બરેલી. ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના બરેલી (Bareilly News) ના સુભાષનગરમાં હત્યાના સનસનાટીભર્યા કેસ (Murder Mystery) ને ઉકેલતી વખતે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી ચંદ્રપાલે તેના ભાઈની પત્નીના પ્રેમી રાહુલનો પ્રાઈવેટ પાર્ટ અડધો કાપી નાખ્યો અને પછી છરીના ઘા મારીને તેની હત્યા કરી નાખી. પોલીસના જણાવ્યા અનુસાર, મહિલા તેના બોયફ્રેન્ડ રાહુલ સાથે ભાગી ગઈ હતી, જેને પગલે ચંદ્રપાલે ગુસ્સામાં આવી હત્યાના કાવતરાને અંજામ આપ્યો.
પોલીસના જણાવ્યા અનુસાર ચંદ્રપાલનો પરિવાર મજૂરી કરવા હરિયાણાના ઝજ્જર ગયો હતો. અહીંથી તેની ભાભી અને રાહુલ વચ્ચે પ્રેમસંબંધ શરૂ થયો, ત્યારબાદ તે રાહુલ સાથે ભાગી ગઈ. આરોપીએ રાહુલને મહિલાને પરત મોકલવાનું કહ્યું, પરંતુ રાહુલે ના પાડી. જેનાથી ગુસ્સે થઈને ચંદ્રપાલે રાહુલને મોતને ઘાટ ઉતારી દીધો હતો. પોલીસે જણાવ્યું કે, મૃતકનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું, જેમાં છરાના ઘાના 11 નિશાન મળી આવ્યા હતા. મૃતકનું અડધુ ગુપ્તાંગ પણ કાપી નાખવામાં આવ્યું હતું.
સુભાષનગર પોલીસ (Shubhashnagar Police) સ્ટેશનના ઈન્સ્પેક્ટરે કહ્યું કે, પોલીસ મૃતકની ઓળખ માટે સતત જાહેરાતો આપી રહી હતી. આ ઉપરાંત તમામ પોલીસ સ્ટેશનોને પણ માહિતી મોકલી દેવામાં આવી હતી. આ ક્રમમાં, મૃતકના પરિવારજનોએ મૃતદેહની ઓળખ કરી અને સ્થળ પર જ ચંદ્રપાલની પૂછપરછ કરવામાં આવી, જેણે હત્યાની કબૂલાત કરી.
પોલીસના જણાવ્યા અનુસાર ચંદ્રપાલે પૂછપરછ દરમિયાન જણાવ્યું કે, તેના ભાઈની પત્ની તેમની સાથે રહેતી હતી. તે સમયે રાહુલ પણ આ જ લોકો સાથે ઝજ્જરમાં રહેતો હતો. આ દરમિયાન તેની ભાભી અને રાહુલ વચ્ચે પ્રેમસંબંધ શરૂ થયો, ત્યારબાદ તે રાહુલના ઘરે રહેવા ચાલી ગઈ. આ અંગેની જાણ થતાં તે રાહુલના ઘરે ગયો હતો અને તેણે મહિલાને પરત મોકલવાની સ્પષ્ટ ના પાડી હતી.
ચંદ્રપાલે જણાવ્યું કે, આ પછી તેણે રાહુલને મારવાનું મન બનાવી લીધું હતું. તેણે રાહુલને વિશ્વાસમાં લીધો અને તેને બરેલી જંકશન પર બોલાવ્યો. બંનેએ સ્ટેશન નજીક દારૂ પીધો હતો અને પછી તેને ફ્લાયઓવર પાસે નિર્જન જગ્યાએ લઈ ગયો હતો અને છરીના ઘા મારીને તેની હત્યા કરી હતી.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર