફ અમુક ભોળા લોકો આવી નકલી સાઇટ્સ દ્વારા છેતરપિંડી (Frauds on Matrimonial Apps)ના જાળમાં પણ ફસાય જાય છે. આવો જ એક કિસ્સો ઉત્તર પ્રદેશમાં સામે આવ્યો છે. ઉત્તર પ્રદેશમાં બસ્તીમાં પોલીસ (UP Police) અને સર્વેલન્સ ટીમ દ્વારા બદમાશ ઠગની ધરપકડ કરવામાં આવી છે.
નટવરલાલ પર દેશના અલગ અલગ રાજ્યોની 200થી વધુ યુવતીઓ સાથે લાખોની છેતરપિંડી (200 Girls conned in name of marriage) કરવાનો આરોપ છે. બસ્તીની એક યુવતી તેનો શિકાર બનતા આખું કારસ્તાન સામે આવ્યું છે. યુવતીની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. ત્યારબાદ સામે આવ્યું કે, મામલો એક યુવતીનો નહીં પરંતુ સેંકડો યુવતીઓ સાથે છેતરપિંડીનો હતો.
મળતી માહિતી પ્રમાણે આ નટવરલાલ મેટ્રિમોનિયલ સાઈટ દ્વારા સંબંધો બનાવવાના નામે છેતરપિંડી કરતો હતો. તેમાં કુંડળીની ખામીઓ દૂર કરવાના નામે યુવતીઓ પાસે બેન્ક ખાતામાં પૈસા માંગીને સારા સંબંધોના નામે પૂજા પાઠ કરવાનું નાટક કરતો હતો. તે ઘણીવાર ભોળી યુવતીઓને પોતાનો શિકાર બનાવતો હતો.
છેતરપિંડી આચરવા બનાવી એપ ગાઝિયાબાદના રહેવાસી તરુણ કુમારે કોરોનાના સમયગાળા દરમિયાન ઈન્ટરનેટ પર મેટ્રિમોનિયલ એપ દ્વારા છેતરપિંડી કરવાનો પ્લાન બનાવ્યો હતો. જેના દ્વારા તેણે વેબસાઈટ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી લોકોને છેતરીને પૈસા કમાવવાનું કામ શરૂ કર્યું હતું.
મેટ્રિમોનિયલ સાઇટ પર યુવતીઓને ખોટા સંબંધો (માગા) બતાવીને કુંડળી સાથે મેળવવાના નામે અને જ્યોતિષી પાસેથી ખામી દૂર કરવાના નામે ખાતામાં પૈસા માંગતો હતો. આ ચાલાક છેતરપિંડી કરનારે અત્યાર સુધીમાં વિવિધ રાજ્યોની 200થી વધુ યુવતીઓ સાથે મેટ્રિમોનિયલ સાઇટ્સ દ્વારા છેતરપિંડી કરી છે.
પૈસા પરત માંગતા પોતાને જાહેર કરી દેતો મૃત આ ઠગ લગ્ન નક્કી કરીને સંબંધ સ્થાપિત કરવાના નામે ધીમે ધીમે યુવતીઓ પાસેથી હજારો રૂપિયા પડાવી લેતો હતો. આ સાથે જ જ્યારે યુવતીઓ પોતાના પૈસા પરત કરવા માટે વધુ દબાણ કરે ત્યારે તે પોતાને મૃત જાહેર કરી દેતો હતો. આ માટે તે ડીપી પર ફૂલની માળાનો ફોટો લગાવતો હતો. છેતરપિંડીનો ભોગ બનેલા લોકોને વિશ્વાસ અપાવવામાં આવતો કે તેનું મોત નીપજ્યું છે. જેથી યુવતીઓ તેના મૃત્યુને સત્ય માની બેસતી હતી. પરંતુ, કહેવાય છે ને કે, સત્ય છુપું રહેતું નથી. આખરે તેની છેતરપિંડીનો પણ પર્દાફાશ થઈ ગયો છે અને હવે પોલીસે આ ઢોંગી નટવરલાલને પકડીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર