આ યૂનિવર્સિટીમાં ચાલે છે આદર્શ પતિ અને આદર્શ પત્ની બનાવવાનો કોર્સ

ફાઈલ ફોટો

આ સમયની માંગ છે, કેમ કે પરિવાર આજે નાની-નાની વાતોને લઈને તૂટી રહ્યાં છે. આ કોર્સ પરિવારને તૂટવાથી બચાવવાની દિશામાં એક મોટું પગલું હશે.

 • Share this:
  મધ્યપ્રદેશની રાજધાની ભોપાલની બરકતઉલ્લા વિશ્વવિદ્યાલય, પરિવારોને તૂટવાથી બચાવવા માટે ત્રણ મહિનાનો એક નવો સર્ટીફિકેટ પાઠ્યક્રમ શરૂ કરવા જઈ રહી છે. જેથી લગ્ન થયા પછી છોકરીઓને 'આદર્શ પત્ની' અને છોકરાઓને 'આદર્શ પતિ' બનીને આદર્શ સમાજની સંરચના કરી શકે. આ કોર્સ આવતા સત્રથી શરૂ કરવામાં આવશે. જોકે, સામાજિક અને નૈતિક મૂલ્યો પર શરૂ થઈ રહેલા આ કોર્સનું નામ શું રાખવું તે હજુ સુધી નક્કી થયું નથી.

  બરકતઉલ્લા વિશ્વવિદ્યાલયના કુલપતિ પ્રોફેસર ડી સી ગુપ્તાએ શનિવારે જણાવ્યું કે, 'અમારૂ વિશ્વવિદ્યાલય પરિવારનો તૂટવાથી બચાવવા માટે આવતા સત્રથી એક નવો સર્ટીફિકેટ કોર્સ શરૂ કરશે. આ કોર્સ ત્રણ મહિનાનો હશે. આ કોર્સને શરૂ કરવા પાછળનો અમારો હેતુ એવો છે કે, આના થકી અમે સશક્ત પરિવાર અને એક સારા સમાજની સંરચના કરી શકીએ.'

  પરિવારને સશક્ત બનાવવામાં મળશે મદદ

  તેમને જણાવ્યું કે, 'આ કોર્સ છોકરા-છોકરીઓ બંને માટે હશે. જોકે, છોકરીઓ માટે આ વધારે ફાયદાકારક હશે, કેમ કે, તેમને લગ્ન પછી પોતાને બીજા પરિવારમાં (સસુરાલમાં) સેટ થવું પડે છે. ગુપ્તાએ જણાવ્યું કે, તે કહેવું ખોટુ ગણાશે કે, આ કોર્સ પત્નીઓ માટે છે. આનાથી છોકરાઓને પણ સશક્ત પરિવાર બનાવવામાં મદદ મળશે.'

  તેમને કહ્યું, કે, પ્રથમ બેન્ચમાં 30 વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને એડમિશન મળશે. ગુપ્તાએ જણાવ્યું કે, વિશ્વવિદ્યાલયના ત્રણ વિભાગ મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર અને મહિલા શિક્ષા આ સર્ટિફિકેટ કોર્સને તૈયાર કરશે. આ કોર્સ મુખ્ય રૂપથી સામાજિક અને નૈતિક મૂલ્યોના આધારે થશે.

  તેમને કહ્યું, આ સમયની માંગ છે, કેમ કે પરિવાર આજે નાની-નાની વાતોને લઈને તૂટી રહ્યાં છે. આ કોર્સ પરિવારને તૂટવાથી બચાવવાની દિશામાં એક મોટું પગલું હશે.
  Published by:Mujahid Tunvar
  First published: