Taukte વાવાઝોડામાં ગુમ થયેલું બાર્જ પી-305 દરિયા કિનારેથી મળ્યું, લાપતા સભ્યોની તપાસ ચાલુ

ઘટનાના સમયે પી 305 પર 261 કર્મીઓ હતા જેમાંથી 186ને અત્યાર સુધીમાં બચાવી લેવામાં આવ્યાં છે અને 66 લોકોનાં નિધન થયા છે.

ઘટનાના સમયે પી 305 પર 261 કર્મીઓ હતા જેમાંથી 186ને અત્યાર સુધીમાં બચાવી લેવામાં આવ્યાં છે અને 66 લોકોનાં નિધન થયા છે.

  • Share this:
    Barge P305 located at the seabed: Taukte વાવાઝોડામાં મુંબઈમાં બાર્જ પી-305 ગુમ થઇ ગયું હતું જેની ભાળ મળી ગઇ છે. એએનઆઈએ (ANI)ડિફેન્સ પીઆરઓનાં અહેલાવથી જણાવ્યું છે કે, બાર્જ 305 સમુદ્ર તટમાંથી મળ્યું છે. જેને એએનઆઈ મકરે એડવન્સ સાઇડ સ્કૈન સોનાર દ્વારા શોધી નાંખ્યું છે. પ્રવક્તાએ કહ્યું કે, બાર્જ 305 અને તુગ વરપ્રદાનાં બચેલા સભ્યોની તપાસ ચાલી રહી છે. આપને જણાવીએ કે, બાર્ડ પી 305 પર સરકારી તેલ અને ગેસ કંપની ઓએનજીસીનાં એક તેલ ડ્રિલિંગ પ્લેટફોર્મનાં રિપેરિંગના કામ કરતા કર્મીઓ હતા. આ બાર્જ ભારે પવન અને ઊંચી સમુદ્રની લહેરોને કારણે મુંબઇ કિનારા પાસેથી સોમવારે સાંજે ડૂબી ગયું હતું.

    મૃતકોની સંખ્યા 66 થઇ

    આ પહેલા નૌસેનાના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે, પી 305 દુર્ઘટનામાં મૃતકોની સંખ્યા વધીને 66 થઇ ગઇ છે. કારણ કે વધુ 6 લાશ મળી હતી જ્યારે 9 કર્મીઓ હજી પણ ગાયબ છે. ઘટનાના સમયે પી 305 પર 261 કર્મીઓ હતા જેમાંથી 186ને અત્યાર સુધીમાં બચાવી લેવામાં આવ્યાં છે અને 66 લોકોનાં નિધન થયા છે.



    તિથલ દરિયા કિનારેથી મળી ત્રણ લાશો

    બીજી તરફ શનિવારે સાંજે વલસાડના તિથલ દરિયા કિનારે સ્વામિનારાયણ મંદિર પાસે 3 લાશો મળી આવી હતી. પૈકી 2 લાશોએ લાઈફ જેકેટ પહેરેલા હતા. એક લાઈફ જેકેટ પહેર્યા વગરની ડી કમ્પોઝ થયેલી લાશ મળી હતી. ​​​તિથલ સ્વામીનારાયણ મંદિર ખાતે ફરજ બજાવતા પોલીસ જવાનોએ લાશને જોતા તાત્કાલિક સીટી પોલીસ અને સ્થાનિક આગેવાનોને જાણ કરી હતી. વલસાડ SP, DySP સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે.

    ONGC પર ચક્રવાત સંબંધિત ચેતવણીઓને અવગણવાનો આરોપ

    NCPના પ્રવક્તા અને મહારાષ્ટ્ર લઘુમતી બાબતોના પ્રધાન નવાબ મલિકે ગુરુવારે એક નિવેદનમાં, ONGC પર ચક્રવાત સંબંધિત ચેતવણીઓને અવગણવાનો અને 700 જેટલા કર્મીઓના જીવને જોખમમાં મૂકવાનો આરોપ લગાવ્યો હતો.P-305 ઘટના મામલે કેપ્ટન રાકેશ બલ્લવ સામે નોંધાયો કેસP-305 ઘટના મામલે કેપ્ટન રાકેશ બલ્લવ સામે નોંધાયો કેસવિરૂદ્ધ બિન-હેતુપૂર્વકની હત્યાનો કેસ દાખલ કરવો જોઈએતેઓએ માગ કરી છે કે, ONGCના અધિકારીઓ વિરૂદ્ધ બિન-હેતુપૂર્વકની હત્યાનો કેસ દાખલ કરવો જોઈએ, જે 50થી વધુ કર્મીઓના મૃત્યુ માટે જવાબદાર છે અને દોષિઓને સજા મળવી જોઈએ.
    Published by:Kaushal Pancholi
    First published: