Home /News /national-international /VIDEO: 50 તોલા સોનાનાં ઘરેણાં પહેરીને આવી સુંદરીઓ, રાજસ્થાનમાં યોજાયો ખાસ થાર મહોત્સવ
VIDEO: 50 તોલા સોનાનાં ઘરેણાં પહેરીને આવી સુંદરીઓ, રાજસ્થાનમાં યોજાયો ખાસ થાર મહોત્સવ
barmer thar festival 2023
થાર મહોત્સવમાં સૌથી આકર્ષણનું કેન્દ્ર હોય છે, થાર સુંદરી બનવાનો ખિતાબ. ડઝનબંધ યુવતીઓ સોનાના ઘરેણાં પહેરીને થાર મહોત્સવમાં પહોંચી છે. પગથી લઈને માથા સુધી સોનાના ઘરેણાં સાથે ચાંદીની પાયલ, કડા અને બિછિયા પણ તેમણે ખાસ પ્રકારની હોય છે.
બાડમેર: આપે કોઈ પણ શ્રૃંગાર પ્રતિયોગિતામાં યુવતીઓ સજી-ધજીને આવતી જોઈ હશે. પણ બાડમેરમાં આયોજીત થઈ રહેલા થાર મહોત્સવની સૌથી પ્રતિષ્ઠિત પ્રતિસ્પર્ધા થાર સુંદરીમાં ડઝનબંધ નવયુવતીઓ 40થી 50 તોલા સોનાના આભૂષણ પહેરીને આવી રહી છે. પશ્ચિમ રાજસ્થાનના બાડમેર જિલ્લાની સંસ્કૃતિ, વિરાસત અને લોકકલાને જીવિત રાખવા માટે થાર મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે.
થાર મહોત્સવમાં સૌથી આકર્ષણનું કેન્દ્ર હોય છે, થાર સુંદરી બનવાનો ખિતાબ. ડઝનબંધ યુવતીઓ સોનાના ઘરેણાં પહેરીને થાર મહોત્સવમાં પહોંચી છે. પગથી લઈને માથા સુધી સોનાના ઘરેણાં સાથે ચાંદીની પાયલ, કડા અને બિછિયા પણ તેમણે ખાસ પ્રકારની હોય છે. આ હરીફાઈમાં ચેન, કડા, નથણી, ટીકો, કમરબંદ, તિકડી, ઝેલમ, કાનપટ્ટી, અંગુઠી, ફીણી સહિત બે ડઝનથી વધારે સોનાાન આભૂષણ પહેરીને થાર મહોત્સવમાં પહોંચે છે. જે લોકો માટે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. " isDesktop="true" id="1357475" >
એક અનુમાન અનુસાર, તમામ 30 હરીફ એક કરોડથી વધારેના સોનાના ઘરેણાં પહેરીને આયોજનમાં ભાગ લેવા આવ્યા હતા. આ ઘરેણાં ખોવાનો અથવા તેનું ધ્યાન રાખવા માટે હરીફાઈમાં આવેલ યુવતીઓ પોતાની સાથે પરિવારના લોકોને પણ ધ્યાન રાખવા માટે આવી રહ્યા છે.
થાર મહોત્સવમાં ભાગ લેવા આવેલી મનીષા સોનીએ જણાવ્યું કે, થાર મહોત્સવની લોક સંસ્કૃતિ માટે ખૂબ જ જરુરી છે. તે ખુદ 35-40 તોલા સોનાના આભૂષણ પહેરીને આવી છે. તે જણાવે છે કે, થાર સુંદરી બનવા માટે છેલ્લા એક અઠવાડીથી તૈયારી કરી રહી છે. તો વળી હિનાએ જણાવ્યું કે, ગત વર્ષે પણ થાર સુંદરી બનવાનો પ્રયાસ કર્યો હતો. ઘરના સભ્યોમાંથી જ સોનાના આભૂષણ મળી જાય છે. જે 25-30 તોલા હશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર