Home /News /national-international /

Unique Couple: પત્ની પોલીસ કોન્સ્ટેબલ, કરાટે અને વુશુ શીખવતો પતિ નીકળ્યો ડ્રગ પેડલર

Unique Couple: પત્ની પોલીસ કોન્સ્ટેબલ, કરાટે અને વુશુ શીખવતો પતિ નીકળ્યો ડ્રગ પેડલર

બાડમેરમાં ડ્રગની દાણચોરી (Drugs Smuggling)નો એક અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

Barmer crime news: બાડમેરમાં ડ્રગની દાણચોરી (Drugs Smuggling)નો એક અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં પોલીસે ડ્રગ્સની તસ્કરી કરતા આરોપીને પકડી લીધો છે. તેની પાસેથી દોઢ કિલો દૂધ અફીણ મળી આવ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે તસ્કરની પત્ની મધ્યપ્રદેશ પોલીસમાં કોન્સ્ટેબલ છે.

વધુ જુઓ ...
    ભારત-પાકિસ્તાનની સરહદ (India-Pakistan border) પર આવેલા બાડમેર (Barmer) જિલ્લામાં છેલ્લા 4 વર્ષથી સાપ પકડવાનું કામ કરી રહેલા એક યુવકની કોતવાલી પોલીસ સ્ટેશને દોઢ કિલો અફીણના દૂધ સાથે ધરપકડ કરી છે. દીપક સેન નામનો આ યુવક નાગમિત્ર અને કોબ્રામેન હોવાનો ઢોંગ કરીને પોલીસ અને વહીવટી અધિકારીઓ સાથે સારા સંબંધો જાળવતો હતો. સાપ પકડવાના (Snack Catcher) બહાને તે લાંબા સમયથી બાડમેરમાં ડ્રગ્સ સપ્લાય કરી રહ્યો છે. જ્યારે પોલીસને કોબ્રામેન દીપકની વાસ્તવિકતાની જાણ થઈ ત્યારે તેણે તેની તપાસ શરૂ કરી અને તેને પકડી લીધો છે. દીપકની પત્ની મધ્યપ્રદેશ પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે તૈનાત છે.

    સિટી કોટવાલ ઉગમરાજ સોનીએ જણાવ્યું કે પોલીસે દીપક સેન નામના યુવકની ધરપકડ કરી છે. તેની પાસેથી દોઢ કિલો અફીણનું દૂધ મળી આવ્યું છે. તે મૂળ ઉદયપુરનો છે. તે બાડમેરમાં રહે છે અને સાપ પકડવાનું કામ કરે છે. દીપક બાડમેરમાં કોબ્રામેન તરીકે પ્રખ્યાત છે. દીપક સેન ઉદયપુરના મેવાતથી બાડમેર જિલ્લામાં ડ્રગ્સ સપ્લાય કરતો હતો. પોલીસ તેની પૂછપરછમાં જોતરાઇ છે.

    આ પણ વાંચો- UP Elections: પ્રયાગરાજમાં મતદાન કેન્દ્ર નજીક બોમ્બ વિસ્ફોટથી ખળભળાટ, અનેક લોકો ઘાયલ

    કરાટે અને વુશુ શીખવે છે

    કહેવામાં આવી રહ્યું છે કે આરોપી દીપક સેનની પત્ની મધ્યપ્રદેશના નીમચમાં કોન્સ્ટેબલ તરીકે કામ કરે છે. કોબ્રામેન દીપક સેન છેલ્લા ત્રણ-ચાર વર્ષથી બાડમેરમાં રહેતો હતો. સાપ પકડવા ઉપરાંત તે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે પણ ખાસ ઓળખ જાળવી રહ્યો હતો. જીલ્લામાં સમયાંતરે યોજાતા સ્વ-રક્ષણ શિબિરોમાં તે છોકરાઓ અને છોકરીઓને કરાટે અને વુશુ શીખવતો હતો.

    આ પણ વાંચો- Corona Fourth Wave: ભારતમાં ક્યારે આવશે કોરોનાની ચોથી લહેર? IIT નિષ્ણાતે આપી મહત્ત્વની જાણકારી

    ચાર વર્ષમાં કોઈને પણ શંકા ના ગઇ

    હાલ પોલીસ દીપક સેનના બેકગ્રાઉન્ડની તપાસ કરી રહી છે. આ સાથે તે શોધી રહી છે કે દીપક કયા ડ્રગ સપ્લાયર સાથે સંકળાયેલો છે. દાણચોરીના આ કામમાં તેની સાથે કોણ કોણ સામેલ છે? આશ્ચર્યની વાત એ છે કે છેલ્લા ચાર વર્ષમાં પોલીસ અને વહીવટીતંત્રના કોઈને ખબર પડી નથી કે તે ડ્રગ્સની દાણચોરીમાં સંડોવાયેલો છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Barmer, Crime news, Rajsthan, Udaipur, ક્રાઇમ સમાચાર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन