3 હજાર કરોડ રૂપિયાની સાઇબર ઠગાઇનો બરેલી પોલીસે કર્યો ખુલાસો, એકની ધરપકડ, ચીન સાથે જોડાયેલાં છે તાર
3 હજાર કરોડ રૂપિયાની સાઇબર ઠગાઇનો બરેલી પોલીસે કર્યો ખુલાસો, એકની ધરપકડ, ચીન સાથે જોડાયેલાં છે તાર
સૌથી મોટા સાયબર ક્રાઇમનો ખુલાસો
Cyber Crime: સાયબર ઠગીની આ ગેંગમાં રિયાન નામનાં ચીની યુવક સામે આવ્યો છે. પોલીસે આ મામલે સૌથી પહેલાં એક આરોપીની ધરપકડ કરી લીધી છે. જેનાં અકાઉન્ટમાં એક મહિનામાં જ 201 કરોડનું ટ્રાંજેક્શન થઇ ગયું હતું. તેનાં અકાઉન્ટની ડિટેઇલ લેવામાં આવીતો આશરે 2000 થી વધુ પેજની ડિટેઇલ મળી છે.
બરેલી: ઉત્તર પ્રદેશનાં બરેલીમાં દેશનાં અત્યાર સુધીનાં સૌથી મોટા સાઇબર ફ્રોડનો કેસ સામે આવ્યો છે. આરોપ છે કે, સાઇબર ઠગોએ દેશવાસીઓને 3000 કરોડથી વધુનો ઘોટાળો કર્યો છે. બરેલીની સાઇબર ઓફિસની પોલીસે આ ખુલાસો કરતાં પશ્ચિમ બંગાળનાં રહેવાસી સાઇબર ઠગ મંજરુલ ઇસ્લામની ધરપકડ કરી છે. પોલીસની ધરપકડમાં આવેલાં મંજરુલ સ્લામની ગેંગમાં એક બે નહીં પણ સેંકડો ઠગી શામેલ છે. જેમને પકડવા માટે પોલીસ સતત પ્રયાસ કરી રહી છે.
હકીકતમાં, જ્યારે દેશમાં લોકો કોરોનાના પ્રકોપનો સામનો કરી રહ્યા હતા, તે સમયે ઘણા લોકોએ તેમની નોકરી ગુમાવી હતી અને લોકો બેરોજગાર હતા. ત્યારબાદ સાયબર ઠગોએ તેનો ફાયદો ઉઠાવીને અમેઝોન, ફ્લિપકાર્ટ અને ઈ-વોલેટના નામે ઘરે બેઠા લોકોને રોજગારી આપવાનો ધંધો શરૂ કર્યો. લોકો તેમની જાળમાં ફસાયા અને તેમના ખાતાની તમામ વિગતો ખૂબ જ સરળતાથી આપી દીધી. પરિણામ આજે સૌની સામે છે. પોલીસના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં હજારો લોકો આ ગેંગની છેતરપિંડીનો શિકાર બની ચૂક્યા છે
સાયબર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર અનિલ કુમારે જણાવ્યું કે બહેરીના રહેવાસી એક શિક્ષકે ઓક્ટોબર 2021માં FIR નોંધાવી હતી, જેમાં તેણે જણાવ્યું હતું કે સાયબર ઠગ્સે તેના ખાતામાંથી 2 લાખ રૂપિયાથી વધુની ચોરી કરી હતી. ત્યાર બાદ પોલીસે તપાસ શરૂ કરી તો સાયબર ફ્રોડ ચીન સાથે સંબંધિત હોવાનું જાણવા મળ્યું હતું. આ ઠગ ટોળકીમાં ચીનના રેયાન નામના યુવકનું નામ પણ સામે આવ્યું છે.
પોલીસે આ કેસમાં સૌથી પહેલા એક આરોપીની ધરપકડ કરી હતી, જેના ખાતામાં એક મહિનામાં 201 કરોડનું ટ્રાન્ઝેક્શન થયું હતું. તેના ખાતાની વિગતો લેવામાં આવે તો 2000થી વધુ પાનાની વિગતો બહાર આવી છે. તે આરોપી જયદેવ મહારાષ્ટ્રની જેલમાં બંધ છે. જ્યારે પોલીસને મહિલાએ આપેલા એકાઉન્ટની વિગતો મેળવી તો ખબર પડી કે તેમાં મંજરુલ ઈસ્લામ સામેલ છે, ત્યારબાદ આરોપી મંજરુલની ધરપકડ કરવામાં આવી. પોલીસના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલ આરોપી મંજરૂલ ગુરુગ્રામ હરિયાણાથી ડોફિન કન્સલ્ટન્ટ સર્વિસ પ્રાઈવેટ લિમિટેડનો ડાયરેક્ટર બનીને સાયબર ફ્રોડના પૈસા પોતાના બિઝનેસ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરતો હતો.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર