કોરોના સંક્રમિત પરિવારના ઘરે ચોરી કરવી ભારે પડી! ત્રણ ચોરનો COVID-19 ટેસ્ટ કરાયો

News18 Gujarati
Updated: April 23, 2020, 8:53 AM IST
કોરોના સંક્રમિત પરિવારના ઘરે ચોરી કરવી ભારે પડી! ત્રણ ચોરનો COVID-19 ટેસ્ટ કરાયો
ત્રણ ચોરોને ઝડપી પાડનારી પોલીસની ટીમનો પણ કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો

ત્રણ ચોરોને ઝડપી પાડનારી પોલીસની ટીમનો પણ કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો

  • Share this:
હરીશ શર્મા, બરેલીઃ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના બરેલી (Bareilly) જનપદના હૉટસ્પૉટ વિસ્તારમાં કોરોના સંક્રમિત (Corona Positive) પરિવારના ઘરે ચોરીના મામલાનો ખુલાસો સુભાષનગર પોલીસે કરી છે. પોલીસે ત્રણ ચોરની ધરપકડ કરીને તેમની પાસેથી ચોરીનો સામાન પણ જપ્ત કર્યો છે. ચોરોને પકડનારી પોલીસ ટીમ અને ચોરોનો કોરોના ટેસ્ટ પણ કરાવવામાં આવ્યો છે.

પોલીસના જણાવ્યા મુજબ, સુભાષનગરના હૉટસ્પૉટ વિસ્તારમાં કોરોના સંક્રમિત પરિવારના ઘરે ચોરી થઈ હતી. ચોરોએ ઘટનાએ તે સમયે અંજમ આપ્યો જ્યારે સમગ્ર પરિવાર કોરોના સંક્રમિત હોવાના કારણે જિલ્લા હૉસ્પિટલમાં દાખલ હતો. હૉટસ્પૉટ વિસ્તારમાં ચોરીની ઘટના બાદ પોલીસની પણ ખાસી એવી ફજેતી થઈ હતી. ત્યારબાદ પોલીસ દિવસ-રાત ચોરીનું પગેરું શોધવા લાગી ગઈ હતી. એસએસપી શૈલેષકુમાર પાંડેયએ જણાવ્યું કે ચોરોની આ ગેંગ કોરોના સંક્રમિત પરિવારના ઘરની નજીક જ રહે છે. આ લોકોને ખબર હતી કે આ લોકો 14 દિવસ હૉસ્પિટલમાં રહેશે, જેનો આ ગેંગે લાભ ઉઠાવ્યો હતો.

ચોરોનો અપરાધિક રેકોર્ડ

એસએસપીએ જણાવ્યું કે, આ ચારેયની પાસેથી ચોરી કરવામાં આવેલા સોના-ચાંદીના આભૂષણ, 10 હજાર રોકડ, લેપટોપ અને એક સ્કૂટી જપ્ત કર્યા છે. ખાસ વાત એ છે કે ચારોનો સમગ્ર પરિવાર અપરાધમાં સામેલ રહ્યો છે. મુખ્ય આરોપી લવકુશના બે ભાઈ માદક પદાર્થોની તસ્કરી કરે છે. પોલીસે તેમની પણ ધરપકડ કરી જેલ મોકલી આપ્યા છે. આ ઉપરાંત ચોર લવકુશની માતા પણ તસ્કરી કરતી રહે છે. પોલીસ તેની પણ શોધખોળ કરી રહી છે. પોલીસે એવું પણ જણાવ્યું કે, આ ચોરી ઉપરાંત બીડીઈ કોલોનીમાં પણ ચોરી કરી હતી. પોલીસે ચાલાક ચોર લવકુશ, આકાશ અને અમનની ધરપકડ કરી છે.

આ પણ વાંચો, જે દુલ્હનને હેલિકોપ્ટરમાં બેસાડી ઘરે લાવ્યો તેની સાથે જ કરતો હતો મારઝૂડ, પતિ થયો જેલ ભેગો

ઉલ્લેખનીય છે કે, ચોરોએ હૉટસ્પૉટ વિસ્તારમાં કોરોના સંક્રમિતના ઘરે ચોરી કરી હતી, જેની ત્રણેય ચોરોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે. જેનો રિપોર્ટ હવે આવશે. આ ઉપરાંત ચોરોને પકડનારી પોલીસની ટીમનો પણ કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવ્યો છે.આ પણ વાંચો, માનસિક તણાવનો કરૂણ અંજામ, બે બાળકોની માતાએ કૂવામાં કૂદીને જીવન ટૂંકાવ્યું

 

 
First published: April 23, 2020, 8:53 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading