Karnataka News: બસવરાજ બોમ્મઇએ લીધા કર્ણાટકના CM પદના શપથ, ભારત માતા કી જયના નારા લાગ્યા

Basavaraj Bommai Oath Taking: મળતા અહેવાલો મુજબ, કર્ણાટકમાં ત્રણ નાયબ-મુખ્યમંત્રી પણ નિમવામાં આવી શકે છે

Basavaraj Bommai Oath Taking: મળતા અહેવાલો મુજબ, કર્ણાટકમાં ત્રણ નાયબ-મુખ્યમંત્રી પણ નિમવામાં આવી શકે છે

  • Share this:
    બેંગલુરુ. કર્ણાટક (Karnataka)ના ગૃહ મંત્રી બસવરાજ બોમ્મઈ (Basavaraj Bommai)એ રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરી લીધા છે. બસવરાજ બોમ્મઈના શપથ ગ્રહણ દરમિયાન ભારત માતા કી જયના નારા પણ લાગ્યા. મંગળવારે ભારતીય જનતા પાર્ટીની ધારાસભ્ય દળની બેઠક બાદ બીજેપી કેન્દ્રીય નેતૃત્વના પર્યવેક્ષક કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન (Dharmendra Pradhan)એ બસવરાજ બોમ્મઈના નામની જાહેરાત કરી હતી. બોમ્મઈના મુખ્યમંત્રી બનવાનો પ્રસ્તાવ કાર્યવાહક મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા (BS Yediyurappa)એ જ રજૂ કર્યો હતો.

    અત્યાર સુધીની મળતી જાણકારી મુજબ, કર્ણાટકમાં ત્રણ નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે. બીજેપી સૂત્રો મુજબ, આર. અશોક (R. Ashok), ગોવિંદ કરજોલ (Govind Karjol) અને બી. શ્રીરામલુ (B. Shriramalu)ને નાયબ મુખ્યમંત્રીનું પદ આપવામાં આવી શકે છે. નોંધનીય છે કે, અશોક, યેદિયુરપ્પાની સરકારમાં રેવન્યૂ મિનિસ્ટર હતા. બીજી તરફ, ગોવિંદ કરજોલ પહેલાથી નાયબ મુખ્યમંત્રી પદ પર હતા. તેની સાથે જ શ્રીરામલુ કર્ણાટક સરકારમાં સમાજ કલ્યાણ મંત્રી હતા.

    આ પણ વાંચો, Cloudburst Hits J&K: જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં વાદળ ફાટવાથી 4નાં મોત, 39 ગુમ, અનેક પુલ વહી ગયા

    શપથ ગ્રહણ સમારોહ પહેલા બસવરાજ બોમ્મઈએ કહ્યું હતું કે, અરવિંદ બેલાડ અને મુરુગેશ નિરાની મારા દોસ્ત અને સહકર્મી છે. અમે એક ટીમ તરીકે કામ કરીશું. લિંગાયત વોટબેન્કના સવાલ પર બોમ્મઈએ કહ્યું કે, અમે એક રાષ્ટ્રીય પાર્ટી છીએ અને તમામ સમુદાયોને એક સાથે લાવવા માંગીએ છીએ. મારી પ્રાથિમકતા આર્થિક અને ક્ષેત્રીય અસમાનતાને દૂર કરવાની છે. એક વાર આર્થિક અસમાનતા દૂર થઈ જશે તો તમામ મુદ્દાઓ પર સમાધાન થઈ જશે. હું ઈચ્છું છું કે તમામ સમુદાયોનો વિકાસ થાય અને રાજ્ય સમૃદ્ધ હોય.

    બસવરાજ બોમ્મઈ 13 વર્ષ પહેલા 2008માં BJPમાં સામેલ થયા હતા. એન્જિનિયર તરીકે ટાટા સમૂહથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર બોમ્મઇ હાવેરી જિલ્લાના શિગગાંવ વિધાનસભા ક્ષેત્રથી 2008થી સતત ત્રણ વખત જીતીને વિધાનસભા પહોંચ્યા છે. 2008 પહેલા બોમ્મઇ બે વખત કર્ણાટક વિધાન પરિષદના સભ્ય રહ્યા હતા.

    આ પણ વાંચો, શ્રીલંકાઃ ઘરમાં કૂવો ખોદતા મળ્યો 510 KGનો નીલમ, કિંમત લગભગ 10 કરોડ ડૉલર

    નોંધનીય છે કે, બીએસ યેદિયુરપ્પા (BS Yediyurappa)એ સોમવારે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. રાજીનામું આપ્યા બાદ યેદિયુરપ્પાએ કહ્યું કે, તેમના પર હાઇકમાન્ડનું કોઈ પ્રેશર નથી, મેં પોતે રાજીનામું આપ્યું છે. મેં કોઈના નામની ભલામણ નથી કરી. પાર્ટીને મજૂબત કરવા માટે કામ કરતો રહીશ.
    Published by:Mrunal Bhojak
    First published: