Home /News /national-international /અંધવિશ્વાસની હદ પાર: સંતાનસુખની પ્રાપ્તિ માટે મહિલાએ પાડોશીના દીકરાને રહેંસી તેના લોહીના ઘુંટડા પીધાં

અંધવિશ્વાસની હદ પાર: સંતાનસુખની પ્રાપ્તિ માટે મહિલાએ પાડોશીના દીકરાને રહેંસી તેના લોહીના ઘુંટડા પીધાં

સંતાનસુખની પ્રાપ્તિ માટે પાડોશીના દીકરાને રહેંસી નાખ્યો

બરેલીની એક કોર્ટે 33 વર્ષની નિ:સંતાન મહિલાને આજીવન કેદની સજા ફટકારી છે. જેણે તાંત્રિકના નામ પર પોતાના પાડોશીની એક 10 વર્ષિય દીકરાના હત્યા કરી તેનું લોહી પી ગઈ હતી.

    બરેલી: ઉત્તર પ્રદેશના બરેલીની એક કોર્ટે 33 વર્ષની નિ:સંતાન મહિલાને આજીવન કેદની સજા ફટકારી છે. જેણે તાંત્રિકના નામ પર પોતાના પાડોશીની એક 10 વર્ષિય દીકરાના હત્યા કરી તેનું લોહી પી ગઈ હતી. મહિલાનું માનવું હતું કે, તેનાથી તેને સંતાન સુખ મળશે. મહિલાનો પ્રેમી અને ગુનામાં તેની મદદ કરનારા પિતરાઈ ભાઈને પણ આજીવન કેદની સજા થઈ છે. આ ઘટના પાંચ વર્ષ જૂની એટલે 5 ડિસેમ્બર 2017ના રોજ બરેલીના ઝમુકા ગામમાં બની હતી.

    આ પણ વાંચો: શ્રદ્ધા હત્યાકાંડ: આફતાબને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં તિહાડ જેલમાં મોકલવામાં આવ્યો

    પાડોશીના દીકરાને મારી લોહી પી ગઈ


    ધન કેવી નામની આ મહિલાએ પોતાની પ્રેમી સૂરજ અને પિતરાઈ ભાઈ સુનીલ કુમારની મદદથી પોતાના પાડોશીના દીકરાનું કિડનેપ કરી લીધું અને બાદમાં તેની હત્યા કરી નાખી. ઘટનાના ત્રણ દિવસ બાદ આ મામલે પોલીસને ફરિયાદ મળતા મહિલાને 8 ડિસેમ્બરે ધરપકડ કરી હતી. અધિક જિલ્લા સરકારી વકીલ વિનોદ શુક્લાએ કહ્યું કે, આ એક ભયાનક ક્રાઈમ હતો. આ મામલાની જાણકારી આપતા વકીલ વિનોદે કહ્યું કે, મહિલાએ પહેલા તો બાળકનું લોહી કાઢ્યું અને તેને પોતાના ચહેરા પર લગાવ્યું અને તેને મારતા પહેલા બાળકનું લોહી પી ગઈ.

    મહિલાને મળી આજીવન કેદની સજા


    પોતાની ધરપકડ બાદ મહિલાએ તપાસ અધિકારીને જણાવ્યું કે, લગ્નના છ વર્ષ થવા છતાં પણ ગર્ભધારણ ન રહેતા તાંત્રિકના કહેવા પર તેણે આવું કર્યું હતું. સાસરિયાના મેણા ટોણાથી તંગ આવીને ધનદેવી પીલીભીત જિલ્લાના માધોટાંડા નિવાસી પોતાની પતિ ધર્મપાલને છોડીને શાહજહાંપુરમાં પોતાના સંબંધીના ત્યાં રહેવા લાગી હતી. જ્યાં તાંત્રિક સાથે તેની મુલાકાત થઈ.બાળકના પરિવારે આરોપી માટે મોતની સજાની માગ કરી હતી.
    Published by:Pravin Makwana
    First published:

    विज्ञापन
    विज्ञापन