બર્થડે પાર્ટી દરમિયાન PCS અધિકારીની પત્ની સાથે ટૉયલેટમાં થઈ છેડતી

News18 Gujarati
Updated: March 1, 2020, 3:19 PM IST
બર્થડે પાર્ટી દરમિયાન PCS અધિકારીની પત્ની સાથે ટૉયલેટમાં થઈ છેડતી
પ્રતીકાત્મક તસવીર

નવજોતસિંહે દારૂ‍ના નશામાં Club7ના મહિલા ટૉયલેટમાં ઘૂસીને કરી છેડતી કરતાં પીડિતાએ કરી ચીસાચીસ

  • Share this:
હરીશ શર્મા, બરેલી : ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)માં બરેલી (Bareilly)ના ઈજ્જતનગર પોલીસ સ્ટેશન હદના મિની બાઇપાસ રોડ પર પીસીએસ અધિકારીની પત્ની સાથે છેડતીનો મામલો સામે આવ્યો છે. પીડિત અધિકારીએ આરોપીની વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે. ત્યારબાદ પોલીસે આરોપી નવજોત સિંહની ધરપકડ કરી લીધી છે.

પીસીએસ અધિકારીનું કહેવું છે કે કાલે તેમનો જન્મદિવસ હતો તો તેઓ બરેલીના મિની બાઇપાસ રોડ સ્થિત Club7માં બર્થડે પાર્ટી ઉજવવા માટે પોતાની પત્ની અને બે દોસ્તોની સાથે ગયા હતા. પાર્ટી દરમિયાન તેમની પત્ની જ્યારે વૉશરૂમ ગઈ તો એક યુવકે દારૂના નશામાં તેમની સાથે ગેરવર્તણૂંક કરતાં અશ્લિલ કોમેન્ટ કરી અને ફોન નંબર માંગ્યો.

પીસીઆર અધિકારીનો આરોપ છે કે આ દારૂડિયા યુવકે અધિકારીની પત્નીને ટૉયલેટમાં બંધક બનાવવાનો પ્રયાસ કર્યો. જેવી તેણે ખરાબ વર્તન કર્યું, પીસીએસ અધિકારીની પત્નીએ બૂમો પાડી. તેની પર તમામ લોકો ટૉયલેટની તરફ દોડ્યા અને આરોપીને ઝડપી પાડ્યો. ત્યારબાદ પીડિત અધિકારીએ પોલીસને જાણ કરી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે આરોપી નવજોતસિંહની ધરપકડ કરી લીધી. પોલીસના જણાવ્યા મુજબ આરોપી નવજોતસિંહ શાહજહાંપુરનો રહેવાસી છે.

પીસીએસ અધિકારીએ એમ પણ જણાવ્યું કે તેઓ મૂળે પૂરનપુરના રહેવાસી છે. પરંતુ બાળકોના અભ્યાસ માટે હાલ બરેલીમાં શિફ્ટ થયા છીએ. પીસીએસ પરીક્ષા પાસ કર્યા બાદ હજુ સુધી લખનઉમાં અન્ડર ટ્રેનિંગ છે. છેડતીની ઘટના બાદ ઇન્સ્પેક્ટર ઈજ્જતનગર કે.કે. વર્માનું કહેવું છે કે પીસીએસ અધિકારીએ પત્ની સાથે છેડતીની એફઆઈઆર નોંધાવી છે. આરોપી કસ્ટડીમાં છે. કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો, Jioની સસ્તી ઑફર! 199ના રિચાર્જ પર મેળવો 42GB ડેટા, ફ્રી કૉલિંગ પણ
First published: March 1, 2020, 2:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading