બાડમેર: સરહદી બાડમેર જિલ્લાની મહિલાઓ હવે બકરીના દૂધમાંથી સાબુ તૈયાર કરી રહી છએ. આ સાબુ ત્વચા સંબંધી કેટલાય રોગની સારવારમાં ઉપયોગ લેવાય છે. આ ઉપરાંત ઓર્ગેનિક ગુણના કારણે ત્વચા સુકાઈ જવી, ડ્રાઈ સ્કીન, ડાર્ક સ્પોટને પણ આ સાબુ ઠીક કરે છે. એક સાબુની કિંમત લગભગ 150 રૂપિયા છે. પાકિસ્તાનની સરહદથી અડીને આવેલા હરસાણી ગામની 29 મહિલાઓ આ સાબુ બનાવી રહી છે.
પાકિસ્તાનને સરહદે અડીને આવેલા બાડમેર જિલ્લાના સરહદી વિસ્તાર હરસાણી ગામની મહિલાઓ આત્મનિર્ભર બનવા માટે સ્વરોજગાર સાથે જોડાયેલ છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ સાબુ કેટલીય બિમારીઓ દૂર કરશે. ભારતીય સ્ટેટ બેન્ક આરસેટી બાડમેર અને રાજીવિકા બાડમેરના સંયુક્ત ઉપક્રમે હરસાનીમાં સ્વસહાય જૂથ ગ્રુપની મહિલાઓને નવાચાર, રોજગાર સૃજન, મહિલા સશક્તિકરણ, આજીવિકા સવર્ધનના ઉદ્દેશ્યથી ગોટ મિલ્ટ શોપ કાર્યક્રમ આયોજીત કરે છે. ફક્ત 6 દિવસ સુધી આયોજીત થનારા આ ટ્રેનિંગ બાદ હવે મહિલાઓ ઘરે બેઠા બકરીના દૂધથી સાબુ બનાવી રહી છે. બકરીના દૂધથી લીમડા, ડેટોલ તથા જાસ્મિનના સાબુ બનાવે છે, જે ત્વચાના રોગ દૂર કરે છે.
ટ્રેનિંગ લેવા માટે આવેલી હરસાણીની હરિયા કંવરનું કહેવું છે કે, બકરીના દૂધનો સાબુ બનાવવા માટે 6 દિવસની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. જે ખૂબ જ સરળ છે અને મહિલાઓ આરામથી શિખી શકે છે અને પોતાનું સ્વરોજગાર શરુ કરી શકે છે. તો વળી મમતાનું કહેવું છે કે, બકરીના દૂધથી સાબુ બનાવાની વિધિ ખૂબ જ સરળ છે અને તેનાથી મહિલા ઘર બેઠા સ્વરોજગાર સાથે જોડાયેલ આત્મનિર્ભર થઈ શકે છે. ભારતીય સ્ટેટ બેન્ક આરસેટીના નિર્દેશક બ્રજેશ કુમારનું કહેવું છે કે, આવનારા સમયમાં આ સંસ્થા બાજરીથી બનેલી વસ્તુ, બિસ્કુટ, ગોટ મિલ્ક સોપ, પેપર ફાઈલ કવર, અગરબત્તી મેકિંગ, મીણબત્તી, હર્બલ ઉત્પાદન, મિલેટ વગેરે બનાવાની ટ્રેનિંગનું આયોજન કરાયું છે.
અલગ અલગ ફ્લેવરના સાબુ
જેસલમેરથી આવેલ માસ્ટર ટ્રેનર સજજ્ન કંવર ભાટીએ જણાવ્યું છે કે, જોધપુરથી રો મેટેરિયલ લાવીને મહિલાઓને ટ્રેનિંગ આપવામા આવી રહી છે. સાબુના બેસમાં 200 ગ્રામ બકરીનું દૂધ ભેળવીને અલગ અલગ ફ્લેવર એટલે કે, લીમડા, લીંબુ, જાસ્મિન, ડેટોલ નાખીને સાબુ તૈયાર કરવામાં આવે છે. એક સાબુ 150 રૂપિયાની કિંમતે બજારમાં વેચાય છે. સાથે જ તેના ઔષધીય ગુમના હિસાબે તેની ડિમાન્ડ પણ વધી રહી છે. આ સાબુની માગ દિલ્હી, મુંબઈ સુધી છે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર