Home /News /national-international /

બાડમેરમાં મોટી દુર્ઘટના, રામકથામાં મંડપ પડતા 14નાં મોત

બાડમેરમાં મોટી દુર્ઘટના, રામકથામાં મંડપ પડતા 14નાં મોત

રામકથા દરમિયાન મંડપ ધરાશાયી, 14ના મોત

14 લોકોના મોત થયા છે. જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થયા છે.

    રાજસ્થાનના બાડમેરમાં એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. બાડમેરમાં એક કથા દરમ્યાન મંડપ પડવાથી 14 લોકોના મોત થયા છે, જ્યારે કેટલાએ લોકો ઘાયલ થયા છે. કહેવાય છે કે, હજુ પણ કેટલાક લોકો મંડપ નીચે દટાયા છે, જેથી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે મોતની સંખ્યા વધી શકે છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, રાજસ્થાનના બાડમેરમાં એક કથા ચાલી રહી હતી, તે દરમ્યાન કેટલાએ લોકો કથા સાંભળવા બેઠા હતા. આ સમયે અચાનક વરસાદી વાતાવરણને લઈ ઝડપી પવનના કારણે મંડપ ધરાશાયી થયો અને મંડપ નીચે રહેલા લોકો તેની નીચે દટાયા. જેમાં 14 લોકોના મોત થયા છે. જ્યારે 25થી વધુ લોકો ઘાયલ થયા છે.

    સૂ્ત્રો અનુસાર, રવિવારે આંધી-તોફાનના કારણે જીલ્લાના જસોલ ગામમાં ચાલી રહેલી રામકથા દરમ્યાન લોકંડનો મંડપ પડી ગયો. મંડપ પડ્યા બાદ તેમાં કરંટ ફેલાઈ ગયો. આ દુર્ઘટનામાં મંડપ નીચે દબાવવાથી અને કરંટ લાગવાથી 14 લોકોના મોત થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જ્યારે 25 જેટલા લોકો ઘાયલ થયા છે. દુર્ઘટનાના કારણે વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ સર્જાઈ ગયો છે. પોલીસ અને તંત્ર ઘટના સ્થળે રાહત અને બચાવ કાર્યમાં જોડાઈ ગયા છે.



    મંડપ નીચે લગભગ 1000 લોકો હતા
    મળતી જાણકારી અનુસાર, આ દુર્ઘટના બાડમેર જીલ્લાના જસોલ ગામમાં ઘટી. ગામના સ્કૂલ પરિસરમાં રામકથાનું આયોજન કરવામાં આવી રહ્યું હતું. આયોજન માટે ત્યાં લગભગ 200 ફૂટનો લોખંડનો મંડપ બનાવવામાં આવ્યો હતો. મંડપમાં લગભગ એક હજાર લોકો હોવાનું બતાવવામાં આવી રહ્યું છે. આ દરમ્યાન બપોર બાદ અચાનક હવામાનમાં પલટો આવ્યો અને આંધી-તોફાન શરૂ થયું, જમાં મંડપ પડી ગયો અને શ્રદ્ધાળુઓ દબાયા. મંડપમાં વિજળીના સાધનો લાગેલા હતા, જેમાં કરંટ ફેલાઈ ગયો.







    ઘાયલોને નાહટા હોસ્પિટલ લઈ જવાયા
    પ્રારંભીક સૂચના અનુસાર, દુર્ઘટનામાં મંડપ નીચે દબાવવાથી અને કરંટ લાગવાથી 14 લોકોના મોત થયાની આશંકા છે. જોકે, આ મુદ્દે તંત્ર દ્વારા પુષ્ટી કરવામાં આવી નથી. હાલમાં ઘાયલોને નજીકની નાહટા હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Barmer, Due, During

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन