સાક્ષી મિશ્રા અને અજિતેશે કહ્યું, આ કારણે દિવાળીમાં પણ ઘરે નહીં આવી શકીએ!

News18 Gujarati
Updated: October 8, 2019, 1:27 PM IST
સાક્ષી મિશ્રા અને અજિતેશે કહ્યું, આ કારણે દિવાળીમાં પણ ઘરે નહીં આવી શકીએ!
સાક્ષી મિશ્રા

  • Share this:
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના ભાજપના વિધાયક પપ્પૂ ભરતૌલ ઉર્ફ રાજેશ મિશ્રાની પુત્રી સાક્ષીએ (Sakshi Mishra and Ajitesh) પરિવાર વિરુદ્ધ જઇને અજિતેશ કુમાર નામના યુવક સાથે લગ્ન કર્યા હતા. મંગળવારે ન્યૂઝ 18 સાથે ખાસ વાતચીત કરતા સાક્ષીના સસરા હરીશ કુમારે કહ્યું કે લગ્ન પછી પહેલી દિવાળી સાક્ષી અને અજિતેશ પરિવાર સાથે બરેલીમાં ઉજવવાનું ઇચ્છી રહ્યા હતા. પણ સુરક્ષા કારણોથી તે લોકો બરેલીમાં દિવાળી નહી ઉજવી શકે. તેમણે કહ્યું કે સાક્ષી અને અજિતેશને સોશિયલ મીડિયા અને ફોનથી હજી સુધી ધમકી મળી રહી છે.

અજિતેશના પિતા હરીશ કુમારે કહ્યું કે આજે સાક્ષી અને અજિતેશ દિલ્હીમાં ગુમનામ જીવન જીવવા મજબૂર છે. આજે પણ બંને જણા અસુરક્ષિત અનુભવી રહ્યા છે. તેમના મનમાં હજી પણ એક પ્રકારનો ડર છે, કે ક્યાંક કોઇ મોટી દુર્ધટના ના થઇ જાય! હાલ તો દિલ્હીમાં રહીને સાક્ષી પોતાના ભવિષ્યની યોજના બનાવી રહી છે અને અજિતેશ ફોનના માધ્યમથી ટાઇલ્સનો પોતાના વેપાર સંભાળી રહ્યો છે.

સાક્ષીને તેના ઇંસ્ટ્રાગ્રામ પરથી એક અજાણ્યા યુવકે મેસેજ કરીને મારી નાખવાની ધમકી આપી હતી. તેણે સાક્ષી અને અજિતેશને મારવા માટે 50 લાખની સોપરી પણ લીધી હોવાની વાત પણ કહી હતી. તેણે કથિત રીતે આ બંનેને ત્રણ મહિનાની અંદર મારી નાખવાની વાત ઉચ્ચારી છે. આ મેસેજ પછી સાક્ષીએ મુખ્યમંત્રી પોર્ટલ પર ફરિયાદ દાખલ કરી હતી. વળી ફરિયાદમાં સાક્ષીએ પોલીસ દ્વારા આ અંગે કોઇ જ કાર્યવાહી ન કરવાનો આરોપ પણ મૂક્યો હતો. અને પોતાના પતિ અજિતેશના પ્રાણ ખતરામાં હોવાનો દાવો પણ કર્યો હતો. સુરક્ષા કારણોને ધ્યાનમાં રાખીને સાક્ષી અને અજિતેશ યાધવને તેમના ઘરે પણ જવાની પણ છૂટ નથી આપવામાં આવી. અને તે હાલ ક્યાં રહે છે તે જાણકારી પણ ગુપ્ત રાખવામાં આવી છે.
First published: October 8, 2019, 1:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading