બરેલીમાં 14 વર્ષની વિદ્યાર્થીની પર ગેંગરેપ, ફરી પંચાયતે કરાવી દીધા બાળ લગ્ન!

પ્રતિકાત્મક તસવીર

 • Share this:
  બરેલીમાં ગેંગરેપની શિકાર તયેલ સગીરાના બાળ લગ્નનો મામલો સામે આવ્યો છે. આ મામલામાં પોલીસ પર પણ ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. બરેલીમાં 14 વર્ષની છોકરી સાથે ગેંગરેપની ઘટના બની હતી. એટલું જ નહીં આ મામલામાં પંચાયતે ફરમાન આપી દીધુ કે, છોકરીના લગ્ન કોઈ અન્ય વ્યક્તિએ ઝડપી કરાવી દેવામાં આવે. આ બાજુ વારંવાર ગેંગરેપ પીડિતને હવસખોરો જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યા છે. આ મામલામાં પોલીસે એફઆઈઆર તો નોંધી લીધી છે, પરંતુ હજુ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી.

  આ મામલો બરેલીના શાહી પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. અહીં 14 વર્ષની કિશોરી સાથે તેના જ ગામના ત્રણ હવસખોરોએ સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં હવે આ હવસખોરો પીડિતાને વારંવાર જાનથી મારી નાખવાની ધમકી પણ આપી રહ્યા છે. આ મામલો આખરે ગ્રામ પ્રધાન સુધી પહોંચ્યો, તો પંચાયત બોલાવીને અને અન્ય કિશોર સાથે તેના બાળલગ્ન કરાવી દીધા.

  આ સિવાય આરોપ એ પણ છે કે, હવસખોરો હજુ પણ શાંતીથી નથી બેઠા, તેમણે પોલીસ સાથે સાંઠગાંઠ કરીને કોઈ ગુનો ન કરેલ કિશોરને કેટલાએ દિવસ સુધી પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખ્યો. આખરે મામલો ચર્ચાએ ચઢતા પોલીસે પાંચ લોકો વિરુદ્ધ એપઆઈઆર તો નોંધી લીધી છે. પરંતુ કાર્યવાહીના નામ પર હજુ સુધી કઈં કરવામાં આવ્યું નથી.
  Published by:kiran mehta
  First published: