જમીનની અંદર માટલામાં મળી આ બાળકી, સાક્ષી મિશ્રાના પિતાએ લીધી દત્તક

News18 Gujarati
Updated: October 15, 2019, 4:35 PM IST
જમીનની અંદર માટલામાં મળી આ બાળકી, સાક્ષી મિશ્રાના પિતાએ લીધી દત્તક
સાક્ષી મિશ્રાના પિતા

  • Share this:
સાક્ષી મિશ્રા નામની યુવતીએ જ્ઞાતિ બહાર લગ્ન કરવા મામલે સમાચાર પત્રોમાં છવાઇ હતી. તેના પરિવારનો આ અંગે વિરોધ હોવાથી બરેલીની બિથરી ચૈનપુર સીટથી ભાજપના વિધાયક રાજેશ મિશ્રા ઉર્ફ પપ્પૂ ભરતૌલ પણ વિવાદોમાં સપડાયા હતા. ત્યારે મંગળવારે રાજેશ મિશ્રાએ એક નવજાત બાળકીને દત્તક લીધી હતી. રવિવારે શ્મશાન ભૂમિમાં ખોદાઇ દરમિયાન જમીનની અંદર માટલામાં એક બાળકી મળી હતી. આ બાળકીને કોઇએ માટલામાં બંધ કરી દઇ દફનાઇ દીધી હતી. આ બાળકીને પાછળથી જિલ્લાની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યારે પપ્પૂ ભરતૌલે આ નવજાત બાળકીના પાલન-પોષણની જવાબદારી ઉઠાવી છે. અને આ નાનકડી બાળકીનું નામ સીતા રાખ્યું છે કારણ કે તે જમીનની નીચેથી મળી છે.

નવજાત બાળકીને દત્તક લીધા પછી મિશ્રાએ કહ્યું કે સરકાર બેટી બચાવો બેટી પઢાવો યોજના ચલાવી રહી છે. જે હેઠળ તે આ બાળકીનો તમામ ખર્ચો ઉઠાવશે. તેમણે કહ્યું કે તે આ બાળકીના શિક્ષણ અને પાલન પોષણનું ધ્યાન રાખશે.
ઉલ્લેખનીય છે કે સીબીગંજના હિતેશ કુમારની પત્નીએ ગર્ભાવસ્થા દરમિયાન પ્રીમેચ્યોર બાળકને જન્મ આપ્યો. જે જન્મના થોડા કલાક પછી જ મરી ગયું. ત્યારે હિતેશ મૃત બાળકીને સમ્શાનમાં દફનાવા માટે ગયો ત્યારે જમીનથી ત્રણ ફૂટ નીચે તેમને એક માટલું મળી જેમાં નવજાત બાળક હતું. નવાઇની વાત એ હતી કે આ બાળકના શ્વાસ ચાલી રહ્યા હતા.

બીજી તરફ રાજેશ મિશ્રાની પુત્રી સાક્ષી મિશ્રાઓ 3 જુલાઇના રોજ ઘર છોડીને જતી રહી હતી. અને તેણે અજિતેશ નામના બીજી જ્ઞાતિના યુવકથી લગ્ન કર્યા હતા. 10 જુલાઇના રોજ તેણે સોશિયલ મીડિયામાં એક વીડિયો જાહેર કરી પોતાના પ્રાણ પર જોખમ હોવાની વાત કહી હતી. સાથે જ 11 જુલાઇએ સાક્ષીએ એક બીજો વીડિયો જાહેર કરીને પિતા રાજેશ મિશ્રા, ભાઇ વિક્કી ભરતૌલ અને પિતાના નજીકના રાજીવ રાણા તેને મારવા માંગે છે તેમ જણાવ્યું હતું. જેણે સોશિયલ મીડિયામાં ભારે વિવાદ સર્જ્યો હતો.
First published: October 15, 2019
વધુ વાંચો
अगली ख़बर