Home /News /national-international /ભારે કરી! પ્રેમી સાથે પત્ની ભાગી ગઈ તો આખા ગામમાં ઢોલ વગડાવ્યો, પતિએ મુંડન પણ કરાવ્યું
ભારે કરી! પ્રેમી સાથે પત્ની ભાગી ગઈ તો આખા ગામમાં ઢોલ વગડાવ્યો, પતિએ મુંડન પણ કરાવ્યું
બાડમેરમાં પતિએ પત્નીની યાદમાં મુંડન કરાવ્યું
પ્રાપ્ત વિગતો અનુસાર, પત્નીના ગામમાં માથુ મુંડન કરનારા શખ્સનું નામ ગેનારામ છે. તે બાડમેર જિલ્લાના ગિડા પોલીસ સ્ટેશન વિસ્તારાન ઝાક ગામનો રહેવાસી છે. ગેનારામનું કહેવું છે કે, તેની પત્નીને જોધપુરનો એક યુવક ઉઠાવીને લઈ ગયો. બાદમાં તેની સાથે બળજબરીપૂર્વક લગ્ન કરી લીધા. જો કે, તેની પત્નીને હજૂ છુટાછેડા નથી થયાં. ત્યારે આવા સમયે હિન્દુ વિવાહ અધિનિયમ અંતર્ગત કોઈ પણ મહિલા છુટાછેડા લીધા વિના પરપુરુષ સાથે લગ્ન કરી શકે નહીં.
બાડમેર: રાજસ્થાનના બાડમેરમાંથી એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. અહીં એક શખ્સની પત્ની પોતાની પ્રેમી સાથે ફરાર થઈ ગઈ. આ વાતને લઈને દુખી પતિએ બાડમેર પોલીસમાં તેની ફરિયાદ નોંધાવી. પોતાની ફરિયાદ પર કાર્યવાહી ન થતાં દુખી પતિએ પોલીસ પ્રશાસનને જગાડવા માટે ઢોલ વગડાવ્યો. તેમ છતાં પણ વાત ન માની, તો મુંડન કરાવ્યું. હવે આ દુખી પતિએ પોતાની ચેતવણી આપી છે કે, તેની પત્ની પાછી અપાવી દે, નહીંતર તે ધર્મ પરિવર્તન કરી લેશે. આ સમગ્ર મામલો હાલમાં સોશિયલ મીડિયા પર છવાયેલો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, પત્નીના ગામમાં માથુ મુંડન કરનારા શખ્સનું નામ ગેનારામ છે. તે બાડમેર જિલ્લાના ગિડા પોલીસ સ્ટેશન વિસ્તારાન ઝાક ગામનો રહેવાસી છે. ગેનારામનું કહેવું છે કે, તેની પત્નીને જોધપુરનો એક યુવક ઉઠાવીને લઈ ગયો. બાદમાં તેની સાથે બળજબરીપૂર્વક લગ્ન કરી લીધા. જો કે, તેની પત્નીને હજૂ છુટાછેડા નથી થયાં. ત્યારે આવા સમયે હિન્દુ વિવાહ અધિનિયમ અંતર્ગત કોઈ પણ મહિલા છુટાછેડા લીધા વિના પરપુરુષ સાથે લગ્ન કરી શકે નહીં.
ગેનારામનો આરોપ છે કે, તેની પત્ની ઘરેણા લઈને જતી રહી
ગેનારામે ગિડા પોલીસ સ્ટેશનમાં આ મામલો નોંધાવ્યો છે. ગેનારામનો આરોપ છે કે, મામલો નોંધાવ્યા બાદ પોલીસે હજૂ સુધી કોઈ કાર્યવાહી નથી કરી. તેનાથી નારાજ થઈને ગેનારામે પહેલા ઢોલ વગડાવ્યો, પોલીસ પ્રશાસનને જગાડવાનો પ્રયાસ કર્યો. બાદમાં બાડમેર કલેક્ટર ઓફિસ જઈને પોતાનું માથુ મુંડાવ્યું. ગેનારામનો આરોપ છે કે, તેની પત્ની ઘરેણાં લઈને જતી રહી છે.
પોલીસે કોઈ કાર્યવાહી ન કરી તો, ધર્મ પરિવર્તન કરી લેશે
હવે ગેનારામનું કહેવું છે કે, જો પોલીસે કોઈ કાર્યવાહી ન કરી તો, તે ધર્મ પરિવર્તન કરી લેશે. તેથી ગેનારામે તેની પત્નીને પાછી લાવવા માટે માથુ મુંડાવ્યું છે. ગેનારામે બાડમેર કલેક્ટર કચેરી બહાર ધરણાં પણ આપી રહ્યો છે. જિલ્લા પોલીસ પ્રશાસન અને પ્રશાસને આવેદન આપ્યું છે. તેમ છતાં પણ કોઈ કાર્યવાહી થઈ નથી. થાકી હારીને તેણે માથુ મુંડાવ્યું. ગેનારામની આ દુખભરી સ્ટોરી હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર